GSTV

‘ભોજન પર કાપ મુકીશું તો મોંઘવારી જતી રહેશે’, પીઓકેના મંત્રી અલી અમીનની લોકોને સલાહ

મોંઘવારી

Last Updated on October 14, 2021 by Damini Patel

પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકારના એક મંત્રીએ મોંઘવારી સામે લડવા માટે વિચિત્ર સલાહ આપી છે. પીઓકે મામલાના મંત્રી અલી અમીને લોકોને સલાહ આપી હતી કે મોંઘવારીથી બચવા લોકોએ ખાવાનું ઓછુ કરી દેવું જોઇએ.

ચામાં ખાંડ ઓછી નાખો, ઓછી રોટલીઓ આરોગો, દેશ માટે કુરબાની આપો તેવી સલાહ

સાથે આ મંત્રીએ એમ પણ કહ્યું હતું કે લોકોએ આ સમયે દેશ માટે કુરબાની આપવી જોઇએ અને ખાવાનું ઓછુ કરી દેવું જોઇએ. મંત્રીની આ હાસ્યાસ્પદ સલાહ બાદ પાકિસ્તાનના નાગરિકો પણ ભડક્યા હતા અને મંત્રીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કર્યા હતા. મંત્રીએ કહ્યું હતું કે લોકોએ ઓછી રોટલી ખાવી જોઇએ. સાથે જ ચામા ઓછી ખાંડ નાખવી જોઇએ.

શું કહ્યું મંત્રીએ

એક સભાને સંબોધતા આ મંત્રીએ કહ્યું કે જો હું ચામાં ખાંડના ૧૦૦ દાણાના બદલે ૯૦ દાણા નાખુ તો શું તેની મિઠાસ ઓછી થઇ જશે. શું આપણા દેશ માટે આપણે આટલી પણ કુરબાની ન આપી શકીએ. રોટલીના ૧૦૦ કોળીયા ખાવ તો તેમાં નવ કોળીયા ઓછા પણ ન કરી શકું શું? આ જ પ્રકારની સલાહ અગાઉ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ પણ ૧૯૯૮ના પરમાણુ પરીક્ષણ બાદ આપી ચુક્યા છે.

Read Also

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!