GSTV
Gandhinagar Trending ગુજરાત

જો આ ચૂકાદો આવ્યો તો ગુજરાતમાં ચૂંટણીઓ પાછી ઠેલાશે: 25મીએ સુપ્રીમમાં સુનાવણી, જાણી લો શું છે આ કેસ

અમદાવાદ મ્યુનિ.ની ચૂંટણી જાહેર થવામાં સુપ્રીમ કોર્ટના કેસના સંદર્ભમાં વિલંબ થઈ રહ્યો છે. ‘એક વોર્ડ એક બેઠક’નો કેસ ત્રણ જજની લાર્જર બેન્ચ પાસે ચાલી રહ્યો છે, તેમાં ગઈકાલે રાજ્ય સરકારે જવાબ રજૂ કરવાનો હતો તે થઈ ગયા બાદ આજે તા. 22મીની મુદત પડી હતી. હવે હીયરીંગ પૂર્ણ થયું હોવાથી સોમવાર તા. 25મીએ ચુકાદો આવશે તેમ માનવામાં આવે છે જેના સંદર્ભમાં ચૂંટણીની જાહેરાત થશે તેવી શક્યતા વ્યક્ત થઇ રહી છે.

આ અંગે નિષ્ણાતોનું માનવું છે કે હાલની એક વોર્ડ ચાર બેઠકોની વ્યવસ્થા ચુકાદામાં જેમની તેમ રહેશે તો તુરત જ ચૂંટણીઓની જાહેરાત થઈ જશે. જો એક વોર્ડ એક બેઠકનું નકકી થશે તો નવું સીમાંકન કરવું પડશે, જેના કારણે ચૂંટણી વિલંબમાં પડશે.

બીજી તરફ રાજકીય પક્ષોએ ચૂંટણીની તમામ તૈયારીઓ આગળ વધારી દીધી છે. 41 અનામત જાહેર કરાયેલી બેઠકોના કારણે ભાજપના કેટલાક અનુભવી, સિનિયર કોર્પોરેટરો પણ કપાઈ રહ્યા છે હવે ચૂંટણીઓમાં જાતિ- જ્ઞાતિ ભૂલી જજો તેવી રાષ્ટ્રીય કક્ષાએથી થતી જાહેરાતો સ્થાનિક રાજકારણમાં પોકળ સાબિત થઈ રહી છે.

દરમ્યાનમાં આપ અને ઓવેસીની પાર્ટી પણ મ્યુનિ. ચૂંટણીમાં ઝંપલાવનાર હોવાથી જે બેઠકો ગઈ ચૂંટણીમાં 1200, 1000 કે તેથી પણ ઓછી સરસાઈથી જીતાઈ હતી તેના સમીકરણો પણ બદલાઈ જવાના છે.

લઘુમતી વિસ્તારોમાં 24 જેટલી બેઠકો કોંગ્રેસ માટે સલામત ગણાય છે. આ બેઠકો પર ઓવૈશીની પાર્ટીના ઉમેદવારો ઉભા રહેશે તો કોંગ્રેસનું ગણિત પણ બગડવાનું છે. જો કે, 2015ની ચૂંટણી પાટીદાર આંદોલનની અસર વચ્ચે યોજાઈ હતી, આ વખતે એવું કોઈ જ પરિબળ કામ કરવાનું નથી.

બીજી તરફ સંજોગો અનુકૂળ હશે તો 25મીને સોમવારે ચૂંટણીની જાહેરાત થઈ જશે તેમ માનવામાં આવે છે. આ સંજોગોમાં આચારસંહિતા લાગુ પડે તે પહેલાં ઝોન અને પ્રોજેક્ટના કામોને ધડાધડ મંજૂરી આપી દેવા સામેથી ફાઇલો મગાવાઈ રહી છે. અગાઉ ચૂંટણી પહેલા 15- 15 પાનાના સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડા બહાર પડતા હતા તેવું જ કંઈ થઈ રહ્યું છે. તેમજ હાલ સ્ટેન્ડિંગ કમિટી જેવી પારદર્શકતા ન હોવાથી બધું ગુપ્ત રાખવામાં આવી રહ્યું છે.

READ ALSO

Related posts

લાંબા સમય સુધી સૂર્યના કિરણોના સંપર્કમાં રહેવાથી ટેનિંગની સમસ્યા થઇ શકે છે, તેને દૂર કરવા માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

Drashti Joshi

સ્વાસ્થ્ય અને સંપત્તિનો ખજાનો માનવામાં આવતું આ રત્ન અદ્દભુત, જાણો તેને ધારણ કરવાની વિધિ

Hina Vaja

રાત્રે સુતા પહેલા ફોલો કરો આ સ્કિન કેર રૂટિન, ત્વચા હાઈડ્રેટેડ રહેશે તેમજ ચહેરાને મળશે પ્રાકૃતિક સૌંદર્ય

Drashti Joshi
GSTV