GSTV
Gujarat Government Advertisement

આગાહી/ આ બાયોલોજિકલ ઇન્ડિકેશન મળે તો સમજવું કે વરસાદ નજીકમાં, વૃક્ષો, ઝાડ પાન અને પ્રાણીઓ કરે છે આવું વર્તન

Last Updated on June 9, 2021 by Zainul Ansari

ભારતનું જનજીવન શિયાળો, ઉનાળો અને ચોમાસુ એમ સ્પષ્ટ રીતે ત્રણ ઋતુઓમાં વહેચાયેલું છે. ચોમાસાનો વરસાદથી ખેતીપ્રધાન દેશનું આર્થિક, સામાજિક ભવિષ્ય નકકી થતું હોવાથી તેની આતૂરતાથી રાહ જોવાય છે. જો કે પ્રાચીન જમાનામાં જયારે કોઇ પણ ઉપકરણો વિના વરસાદની આગાહી કરતું પરંપરાગત વિજ્ઞાન અસ્તિત્વમાં હતું. વૃક્ષો, ઝાડ પાન અને પ્રાણીઓના વર્તન પરથી ગ્રામીણ વિસ્તારના લોકો વરસાદના આગમન પૂર્વ તૈયારીઓનો આરંભ કરતા હતા. આજના મોર્ડન ફોરકાસ્ટિંગની જેમ આ પરંપરાગત અનુભવ જ્ઞાનનો લાર્જ સ્કેલ પર પ્રભાવ નથી પડતો છતાં સ્થાનિક સ્તરે ખૂબજ સટિક પૂરવાર થાય છે. ચોમાસામાં કે ચોમાસા પહેલા વૃક્ષો, છોડ પાનમાં ફેરફાર, જીવ જંતુઓની હરકત આ જૈવિક ઘટનાઓ આજે પણ બને છે. જેમ કે કિડીઓ પોતાના કરતા પણ વધુ વજનના અનાજના દાણા કે ઇંડા લઇને લાઇનબંધ દર તરફ જોતી જોવા મળે તો વરસાદ નજીક હોવાનું મનાય છે.

એવી જ રીતે ટિટોડીની જેઠ મહિનામાં ઇંડા મુકવાની વાત પણ ખૂબજ જાણીતી છે. જેમાં ટીટોડી નદીની ભેખડ પાસે ઇંડા મુકે તો એ નદીમાં પૂર આવતું નથી. જીવજંતુઓ, પ્રાણીઓ, વનસ્પતિઓ અને કિટકો હવામાન બાબતે ખૂબજ સંવેદનશીલ છે. તેમનું વર્તન સ્વયંભૂ અને સાવ કુદરતી હોવાથી તેમાં ખાસ ફેરફાર પણ થતો નથી. આધુનિક વિજ્ઞાનમાં આને બાયોલોજિકલ ઇન્ડિકેટર કહેવામાં આવે છે. આ સદીઓથી વરસાદના સારા માઠા સંકેત આપે છે. કુદરત સાથેનું સાનિધ્ય ઓછું થવાથી સરેરાશ માનવીઓને આસપાસ જોવા મળતા આ ઇન્ડિકેટરને જોવાની ફૂરસદ રહી નથી. અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં પણ બાયોલોજિકલ ઇન્ડિકેટર વિશે પરંપરાગત જ્ઞાન ધરાવનારાઓની સંખ્યા ઘટતી જાય છે.

વરસાદ માટે મહુડાના વૃક્ષનું નીરિક્ષણ કરવાની આદિવાસી વિસ્તારોમાં સદીઓ જુની રીત છે. બુઝુર્ગો માને છે કે જે વર્ષે ઉનાળામાં મહુડાના વૃક્ષ પર ખૂબ પાન આવે અને ઝાડ એકદમ હર્યુભર્યુ લાગે તે વર્ષે વરસાદ સારો થાય છે. આવી જ રીતે પિપળાના પાન પણ લીલા રહે તો એ સારો વરસાદ થવાના સંકેત આપે છે. આવી જ રીતે બોરડીના વૃક્ષ પર બોર ખૂબ આવે તો પણ વરસાદ સારો પડશે એવું માનવામાં આવે છે. જે વર્ષે બોરડીમાં બોર ઓછા આવે ત્યારે વડિલો વરસાદને લઇને આગોતરી ચિંતા કરતા હતા.

હમણાં જેનો વૃક્ષ માંથી ઘાસમાં સમાવેશ કરવામાં આવ્યો તે વાંસ પણ વરસાદનું મહત્વનું ઇન્ડિકેટર છે. ઉનાળાની સીઝનમાં વાંસ સૂકાઇ જાય છે, અથવા તો તેના પાંદડા પીળા પડી જાય છે. પરંતુ જો ઉનાળામાં નવા લીલા પાન જોવા મળે તો વરસાદ ઓછો થશે એવું માનવામાં આવે છે. આવી જ રીતે ગુજરાતના કચ્છ સહિતના સૂકા વિસ્તારમાં થતા બાવળ પ્રજાતિના ખિજડાના પાન ઉનાળામાં ખૂબ લીલા જોવા મળે, તેમજ તેની ડાળીઓ અને શાખાની વૃધ્ધિ થાય અને જમીન તરફ અડતી જોવા મળે તો અપેક્ષા મુજબનો વરસાદ ના થાય અથવા તો દુષ્કાળ પડશે એવું વડિલો માને છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

પ્લેટફોર્મ ટિકિટ દ્વારા પણ થઈ શકે છે ટ્રેન મુસાફરી , જાણો ભારતીય રેલ્વેના આ જરૂરી નિયમો

Vishvesh Dave

ઘરબેઠા થઈ શકશે ખરીદી/ બાઈક ખરીદવાના મૂડમાં છો તો તમારા માટે છે ઉત્તમ તક, 10 હજાર રૂપિયા સુધી મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

Harshad Patel

પાલનપુરમાં સ્ત્રી-પુરુષ બંનેનાં ગુપ્તાંગ સાથે જન્મ્યું બાળક, 9 વર્ષ પછી થયું સફળતાપૂર્વક ઓપરેશન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!