GSTV
Home » News » એલર્ટ! જો આધાર કાર્ડ યુઝ ન કરતા હોય તો વાંચી લો આ ખબર, નહી તો ફરીથી આવશે લાઇનમાં ઉભા રહેવાનો વારો

એલર્ટ! જો આધાર કાર્ડ યુઝ ન કરતા હોય તો વાંચી લો આ ખબર, નહી તો ફરીથી આવશે લાઇનમાં ઉભા રહેવાનો વારો

ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI) આધાર કાર્ડ જારી કરતી સંસ્થા છે. આધાર હવે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. નાણાકીય લેવડ-દેવડ અને સરકારની સામાજિક સુરક્ષા યોજનાઓમાં તેને ફરજિયાત બનાવવાના કારણે દરેક વ્યક્તિએ આધાર પોતાની પાસે રાખવું જરૂરી બની ગયું છે. UIDAIના અધિકારીઓએ જણાવ્યા મુજબ જો તમે તમારા આધારને સતત ત્રણ વર્ષ સુધી ઉપયોગમાં ન લો તો તે ડિએક્ટિવેટ થઇ જશે.

જો ગત ત્રણ વર્ષમાં તમારા આધારનો ઉપયોગ ન થયો હોય એટલે કે તમે કોઇ બેન્ક એકાઉન્ટમાં અથવા પાન કાર્ડ સાથે લિંક ન કર્યુ હોય અથવા તો ઇપીએફઓને આધાર ડિટેલ્સ આપવાની સાથે પેન્શન ક્લેમ કરવા જેવી અન્ય લેવડ-દેવડમાં ઉપયોગમાં ન લીધું હોય તો તમારુ આધાર કાર્ડ ડિએક્ટિવેટ થઇ શકે છે. એટલે કે તમારુ આધાર કાર્ડ બંધ થઇ શકે છે.

આ રીતે કરો આધારનું સ્ટેટસ ચેક

UIDAIની વેબસાઇટ uidai.gov.inના હોમપેજ પર આધાર સર્વિસીઝ ટેબ નીચે ‘વેરિફાઇ આધાર નંબર’નો ઓપ્શન જોવા મળશે. જેવું તમે વેરિફાય આધાર નંબર પર ક્લિક કરશો તેવું જ એક નવું પેજ ખુલશે. નવા પેજમાં તમારો આધાર નંબર અને કેપ્ચા વર્ડ નાંખ્યા બાદ વેરિફાય પર ક્લિક કરો. આમ કર્યા બાદ જો ગ્રીન કલરનું સાચાનું નિશાન આવે તો તેનો અર્થ છે તેમારુ આધાર એક્ટિવ છે.

ડિએક્ટિવેટ આધારને આ રીતે કરો એક્ટિવેટ

aadhar card

જો તમારુ આધાર એક્ટિવેટ ન હોચય તો તમારે સંબંધિત દસ્તાવેજો સાથે આશરે એનરોલમેન્ટ સેન્ટર જવું પડશે. તમારે ત્યાં આધાર અપડેટ ફોર્મ ભરવાનું રહેશે અને તમારા બાયોમેટ્રિક્સ ફરીથી લેવામાં આવશે અને તેને અપડેટ કરવામાં આવશે. અપડેશન બાદ તમારે એનરોલમેન્ટ સેન્ટરમાં 25 રૂપિયાની ફી ભરવાની રહેશે. આ પ્રક્રિયા દરમિયાન તમારે એક માન્ય મોબાઇલ નંબર પણ આપવો પડશે.

Read Also

Related posts

આ પાંચને ભોગ ધરાવવાનું ન ભૂલતાં, નહી તો તમારું શ્રાદ્ધ રહી જશે અધૂરુ

Bansari

ટ્રાફિકના નવા નિયમોને પાછા ખેંચવા માંટેની માંગ સાથે અમદાવાદ જનઆંદોલનની શરૂઆત

Kaushik Bavishi

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!