GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

ખેતીમાં પ્રયોગ કરતાં રહો તો કોઈ દિવસ નસીબ જયેશભાઈ જેવું પણ નીકળે

ખેતીમાં અવનવા પ્રયોગો સાથે હવે ખેડૂતો મિશ્ર પાક પદ્ધતિ તરફ વળ્યા છે. ખેતીમાં એક પાકનું વાવેતર કરવા કરતા સહજીવી પાકનું વાવેતર હોય તો બધા પાક સારી રીતે ઉછરી શકે છે. એકબીજાને નુકસાન પહોંચાડતા હોય કે વિકાસમાં મુશ્કેલી ઊભી થાય તેવા પાક ન કરવા જોઈએ. આજે આપણે બાગાયતી પાક તેમજ હળદર સાથે મરચાં અને મગફળીનો મિશ્ર પાક લેવા ઉપરાંત ખેતીની તમામ પેદાશોમાં મૂલ્યવર્ધન અપનાવતા ખેડૂતના ખેતરની મુલાકાત કરીએ.

સંયુક્ત કુટુંબમાં રહે છે જયેશભાઈ

ગોંડલ તાલુકાના રામોદના જયેશભાઈ ડાહ્યાભાઈ પટેલ જેઓ સંયુક્ત કુંટુંબ ધરાવતા જયેશભાઈ સહિત ત્રણેય ભાઈઓએ સાથે મળીને ગાય આધારિત ખેતી સાથે મિશ્ર પાક પદ્ધતિ અને મૂલ્યવર્ધનના પ્રયોગે આવકના દ્વાર ખોલ્યા છે. ચાલુ સિઝનમાં વ્રજરાજ ફાર્મમાં તેઓએ હળદર સાથે મરચાં અને મગફળીનું વાવેતર કર્યું છે. તો જામફળીના ૩ વીઘાના બાગમાં પણ તેઓએ મગ અને મકાઈ મિશ્ર પાક તરીકે લીધા છે.

આ વર્ષે પણ ફળનું ઉત્પાદન ચાલુ જ છે

જયેશભાઈએ જામફળીનું ૩ વીઘામાં વાવેતર કરતાં ૩૫૦ રોપા લગાવ્યા છે. હાલ આ ત્રીજું વર્ષ છે. ગતવર્ષે પહેલો ફાલ લીધો હતો. જેમાં વરસાદ અને પાણીનો અભાવ હોવા છતાં થડદીઠ ૨૦ કિલો ઉત્પાદન લીધું હતું. આ વર્ષે ફળનું બંધારણ ચાલુ જ છે. હજુ તેનો ગ્રોથ થશે અને શિયાળામાં ઉત્પાદન આવશે. હાલમાં છોડ પર લાગેલાં ફળ જોતાં એક થડદીઠ ૩૦ કિલો ઉત્પાદન રહેવાનો અંદાજ છે. આમ જામફળને જરૂરી નાઈટ્રોજન તેના સહજીવી પાકની મદદથી મળી રહેતાં કોઈ ખાતર આપવા પડતા નથી.

મિક્સ ક્રોપનો શું થાય છે ફાયદો ?

આ સિવાય જયેશભાઈએ અન્ય જમીનમાં હળદર, મરચાં અને મકાઈનો મિશ્ર પાક લીધો છે. આ ત્રણેય ક્રોપ પણ એકબીજાને ફાયદાકારક રહે છે. મગફળીનો છોડ ઝડપથી મોટો થયા પછી ખેતરમાં કોઈ જાતનું નીંદણ આવતું નથી. મગફળી નાઈટ્રોજન ફિક્સીંગનું પણ કાર્ય કરી હળદરને પૂરો પાડે છે. જેથી પૂર્તિ તરીકે ખાતર આપવું પડતું નથી. મગફળીનો પાલો ગાયને ખવડાવે છે. આ સિવાય હળદર અને મરચાંના રોપ એક સરખી હાઈટમાં સાથે ઉછરે છે.

જયેશભાઈના ખેતરમાં છે 7 ગાયો

સૌરાષ્ટ્રમાં ગાય આધારિત ખેતીનો વ્યાપ વધ્યો છે. જયેશભાઈના વ્રજરાજ ફાર્મમાં ૭ ગીર ગાયો છે. જેના ગૌમૂત્ર અને છાણનો તેઓ ખેતીમાં ઉપયોગ કરે છે. જીવામૃત ઉપરાંત વર્મિ કમ્પોસ્ટ યુનિટમાં તેઓએ ટાંકી એવી રીતે બનાવી છે કે જીવામૃતને તેઓ વર્મિ યુનિટમાં નાંખે છે. પરિણામે અળસિયાં પરથી જીવામૃત પસાર થઈને સીધું નીચે સંગ્રહ ટાંકીમાં જાય છે. આ ટાંકીમાં વર્મિવોશયુક્ત જીવામૃતનો ડ્રિપમાં તેમજ છંટકાવ દ્વારા ઊભા પાકમાં આપે છે. અત્યાર સુધીમાં પાકમાં તેઓને કોઈ જાતની દવાઓ છાંટવાની જરૂર પડી નથી. જમીન તંદુરસ્ત હોય તો પાકમાં મુશ્કેલી પડતી નથી. ખેતીમાં પેદા થતી તમામ વસ્તુઓ જેવી કે, હળદર, મરચું, મગફળી, તલ, જામફળ વગેરેનું સીધું ગ્રાહકોને વેચાણ કરશે. હાલ તો સાવ ઓછા ખર્ચમાં તૈયાર થતી સુભાષ પાલેકર પ્રાકૃતિ ખેતી જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે. જેમને તેઓ માહિતી પણ પૂરી પાડે છે.

READ ALSO

Related posts

ગાય-ભેંસના એક કિલો છાણના સરકાર રૂપિયા 2 ચૂકવશે, પશુપાલકો માટે ફાયદાની છે આ યોજના

Dilip Patel

10 લાખ હેક્ટરમાં બનશે હર્બલ કોરિડોર : 7,000 નવી ઔષધિય પ્રજાતીઓ રોપશે સરકાર, 4,000 કરોડ ફાળવ્યા

Dilip Patel

છવાઇ ગયું ‘દિલ બેચારા’નું આ સૉન્ગ, સુશાંત-સંજનાનો રોમેન્ટિક અંદાજ તમે જોયો કે નહીં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!