GSTV

જાણવા જેવુ / બેદરકારી પડી શકે છે ભારે, નવો બિઝનેસ શરુ કરતા પહેલા એકવાર જાણી લો GST ના આ નિયમો

Last Updated on November 29, 2021 by GSTV Web Desk

GST લાગુ થયા બાદ બધી જ ચીજવસ્તુઓ અને સેવાઓ પર જીએસટી ચાર્જ ચૂકવવો પડે છે. સરકારે પેટ્રોલ અને ડીઝલ સહિતની અમુક વસ્તુઓને હાલ જીએસટીના દાયરામાંથી દૂર રાખી છે.આ ઉપરાંત GST એકત્રિત કરવા માટે અમુક વિશેષ પ્રકારના નિયમો પણ બનાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે કોઈ નાનો ધંધો શરુ કરી રહ્યા છો પરંતુ, તમારી પાસે વ્યવસાય નો જીએસટી નંબર નથી તો તમને આવનાર સમયમા નુકસાન થઈ શકે છે.

વ્યવસાય શરુ કરવા શા માટે છે GST નંબર જરૂરી :

ભારતમાં વ્યવસાય કરતા મોટાભાગના લોકો પાસે જીએસટી નંબર છે, જે અંતર્ગત તે જીએસટી વસૂલે છે અને તેને સરકાર પાસે જમા કરાવે છે. જો તમે વ્યવસાય શરુ કર્યો ને તમારી પાસે જીએસટી નંબર નથી તો પણ તમારે વસ્તુની ખરીદી સમયે અન્ય જીએસટી વાળા વેપારીને તો ટેક્સ ચૂકવવો જ પડશે પણ તે માલના વેંચાણ પર તમે સામેવાળા વ્યક્તિ પાસેથી જીએસટી વસૂલી શકતા નથી કારણકે, તમારી પાસે જીએસટી નંબર જ નથી.

GST

20 લાખથી વધુના વાર્ષિક વ્યવસાય માટે ફરજિયાત છે GST નંબર :

આવા સંજોગોમાં તમે ન તો માલ ખરીદનાર પાસેથી જીએસટી પાછો લઇ શકો છો કે ન તો તમારા ગ્રાહક પાસેથી જીએસટી વસૂલ કરી શકો છો. તેના માટે કોઈ જ પ્રકારનો નિયમ નથી. જો તમે માલ ખરીદવાના બદલામાં જીએસટી ચૂકવી રહ્યા છો અને માલ વેચવાના બદલામાં જીએસટી પણ વસૂલવા માંગો છો તો તમારે ફરજિયાતપણે તમારા બિઝનેસનો જીએસટી નંબર લેવો પડશે. જો તમારું બિઝનેસ ટર્નઓવર વાર્ષિક 20 લાખથી વધુ હોય તો તમારે ફરજિયાતપણે જીએસટી લેવો પડે છે નહીંતર તમારી સામે કાનૂની કાર્યવાહી થઈ શકે છે.

GST

માલ અને સેવાઓ માટે લેવામાં આવેલા જીએસટીના બે સમાન હિસ્સાઓ પાડવામાં આવે છે. તેનો એક ભાગ કેન્દ્ર સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવે છે, જેને સીજીએસટી કહેવામાં આવે છે અને તેનો બીજો ભાગ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે જેને એસજીએસટી તરીકે ઓળખવામા આવે છે. આનો સીધો અર્થ એ થયો કે, જો તમે કોઈ ચોક્કસ સ્થળે કોઈ માલ કે સેવા લો છો તો તમારે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારને ટેક્સ ચૂકવવો પડશે.

Read Also

Related posts

ભારત વિરોધી અપપ્રચાર કરતા સોશિયલ મીડિયા એકાઉન્ટ સામે આકરી કાર્યવાહી, યુટયૂબ ચેનલ, વેબસાઈટ બંધ કરાઈ

Damini Patel

જાણવા જેવુ / કોરોનાના ત્રણ પ્રકારના હોય છે દર્દીઓ, જાણો કોને કેવી રાખવી પડશે સાવચેતી…?

GSTV Web Desk

ચિંતાનો વિષય / શીત-યુદ્ધની સંભાવના બની પ્રબળ, બ્રિટને આપી રશિયા અને ચીન પ્રમુખને સ્પષ્ટ ચેતવણી

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!