GSTV
Gujarat Government Advertisement

અમે માત્ર 15 કરોડ રસ્તા પર ઉતરીશું તો 100 કરોડને ભારે પડીશું, આ સાંસદે મર્યાદા ઓળંગી

Last Updated on February 20, 2020 by Mansi Patel

એઆઈએમઆઈએમના નેતા વારિસ પઠાણે વિવાદિત નિવેદન આપ્યું છે. જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વારિસ પઠાણ કહેતા સંભળાય છે કે દેશમાં અમે માત્ર 15 કરોડ જ છીએ પરંતુ જો અમે રસ્તા પર ઉતરી જઈએ તો દેશના 100 કરોડ લોકોની બહુમતી વસ્તી પર ભારે પડી શકીએ છીએ.

વારિસ પઠાણે વધુમાં કહ્યું કે તેઓ આપણાં પર આરોપ લગાવે છે કે અમે આપણી મહિલાઓને આગળ રાખીએ છીએ, હજુ સુધી તો સિંહણ જ બહાર આવી છે અને તમારો પરસેવો છુટી ગયો છે. ત્યારે તમે સમજી શકો છો કે જો અમે બધાં એક સાથે આવી જશું તો શું થઈ શકે છે. કર્ણાટકના ગુલબર્ગામાં વારિસ પઠાણે આ પ્રકારનું વિવાદિત નિવેદન આપ્યું છે.

પહેલાં પણ આપ્યુ છે વિવાદિત નિવેદન

આ પહેલો પ્રસંગ નથી જ્યારે એઆઈએમઆઈએમના નેતાઓએ આ પ્રકારનું વિવાદિત નિવેદન આપ્યું છે. આ પહેલાં પણ આ પાર્ટીના નેતાઓ વિવાદિત નિવેદનો આપતાં રહે છે. વારિસ પઠાણ પૂર્વ એમએલએ છે અને હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાયખલા સીટ પરથી ચૂંટણી લડ્યા હતા જ્યાં તેઓ હારી ગયા હતા. ઉલ્લેખનીય છેકે,કે સીએએ (નાગરિકતા સુધારો અધિનિયમ) અંગે દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. દિલ્હીના શાહીન બાગમાં છેલ્લા 68 દિવસથી વિરોધીઓ આનો વિરોધ કરી રહ્યા છે અને દેશના અનેક સ્થળોએ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!