હરવું-ફરવું દરેક લોકોને પસંદ હોય છે, પરંતુ કેટલાક લોકો ફરવાની સાથે એડવેન્ચર વસ્તુ કરવાના પણ શોખીન હોય છે. જો તમને પણ એડવેન્ચર પસંદ છે તો દુનિયાની આ 7 જગ્યા પર જરૂર જાવ. વિશ્વાસ નહી કરો કે, આ જગ્યા પર એડવેન્ચર એક્ટિવિટીજનો અનુભવ તમને જિંદગીભર યાદ રહેશે. તો આવો જાણીએ તેના વિશે…

ગ્રેટ બૈરિયર રિફમાં સ્વિમિંગ કરવું
એડવેંચરના શોખીનોની યાદીમાં આ પ્રથમ નંબર પર હોય છે. ગ્રેટ બેરિયર રીફમાં 1,500 થી પણ વધારે પ્રજાતીવાળી માછલીઓ અને કોરલ રીફ છે. નાની-નાની માછલીઓની વચ્ચે અહીંયા સ્વિમિંગ અને સમુદ્રની અંદરની સુંદરતાના નજારા તમને ઘણા સારા લાગે છે.

માઉન્ટ એવરેસ્ટ પર ચઢવું
એડવેન્ચરના શોખીન લોકોને એવરેસ્ટ પર ચઢવાનું ઝુનુન હોય છે. જો તમને પણ એડવેન્ચર પસંદ છે અને તમારી પાસે પર્યાપ્ત સમય છે તો ફરી એક વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કરવાની કોશિશ કરો. આ એક એવો અનુભવ હોય છે જે એડવેન્ચરમાં રસ ન દાખવનાર લોકોને પણ ઘણો સારો લાગે છે.

દુનિયાનો સૌથી ઉંચો ક્લિફ જંપ
જો તમને ક્લિફ જંપ કરવાનું પસંદ છે તો દુનિયાની સૌથી ઉંચા પહાડ પર જઈને તેનો અનુભવ જરૂરથી લો. ન્યૂઝીલેન્ડના ક્વીંસટાઉનમાં દૂર-દૂરથી ટૂરિસ્ટ તેનો લુત્ફ લેવા માટે આવે છે. અહીંયાનું શોટઓવર કૈનિયન સ્વિંગ દુનિયાનું સૌથી ઉંચુ ક્લિફ જંપ છે. અહીંયા 650 ફુટની કેબલ થકી તમે નદીમાં છલાંગ લગાવી શકો છો.
દ ગ્રેટ વોલ ઓફ ચાઈનમાં ટ્રેકિંગ
દ ગ્રેટ ઓફ ચાઈના દુનિયાની 7 અજાબીયોમાંથી એક છે. દર વર્ષે અહીંયા કરોડો પર્યટક આવે છે. ટ્રેકિંગ કરવામાં અહીંયાની દરેક દિવાલનો પોતાનો એક અલગ અનુભવ છે. ટ્રેકિંગ દરમિયાન અહીંયા તમને ઘણી એવી જગ્યા મળી જશે જ્યાં સામાન્ય રીતે લોકો જઈ શકતા નથી. અહીંયા આવીને ફોટો લેવો તમારા માટે હંમેશા યાદગાર બની રહેશે.
દુબઈમાં સ્કાઈડાઈવિંગ
જો તમે સ્કાઈડાઈવિંગના શોખીન છો તો દુબઈમાં તેને જરૂર ટ્રાઈ કરો. ટ્રેંડ પ્રશિક્ષકોની મદદથી કરવામાં આવેલ ફ્રી કોલ તમને યાદગાર અનુભવ આપશે. તે માટે તમારે કેટલાક ખાસ નિયમોનું પાલન કરવાનું રહેશે.
નોર્દન લાઈટ્સમાં સોનું
નોર્દન લાઈસ્ટની રંગબેરંગી રોશનીમાં સોનું એક એવો અનુભવ છે જેને શબ્દોમાં વર્ણવી શકાતો નથી. નોર્દન લાઈટ્સ જોવા માટે લોકો દૂર-દૂરથી નોર્વે, સ્વીડન અને ફિનેલેન્ડ જેવા દેશમાં આવે છે. નોર્દન લાઈટ્સ મૌસમની સ્થિતિ, સ્થાન અને વર્ષના સમય પર આધાર રાખે છે. જો તમારે આ દુર્લભ ર્દશ્યનો આનંદ લેવાનો છે તો મૌસમનું પૂર્વાનુમાન જાણીને જાવ.
સહારામાં સેન્ડર સર્ફિંગ
સહારા રેગિસ્તાનના ટીલા પર દુનિયાભરમાંથી લોકો એક્ટીવિટી માટે આવે છે. અહીંયા સર્ફિગ અને સેન્ડબોર્ડિંગ કરી પોતાનામાં અનોખો અનુભવ છે. સર્ફિગ દરમિયાન તમે અહીંયાના જંગલી વિસ્તારનો લુત્ફ ઉઠાવી શકો છો. અહીંયા સર્ફિગ અને સેન્ડબોર્ડિંગનો આનંદ દરેક ઉંમરના લોકો ઉઠાવી શકે છે.
READ ALSO
- સ્ટેડિયમના નામ પર વાંધો : સુબ્રહ્મણ્યમ સ્વામીની રૂપાણી સરકારને સલાહ, પીએમ નરેન્દ્ર મોદીનું નામ પાછું લઈ ભૂલ સુધારવી જોઈએ
- આસામ/ ભાજપને અહીં ‘ગ્રાન્ડ અલાયન્સ’ આપશે ટક્કર, 2016માં કોંગ્રેસને પછાડી ભાજપે જીતી હતી 60 સીટો
- તામિલનાડુ : ભાજપને નથી રસ કારણ કે નથી વાગતો ગજ, આ પાર્ટીનો છે અહીં રહે છે દબદબો
- વેપારીઓનું ભારત બંધ: શશિ થરૂરે દોરડા વડે ઓટો રીક્ષા ખેંચી વિરોધ નોંધાવ્યો, કેરલમાં વિરોધનો છે આવો નજારો
- યુસુફ પઠાણે ક્રિકેટ જગતમાંથી લીધો સંન્યાસ, સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ