હસ્તરેખાશાસ્ત્ર વ્યક્તિના ભાગ્ય તેમજ આવનારા સમય વિશે જણાવે છે. હથેળીની ભાગ્ય રેખા જણાવે છે કે, તમારો આવનાર સમય એવો રહેશે. જીવનરેખા જણાવે છે કે, તમારું આયુષ્ય કેવડું રહેશે? અને મસ્તિષ્ક રેખા જણાવે છે કે, તમારી બુદ્ધિમતા કેટલી તેજ છે? આ જ રીતે વિદેશયાત્રા માટે પણ હથેળીમા એક વિશેષ રેખા હોય છે. હસ્તરેખા શાસ્ત્રની મદદથી જાણીએ કે, હથેળીમાં કેવી-કેવી રેખાઓ વિદેશ યાત્રાનો યોગ લાવે છે ચાલો જાણીએ.

આ રેખાઓ લાવે છે ભાગ્યમાં વિદેશ યાત્રાનો યોગ :
જો હથેળીમાં જીવનરેખા એ ભાગ્યરેખાને ક્રોસ કરતી હોય તો તમારો વિદેશયાત્રાનો યોગ બની રહ્યો છે. આ સાથે જ ચંદ્ર પર્વત પર આડીઅવળી ઉભરતી રેખાઓ પણ વિદેશ યાત્રાનો યોગ બનાવે છે. જો ટ્રાવેલ લાઈન ઉભરતી અને સાફ હોય તો તેનો અર્થ એ થાય છે કે, વ્યક્તિ વિદેશમાં સ્થાયી થઇ શકે છે. આ ઉપરાંત આ લોકોને વિદેશમાં પૈસા કમાવવાની તક પણ મળી શકે છે. હથેળીમાં જીવનરેખાથી નીકળીને કોઈ રેખા ભાગ્યરેખાને ક્રોસ કરે અને ચંદ્ર પર્વત પર પહોંચે તો આ વ્યક્તિ વિદેશ યાત્રા કરી શકે છે.

મળે છે વિદેશ યાત્રાનું સુખ :
બુધ પર્વતથી નીકળતી કોઈ રેખા રિંગ ફિંગર સુધી જતી હોય તો તે વ્યક્તિને વિદેશ યાત્રાનું સુખ મળી શકે છે. ચંદ્ર પર્વતથી શનિ પર્વત સુધી કોઈ રેખા જાય તો વિદેશ યાત્રાની સાથે-સાથે ધનલાભ પણ થાય છે. જો હથેળીમાં મુસાફરીની રેખા જીવનરેખા કરતાં ઊંડી અને જાડી હોય તો તે વ્યક્તિ વિદેશ જઈને સ્થાયી થઇ શકે છે. હથેળીમાં ચંદ્ર પર્વત પાસે બનેલી આડી રેખાઓ ચંદ્ર પર્વતને કાપીને ભાગ્યરેખાને મળે તો વિદેશ યાત્રાનો લાભ મળી શકે. હથેળી પર ચંદ્ર પર્વત પર ત્રિભુજનું ચિહ્ન બને તો મનુષ્ય વિવિધ દેશોમાં મુસાફરી કરે છે. બીજી તરફ, જો કોઈ રેખા મણિબંધમાંથી પસાર થાય અને મંગળ પર્વત પર પહોંચે છે તો દરિયાઈ માર્ગથી વિદેશ યાત્રાનો યોગ બની શકે છે.

Read Also
- પાકિસ્તાન / પેશાવરની મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં કુલ 84 લોકોના મોત થયા
- ફેડ બાદ બેંક ઓફ ઈંગ્લેન્ડે વ્યાજ દર વધાર્યો / RBIની 5 ફેબ્રુઆરીથી મોનિટરી પોલિસીની બેઠક, રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો કરાશે વધારો?
- યુગાન્ડાના ગામમાં રહેતા વ્યક્તિને 12 પત્નીઓ, 102 બાળકો અને 578 પૌત્રો છે, જાણો
- કોર્ટના આદેશનો અનાદર કર્યો, હવે ભાજપના આ પૂર્વ ધારાસભ્યની મિલકત જપ્તીનો થયો આદેશ
- જામજોધપુરમાં ધાર્મિક પ્રસંગ દરમિયાન એક સાથે પાંચ મહિલાના ગળામાંથી સોનાના પાંચ નંગ ચેનની ઝડપની ઘટનાથી ભારે ચકચાર