બિહારમાં ભાગલા : કુશવાહા મોદીને છોડી હવે રાહુલ પાસે પહોંચ્યા, આજે ફાયનલ થશે સીટોની વહેંચણી

બિહારમાં બેઠકોની વહેંચણીમાં એનડીએમાં તડા પડ્યા છે. આરએલએસપીએ એનડીએ છોડ્યા બાદ હવે એલજેપી પણ ભાજપથી નારાજ છે. જેઓએ ભાજપને સ્પષ્ટતા કરવા માટે 7 દિવસનો સમય આપ્યો છે. વર્ષ 2014માં સાથ આપનાર સાથી પક્ષો ભાજપથી અલગ થઈ રહ્યાં છે જેનું મુખ્ય કારણ જેડીયું છે. હાલમાં બિહારમાં ભાજપ અને જેડીયુંની સરકાર છે. જેઓ એક પણ બેઠક હવે વહેંચવા માગતા નથી. જેને પગલે એનડીએમાં બિહારમાં તડા પડ્યાં છે. હવે એનડીએમાંથી અલગ થયેલા આરએલએસપીએ મહાગઠબંધનમાં જોડાવાનો નિર્ણય લીધો છે. જેને મહાગઠબંધને હોંશે હોંશે સ્વીકાર્યું છે. મહાગઠબંધન વિશે આરજેડી નેતા તેજસ્વી યાદવે કહ્યું કે, સાંજ સુધીમાં બધુ નક્કી થઈ જશે. ઉપેન્દ્ર કુશાવાહ દેશનું ભલુ ઈચ્છે છે અને તેથી જ અમે તેમને બોલાવ્યા છે. ક્ષેત્રીય દળોને ખતમ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હવે તો LJP પણ એનડીએ સાથે ખુશ નથી.

બિહારમાં આ મહાગઠબંધન થવાની સંભાવના

બિહારમાં મહાગઠબંધનની ફોર્મ્યૂલા લગભગ નક્કી જેવી થઈ ગઈ છે. આ મહાગઠબંધનમાં ઉપેન્દ્ર કુશાવાહની પણ એન્ટ્રી થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બિહારની 40 લકોસભા સીટમાં કોંગ્રેસની 8-12, RJDની 18-20, RLSPની 4-5, હિન્દુસ્તાન આવામની 1-2 સીટ અને CPM-CPIને એક સીટ મળી શકે છે. આ સિવાય શરદ યાદવની LJPને 1-2 સીટ મળી શકે છે.નોંધનીય છે કે, માત્ર મહાગઠબંધનમાં જ નહીં પરંતુ એનડીએમાં પણ ગઠબંધનની જોડ-તોડ ચાલી રહી છે. LJPના નેતા ચિરાગ પાસવાનના ટ્વિટ પછી બીજેપી પર સીટોની વહેંચણી માટે પ્રેશર વધ્યું છે. LJPએ બીજેપીને 31 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. નોંધનીય છે કે, બિહારમાં જેડીયુ, બીજેપી અને એલજેપી એનડીએમાં સામેલ છે.

ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનમાં થઈ રહ્યો છે વિવાદ

છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પછી રાજકીય પાર્ટીઓ હવે 2019માં થનારી લોકસભા ચૂંટણીના મુડમાં આવી ગયા છે. બિહારમાં આજે મહાગઠબંધન વિશે કોઈ મહત્વનો નિર્ણય આવે તેવી શક્યતા છે. તેમાં કોંગ્રેસ અને આરજેડીના તેજસ્વી સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કરી શકે છે. આમ બિહારમાં કોંગ્રેસ મહાગઠબંધન સાથે ચૂંટણી લડશે એ ફાયનલ છે પણ ઉત્તર પ્રદેશમાં બસપા અને સપા કોંગ્રેસને ટીકિટો આપવા માટે રાજી નથી. જેને પગલે વિવાદ થાય તેવી પૂરી સંભાવના છે. મહાગઠબંધનમાં સામેલ પક્ષો પણ એકબીજા સામે ઉમેદવાર ન ઉભો રાખવાનો ફોર્મ્યુલા અપનાવી શકે છે પણ પ્રધાનમંત્રી પદના એક પણ ઉમેદવારને તેઓ સ્વીકારવા તૈયાર નથી કારણ કે મહાગઠબંધનમાં પણ માયાવતી, અખિલેશ અને મમતાને પ્રધાનમંત્રી બનવાની મોટી મહેચ્છા છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter