GSTV
Ahmedabad Uncategorized Videos ગુજરાત ટોપ સ્ટોરી

જો સોશિયલ મીડિયા પર પરપ્રાંતિયોના મામલે આવો વીડિયો મૂક્યો તો ગયા

દુષ્કર્મની ઘટના બાદ પરપ્રાંતિયોને ગુજરાત બહાર કાઢવાને લગતા મેસેજ સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. ત્યારે સોશિયલ મીડિયાનો મિસયૂઝ કરનારા અને ગુજરાતમાં અશાંતિ ફેલાવનારા સામે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી શરૂ કરી છે. જેમાં સાયબર ક્રાઇમે હાલમાં 8 આરોપીની ધરપકડ કરી છે.

અમદાવાદ સાયબર ક્રાઇમે સોશિયલ મીડિયાનો દુરઉપયોગ કરનારા આરોપીઓની ધરપકડ કરી છે. આ શખ્સો પર સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફેલાવાનો આરોપ છે. આ આરોપીઓની અલગ અલગ જિલ્લામાંથી ધરપકડ કરાઇ છે. અમદાવાદ સાયબર ક્રાઇમ યુનીટે અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાંથી જ લગભગ 07 જેટલા લોકોની ધપરકડ કરી છે.

ઢુંઢાર ગામની સિમમાં બનેલા બનાવ બાદ ગુજરાતની હાલની સ્થિતિ અને તેમાંય પણ અમદાવાદ શહેરની સ્થિતિને સુધારવા માટે શહેર ક્રાઇમ બ્રાન્ચના સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયા ઉપર આવી અફવા ફેલાવનારા લોકો ઉપર સર્વેલન્સ રખાયું છે. સોશિયલ મીડિયાની પ્રોફાઈલના આઈ.પી લોગ મંગાવામાં આવી રહ્યા છે. અને તેની ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Related posts

ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરવા પહોચેલા ખેડૂતોની પોલીસે અટક કરી, સરકારે નિર્ણય નહીં બદલતા હવે ઉગ્ર આંદોલનના પણ એંધાણ

pratikshah

સાયકલ રેસના કારણે આજથી ત્રણ દિવસ ગાંધીનગરથી સરખેજ તરફનો માર્ગ બંધ, બહાર નિકળતા પહેલા રાખજો સાવચેતી નહીંતર ફસાશો

pratikshah

૧ કરોડથી વધુ અને ૫૦ કરોડથી ઓછું રોકાણકારોને ગેરલાભ, MSME પોલીસીની જાહેરાતથી ઉદ્યોગો કેપિટલ સબસિડીથી રહેશે વંચિત

pratikshah
GSTV