GSTV
Auto & Tech Gujarat Samachar Technoworld Trending

આઈફોન ખરીદવાનો શોખ હોય તો જલદી કરો, 1.19 લાખ રૂપિયામાં મળતો iPhone 13 Pro મળી રહ્યો છે સાવ સસ્તામાંઃ ખરીદવાની ઉત્તમ તક

iPhone

સ્માર્ટ ફોન એ લોકોની જરૂરિયાત બની ગઈ છે. ઈન્ટરનેટના યુગમાં સ્માર્ટ ફોન સામાન્ય બાબત છે ત્યારે હવે યુવાનોમાં આઈફોન હવે સ્ટેટસ સિમ્બોલ જેવું બની ગયું છે. યુવાઓ પોતાના મિત્ર સર્કલમાં એક રોફ જમાવવા અને બજારમાં પોતાનું સ્ટેટસ બતાવવા આઈફોન ખરીદતા હોય છે. ઘણાં લોકોમાં એવો ક્રેઝ છે કે એપ્પલનું નવં મોડલ લોન્ચ થતા જ તેનું બુકિંગ ચાલુ કરાવી દે છે. પરંતુ, iPhone ખૂબ જ મોંઘી પ્રોડક્ટ છે. iPhone 13 એ લેટેસ્ટ મોડેલ છે. આઈફોન 13ની શ્રેણીમાં iPhone 13 Mini, iPhone 13, iPhone 13 Pro અને iPhone 13 Pro Maxનો સમાવેશ થાય છે. iPhone 13 Pro Max આ શ્રેણીનું ‘ટોપ ઓફ ધ લાઇન’ મોડલ છે. તે જ સમયે, iPhone 13 Pro આ શ્રેણીમાં iPhone 13 Pro Maxની બરાબર નીચે આવે છે. આવી સ્થિતિમાં, જો તમે iPhone 13 Pro ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે અમે તમારા માટે આવી માહિતી લાવ્યા છીએ, જે તમારા માટે ઉપયોગી થઈ શકે છે.

હકિકતમાં એક iPhone 13 Pro માત્ર 16,500 રૂપિયામાં ઉપલબ્ધ છે. આમાં હેરાન થવાની જરૂર નથી. જે આઈફોન 13 પ્રોની વાત કરી રહ્યા છીએ , પહેલા આખી વાત જાણી લો. અમે જે iPhone 13 Pro વિશે વાત કરી રહ્યા છીએ તે ફેસબુક માર્કેટ પ્લેસ પર વેચાણ માટે ઉપલબ્ધ છે. અહીંથી તમે તેને માત્ર 16500 રૂપિયામાં ખરીદી શકો છો. આ માટે તમારે કંઈ ખાસ કરવાની જરૂર નથી. જો તમે તમારા ફેસબુક એકાઉન્ટ પર નજર નાખો, તો તમને ત્યાં માર્કેટ પ્લેસ જોવા મળશે, જે બધા યુઝર્સ માટે છે. અહીં તમને ઘણા શોપિંગ વિકલ્પો જોવા મળશે. એમાંથી iPhone 13 Pro પણ વેચાઈ રહ્યો છે. જે ફક્ત 16,500 રૂપિયામાં વેચાણ માટે ઉપલબ્ધ છે, જ્યારે નવા iPhone 13 Pro (128GB)ની MRP 1,19,900 રૂપિયા છે.

જણાવી દઈએ કે ફેસબુક માર્કેટ પ્લેસ એક ખુલ્લું પ્લેટફોર્મ છે, જ્યાં લોકો તેમની પ્રોડક્ટ્સ વેચી શકે છે અને ખરીદદારો તેમની જરૂરિયાત મુજબ તેમને ખરીદી શકે છે. જો કે, આ ઉત્પાદનો ખરીદતા પહેલા, કોઈપણ વ્યક્તિએ તેની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ જેથી કરીને કોઈપણ પ્રકારની છેતરપિંડીની શક્યતા ટાળી શકાય અથવા ઘટી શકે. અહીં ઘણી ફેક પ્રોડક્ટ પણ હોઈ શકે છે. જેથી ગ્રાહકોએ ખરીદી કરતા પહેલાં ખાસ સાવધાન રહેવું.

Related posts

અભ્યાસમાં ચોંકાવનારો દાવો : 66% ભારતીય પાયલોટ ફ્લાઇટ દરમિયાન ઉંઘી જાય છે પ્લેનમાં

GSTV Web Desk

યૂનિક નથી હોતા ઉર્ફી જાવેદનાં સુપરબોલ્ડ કપડાંસ, હોલિવુડ હિરોઇનની કરે છે સસ્તી નકલ

Hemal Vegda

રાખી સાવંતે હવે હેમા માલિનીને આપ્યો જવાબ, કહ્યું- હું બીજી સ્મૃતિ ઈરાની બનીશ

GSTV Web Desk
GSTV