GSTV

Types Of Chapati : ઘઉંની રોટલી ખાઈને કંટાળી ગયા છો, તો મોંનો સ્વાદ બદલવા માટે ટ્રાય કરો આ 2 પ્રકારની રોટલી

Last Updated on November 13, 2021 by Vishvesh Dave

જો તમે રોજ-રોજ ઘઉંની રોટલી ખાઈને કંટાળી ગયા હોવ તો આજે અમે તમારા મોંનો સ્વાદ બદલવા માટે બે અલગ-અલગ પ્રકારની રોટલી બનાવવાની રેસિપી લઈને આવ્યા છીએ, જે માત્ર સ્વાદમાં જ સારી નથી, પરંતુ અનેક પૌષ્ટિક ગુણો પણ ધરાવે છે. તે પોષક તત્વોથી ભરપૂર છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આ ઉપરાંત તેને ઘઉંની રોટલીની જેમ બનાવવી પણ ખૂબ જ સરળ છે, તો ચાલો જાણીએ મિસ્સી અને નાન બનાવવાની રેસિપી-

Naan Recipe | How to make Naan Bread » Dassana's Veg Recipes

1.મિસ્સી રોટી

મિસ્સી રોટી બનાવવા માટેની સામગ્રી-

-ઘઉંનો લોટ

-બેસન

-અજમો

-ડુંગરી

-હીંગ

-હળદળ

-કસૂરી મેથી

-ધાણાજીરું

-મીઠું

મિસ્સી રોટી બનાવવાની રીત-

તમે સામાન્ય રોટીની જેમ જ મિસ્સી રોટી પણ બનાવી શકો છો. તેના માટે તમે ઘઉંનો લોટ અને બેસનને મિક્સ કરો. પછી તેમાં બાકીની બધી સામગ્રી ઉમેરી લો અને તેનો લોટ બાંધો. આ પછી, તમે રોટલી બનાવો અને તેને માખણ અથવા ઘી લગાવીને ખાઓ.

  1. નાન

નાન બનાવવાની સામગ્રી-

-મેદો

-હળવી ખાંડ

-બેકિંગ સોડા

-બેકિંગ પાવડર

-મીઠું

-તાજું જાડું દહી

-તેલ

-લોટ બાંધવા માટે ગરમ પાણી

નાન બનાવવાની રીત-

આને બનાવવા માટે તમારી બધ્ધી સામગ્રીને મિક્સ કરીલો. પછી ગરમ પાણીથી સોફ્ટ લોટ બાંધી લો. તેના પછી તમે આ લોટને બે કલાક માટે ભીના કપડાંમા ઢાંકીને કોઈ ગરમ સ્થાન પર રાખો. બે કલાક પછી એકવાર ફરી તેને ગૂંથો તેના પછી તમે લોટની અંડાકાર રોટણીઓ વણી તવી પર સારી રીતે સેકી લો. તવી ઉપર નાખી હલકું પાણી લગાવો જેથી તે તવી ઉપર ચોંટે નહિ.

ALSO READ

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ભ્રષ્ટ ગેહલોત સરકાર શરુ કરી દે કાઉન્ટડાઉન, વર્ષ 2023માં બહુમતી સાથે બનશે ભાજપની સરકાર : અમિત શાહ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!