GSTV
Home » News » જો સુરતમાં આ મહાન બ્રિજનું હવે ઉદ્ધાટન થાય તો લોકોને શાંતિ થશે, જાણો

જો સુરતમાં આ મહાન બ્રિજનું હવે ઉદ્ધાટન થાય તો લોકોને શાંતિ થશે, જાણો

અનેક વિઘ્નોને પાર કરીને સુરતનો કેબલ બ્રિજ તૈયાર છે. જે કામ અઢી વર્ષે થવાનું હતું તે 10 વર્ષે પૂરુ થયું છે. પણ હવે સુરત પાલિકા તંત્રને ઉદ્ઘાટન માટે વડાપ્રધાનની રાહ છે. જ્યારે કોંગી કોર્પોરેટર દિનેશ કાછડીયાએ લોકાર્પણની ચીમકી ઉચ્ચારી તો તેમની અટકાયત કરી લેવામાં આવી અને બ્રિજના છેડે પોલીસ ગોઠવી દેવાઇ. ત્યારે હાલ તો ઉદ્ધાટનના અભાવે બનેલો બ્રિજ લોકોના ઉપયોગમાં કામ આવી રહ્યો નથી.

આ છે સુરતનો 10 વર્ષે તૈયાર થયેલો કેબલ ઓવરબ્રિજ, જેનું કામ વર્ષ સપ્ટેમ્બર 2010થી વર્ષ 2013 સુધીના 30 મહિનામાં પૂર્ણ થવાનું હતું. પણ બ્રિજના કાર્યમાં થયેલો વિલંબ અઢી વર્ષને બદલે 4 ગણો વધુ સમય લઇને 10 વર્ષે પૂરો થયો છે. ત્યારે 10 વર્ષ બાદ હવે ઉદ્ઘાટનના વાંકે આ બ્રિજ લોકોને કામ આવી રહ્યો નથી. પરંતુ હવે તંત્ર ઇચ્છે છે કે વડાપ્રધાન મોદી આ બ્રિજનું ઉદ્ઘાટન કરે.

જ્યારે કોંગ્રેસ કોર્પોરેટર દિનેશ કાછડીયાએ આ બ્રિજના ઉદ્ઘાટનની તારીખ જાહેર કરવાની માંગ સાથે ચીમકી ઉચ્ચારી નાખી કે જો સુરત પાલિકા તારીખ જાહેર નહીં કરે તો તેઓ જાતે જ લોકો માટે આ બ્રિજનું લોકાર્પણ કરી દેશે.

કરોડોનો ખર્ચ કર્યા પછી જ્યારે જશ ખાટવાની વાત હોય ત્યારે સ્વાભાવિક રીતે તંત્ર હોય કે કોંગ્રેસ ખેંચતાણ થવાની. જેથી તંત્ર દ્વારા બ્રિજના છેડે પોલીસ ગોઠવી દેવાઇ અને દિનેશ કાછડીયા બ્રિજનું ઉદ્ઘાટન ન કરે તેના માટે ગોઠવી દેવાયો પોલીસ બંદોબસ્ત. ત્યારે વિચાર આવે કે બની ગયેલા બ્રિજના ઉદ્ઘાટન માટે તંત્ર તારીખની રાહ જુએ અને કોંગી કાર્પોરેટર લોકાર્પણની ચીમકી આપે. ત્યારે આમા બ્રિજ તો ચાલુ થવો હશે ત્યારે થશે…હાલ તો લોકોને ઉપયોગી થઇ શકે તેવો આ બ્રિજ હાલમાં ઉદ્ઘાટનના વાંકે અટકેલો છે.

Related posts

ફરી સત્તામાં આવ્યા બાદ મોદીના સાત વિદેશ પ્રવાસ, નવ દેશોની મુલાકાત અને 14 મહાનુભવો ભારત પધાર્યા

Mayur

ગિરના સિંહોના વર્તનમાં માતબર પરિવર્તન, ઉંમર પણ વધી અને બચ્ચાઓને જન્મ આપવાની સંખ્યા પણ વધી

Mayur

અમદાવાદમાં 9 વર્ષમાં દારૂની પરમીટ મેળવવામાં પુરૂષોની સંખ્યા ઘટી પણ સામે મહિલાઓની સંખ્યામાં તોતિંગ વધારો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!