GSTV

વાસ્તુ ટિપ્સ/ તમે પણ આવા કામ કરતાં હોય તો તરત જ છોડી દો, નહીંતર ગરીબી તરફ ધકેલાતા વાર નહીં લાગે

પર્સ

Last Updated on September 21, 2021 by Bansari

સારા જીવન માટે પૈસા ખૂબ મહત્વના છે અને તેને મેળવવા માટે લોકો શું શું કરે છે. આ પછી પણ, ઘણી વખત વ્યક્તિના જીવનમાં પૈસાની તંગી રહે છે. તમારા પર ધનની દેવી લક્ષ્મીની કૃપા બની રહે તે માટે તમારે તે કામ કરવાનું ટાળવુ જોઈએ જે તેને પસંદ નથી. આજે આપણે કેટલીક એવી આદતો વિશે જાણીએ જેના કારણે લક્ષ્મીજી નારાજ થઇ જાય છે અને ઘરમાં ગરીબી આવે છે. વાસ્તુશાસ્ત્રમાં આ આદતોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.

તુરંત બદલો આ આદતો

રસોડામાં ગંદકી રાખવી:

રસોડું હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. આ સાથે સમૃદ્ધિ પણ રહે છે અને બિમારીઓ પણ દૂર રહે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં ગંદા વાસણો રાખવાથી આર્થિક સમસ્યાઓ આવે છે.

બાથરૂમમાં ડોલ ખાલી રાખવી:

બાથરૂમમાં ખાલી ડોલ રાખવી અથવા રસોડામાં પીવાના પાણીના વાસણો ખાલી રાખવા અશુભ છે. આનાથી ધનની કમી થાય છે.

પથારી પર બેસીને ભોજન કરવું:

વાસ્તુ

ઘણા લોકો પથારી પર બેસીને કામ કરે છે, ત્યાં બેસીને ટીવી જોતા હોય છે અને કંઇક ખાતા હોય છે. ઘરેથી કામ કરતી વખતે લોકોની લાઇફ સ્ટાઇલ ઘણી બદલાઈ ગઈ છે. જો તમે પણ આવું કરો છો તો તરત જ તમારી આદત બદલો. પથારી પર બેસીને ખાવાથી વ્યક્તિ દેવામાં ડૂબી જાય છે.

સાંજે ખાટી વસ્તુઓ ન આપો:

સૂર્યાસ્ત સમયે અને તે પછી કોઈને દહીં, અથાણું, મીઠું ન આપો. આમ કરવાથી તમે ગરીબ બની શકો છો.

Read Also

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!