GSTV

કામની વાત/ જો તમે પણ રાશન કાર્ડમાં જોડવા માંગો છો નવા મેમ્બરનું નામ તો કરો આ કામ, એક ક્લિકે જાણો પ્રોસેસ

રાશન

Last Updated on September 15, 2021 by Bansari

રાશન કાર્ડ દ્વારા જ સરકાર પોતાના રાજ્યમાં રહેતા ગરીબ પરિવારોને રાશન પૂરુ પાડે છે. રાશન કાર્ડ દ્વારા જ કોઇ ગરીબને રાશન આપવામાં આવે છે. રાશન કાર્ડનો ઉપયોગ અનેક જગ્યાઓ પર આઇડી પ્રુફ તરીકે પણ માન્ય કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે એલપીજી કનેક્શન, ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા વગેરેમાં. તેને એડ્રેસ પ્રુફ તરીકે પણ માન્ય ગણવામાં આવે છે. પરંતુ અગીં ધ્યાન આપવાની વાત એ છે કે રાશન કાર્ડ સૌકોઇનું ન બની શકે. આ એક નિશ્વિત આવક ધરાવતા વર્ગ માટે જ હોય છે. જેની મર્યાદા અલગ અલગ રાજ્યમાં અલગ અલગ હોય છે. આ ઉપરાંત તમે રાશન કાર્ડમાં નવા સભ્યનું નામ પણ જોડી શકો છો.

જો તમારા ઘરમાં કોઈ નવો સભ્ય સામેલ થયો હોય, જેમ કે પરિવારમાં બાળકનો જન્મ થયો હોય અથવા નવી વહુ આવી હોય, તો તમે તેનું નામ રાશન કાર્ડમાં ઉમેરી શકો છો, આ માટે તમારે આ સરળ પ્રક્રિયાને અનુસરવી પડશે .

રાશન

નવા સભ્યનું નામ ઉમેરવા માટે માહિતી અહીં આપવી પડશે

રાશનકાર્ડમાં નવા સભ્યનું નામ ઉમેરવા માટે, તમારે તમારા આધાર કાર્ડમાં સુધારો કરવો પડશે. ઉદાહરણ તરીકે, જો કોઈ છોકરી લગ્ન બાદ પોતાની અટક બદલી લે તો તેણે તેના પિતાના બદલે તેના આધાર કાર્ડમાં તેના પતિનું નામ ભરવું પડશે અને નવું સરનામું અપડેટ કરવું પડશે. આ પછી, નવા આધાર કાર્ડની વિગતો પતિના વિસ્તારમાં હાજર ફૂડ વિભાગના અધિકારીને આપવાની રહેશે.

જો તમે ઇચ્છો તો, ઓનલાઇન વેરિફિકેશન પછી પણ તમે નવા સભ્યનું નામ ઉમેરી શકો છો. આમાં, તમારે જૂના રાશન કાર્ડમાંથી નામ કાઢીને નવા રાશનકાર્ડ માટે અરજી કરવી પડશે. આ બધા માટે તમારો નંબર રજીસ્ટર થવો જોઈએ. આ માટે, તમારે રાજ્યના ખાદ્ય પુરવઠાની ઓફિશિયલ સાઇટ પર જવું પડશે.

રાશન

આ ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે

  • બાળકનું નામ ઉમેરવા માટે, ઘરના વડાનું રાશન કાર્ડ (ફોટોકોપી અને અસલ બંને), બાળકનું જન્મ પ્રમાણપત્ર અને બાળકના માતાપિતા બંનેના આધાર કાર્ડની જરૂર પડશે.
  • પુત્રવધૂનું નામ ઉમેરવા માટે, માતાપિતાના ઘરમાં જે રાશનકાર્ડ હતું તેમાંથી નામ કાઢવાનું પ્રમાણપત્ર, લગ્નનું પ્રમાણપત્ર (મેરેજ સર્ટિફિકેટ), પતિનું રાશનકાર્ડ (ફોટોકોપી અને અસલ બંને) અને મહિલાનું આધાર કાર્ડ આપવુ પડશે.

Read Also

Related posts

દિવાળી પહેલા 12 લોકોને સરકાર આપશે મોટી ભેટ! બેંક ખાતામાં આવશે આટલા હજાર રૂપિયા

Zainul Ansari

આ છે વિશ્વના પાંચ એવા બ્રીજ જેને ઓળંગવા માટે જીવ હથેળી પર લઇને પડે છે ફરવું, જો તમે છો રોમાંચના શોખીન તો એકવાર જરૂર લો મુલાકાત…

Zainul Ansari

સારા સમાચાર! સરકાર તમામ ખેડૂતોને આપશે કિસાન ક્રેડિટ કાર્ડ, અહીં અરજી કરો અને મેળવો લાભ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!