GSTV
Gujarat Government Advertisement

જો Xiaomi કંપનીની કોઈ વસ્તું ખરીદવા જતા હોય તો આ જાણવું જરૂરી, થયો ભાવ વધારો

Last Updated on November 11, 2018 by

શાઓમીએ શનિવારે તેની અમુક પ્રોડક્ટનાં ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ ઉત્પાદનોમાં રેડમી 6 એ અને રેડમી 6 સ્માર્ટફોન્સ, કેટલાક ટીવી મોડેલ્સ અને પાવરબેંક મોડેલ્સનો સમાવેશ થાય છે. કંપનીએ ભાવમાં વધારો કરવા રૂપિયા (સતત આ વર્ષની શરૂઆતથી 15 ટકા ઘટાડો) માં સતત ઘટાડો થાય છે. એવું કારણ નોંધાવ્યું છે.

શાઓમી ઇન્ડિયાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર ભાવમાં વધારો થયો છે એની જાણ આપી છે. કંપનીએ કહ્યું છે કે ડોલરની સરખામણીમાં રૂપિયો લગભગ 15 ટકા ઘટ્યો છે. આ કિસ્સામાં, કંપનીના ઇનપુટ ખર્ચમાં પણ વધારો થયો છે. વધેલા ભાવો છે આ મુજબ, Xiaomi Redmi 6A (2 જીબી + 16 જીબી) ની કિંમત હવે 600 રૂપિયા વધીને 6,599 રૂપિયા થઈ ગઈ છે. લોન્ચ સમયે તેની કિંમત રૂ. 5,999 હતી.

તેમજ આ જ સ્માર્ટફોન (2 જીબી + 32 જીબી) 500 રૂપિયાના વધારા પછી રૂ. 7,499મા મળશે. પછી એન્ટ્રી લેવલ રેડમી 6 સ્માર્ટફોનની વાત કરીએ તો હવે તેની કિંમત 8,499 રૂપિયા થઈ ગઈ છે. આ સ્માર્ટફોનની કિંમતમાં પણ રૂ. 500 નો વધારો થયો છે. લોન્ચ સમયે, તેની કિંમત રૂ. 7,999 હતી. પરતું 3 જીબી / 64 જીબીની કિંમતમાં કોઈ ફેરફાર નથી. આ ફોન હજુ પણ 9, 499 રૂપિયામાં વેચવામાં આવશે.

આ ઉપરાંત, તાજેતરમાં લોન્ચ થયેલા Mi LED TVsના ભાવમાં પણ વધારો થયો છે. Mi LED TV 4C Pro 32-ઇંચ અને Mi LED TV 4A Pro 49-ઇંચની કિંમત અનુક્રમે રૂ. 15,999 અને રૂ. 31,999 થઈ છે. અનુક્રમે રૂ 1000 અને રૂ. 2000 નો વધારો થયો છે.

છેવટે,10000mAh Mi Power Bank 2i વિશે વાત કરીએ તો તે હવે 100 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. ગ્રાહકો હવે તેને રૂ. 899મા ખરીદી શકશે. આ બધી કિંમતો 11 મી નવેમ્બરે અમલમાં આવી છે.

Gujarat Government Advertisement

Related posts

સાચવજો/ સમાજની બેઠકોમાં મનફાવે તેવા નિર્ણયો લેતા હો તો ચેતજો, હાઈકોર્ટ બગડી આપ્યા આ નિર્દેશો

Damini Patel

હવે રસ્તા અને પુલ બનવવામાં એન્જીનીયરે નહિ રાખ્યું ક્વોલિટીનું ધ્યાન તો NHAI કરશે આ અધિકારીઓ પર કડક કાર્યવાહી

Damini Patel

મોટી દુર્ઘટના: ચીનની માર્શલ આર્ટ સ્કૂલમાં ભીષણ આગ ફાટી નિકળી, 18 લોકોના ઘટનાસ્થળે થયાં મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!