GSTV
Gujarat Government Advertisement

શું તમે તમારો મોબાઈલ વારંવાર જુઓ છો? તો આ બીમારીનો શિકાર હોઈ શકો

Last Updated on July 25, 2019 by

શું તમને વારંવાર ફોન ચેક કરવાની આદત છે? તમારા ફોનની બેટરી ઓછી થઈ જાય છે અથવા ફોનનું નેટવર્ક જતું રહે છે. તો તમને ગભરામણ થવા લાગે છે અથવા પરેશાન થઈ જાવ છો? જો આ પ્રકારનું રિએક્શન થતું હોય તો તમે એક બીમારીના શિકાર છો.

આ બીમારીનું નામ છે. નોમોફોબિયા. નોમોફોબિયા એટલે નો-મોબાઈલ-ફોન-ફોબિયા. યુકેમાં તેને લઈને એક સ્ટડી કરવામાં આવી છે. જેનાથી ખ્યાલ આવ્યો છે કે કુલ મોબાઈલ ફોન યુઝર્સમાંથી 53 ટકા એવા છે જેની પાસે ફોન નથી તો તેમને એંક્ઝાઈટી થવા લાગે છે. વધુ એક સ્ટડીમાં જાણવા મળ્યું છે કે 60 ટકા લોકો સવારે ઉઠીને સૌથી પહેલા ફોન ચેક કરે છે.
નોમોફોબિયાના લક્ષણો
-શ્વાસ લેવામાં તકલીફ
-કંપવાનો અનુભવ
-ગુસ્સો આવવો
-મન ન લાગવું
-ધબકારા વધી જવા

એ ઉપરાંત કેટલાક ઈમોશનલ લક્ષણો પણ છે
ડિપ્રેશન, ગભરામણ થવી, ડર, કોઈક પર નિર્ભર રહેવું, આત્મવિશ્વાસ ઓછો થઈ જવો, એકલતાનો અહેસાસ થવો

કરો આ રીતે ઉપાય
આ એક પ્રકારની લત છે જેમાંથી બહાર નીકળવું અઘરું છે. પરંતુ તેની સામે લડવાથી આ બીમારીથી બચી શકાય છે. તમારી નોટિફિકેશનને બંધ કરી દો, સોશિયલ મીડિયા એપ્લિકેશનને મ્યૂટ કરી દો, લિમિટેડ ઈન્ટનેટ પ્લાન લો, એક ફીચર ફોન રાખો જેનાથી આ બધી વસ્તુઓથી બચી શકો, જ્યાં સુધી તમને આ આદત છુટે નહીં ત્યાં સુધી ફોન સ્વીચ ઓફ રાખો. આ સામાન્ય રીતને આપનાવી તમે નોમોફોબિયાથી બચી શકો છો. આ સમસ્યા કોઈપણ ઉપાય કર્યા વગર છૂટી જાય તો તેનું સારું પરિણામ આવી શકે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!