મળી રહ્યાં હોય આવા સંકેત તો ક્યાંક તમારા સંબંધો વણસવાની શરૂઆત તો નથી થઈ ને ?

relationship

જો તમે પણ  તમારા  આપસી સંબંધમાં  આવી સમસ્યાનો  સામનો કરી  રહ્યા  છો તો  છે સમયને પારખી  યોગ્ય આવશ્યક   વાતચીત કરી  આપસી મતભેદ  નિવારવાની અને સંબંધના આ નાજુક  સમયને  સાચવી  લેવાની. જો આ સમયે  તમે સંબંધની ડોર સાચવી શક્યા તો તમારા સાથીનો અને તમારો  સંબંધ અકબંધ  રહેશે

લગ્નસંબંધોમાં  ઘણી વાર  વિખવાદ  અને  વિવાદ  થતા  હોય છે અને કેટલીક વાર મતભેદ  પણ થતા હોય છે. જો કે આ મતભેદ  વખતે થોડું પૂરતું ધ્યાન ન રખાય તો તેમાંથી  મનભેદ  થતા વાર નથી લાગતી હોતી અને સંબંધ  તૂટવાની  અણી સુધી પહોંચી  જાય છે. ઘણી વાર  તમને તમારા સાથી  સાથે આખી રાત સૂવું પણ દુષ્કર  લાગવા માંડે  છે. 


હા આ બાબત સાંભળવામાં  થોડી અજુગતી  અવશ્ય લાગશે પરંતુ આવા પણ યુગલો  છે કે જેઓનું  મન દુ:ખ  એટલી સીમા સુધી  પહોંચી ચૂક્યું  છે કે  હવે તેઓના  સંબંધ માત્ર નામ પર ટકી રહ્યા છે અને તેને પૂર્વવત્  કરવા લગભગ  અસંભવ  થઈ  જાય  છે. 

પરંતુ  સંબંધો  આટલી હદ સુધી  વણસે તે પહેલાં પણ  કેટલીક   નાનીમોટી  વાતો તરફ ધ્યાન  આપી તેમાં થોડો ફેરફાર  લાવી શકીએ  તો આપણે સંબંધોની  બાજીને  હારમાંથી  જીતમાં પલટાવી શકીએ છીે તો આવો જાણી એવા કેટલાક  લક્ષણો  જેનાથી તમે તમારા સંબંધોના વણસવાની  શરૂઆત  થઈ ગઈ  છે એ  જાણી શકો.

૧.  તમારા સાથી સોશિયલ  મિડિયા પર વધારે ધ્યાન આપી રહ્યા છે….?

રાતના  સમયે  તમને  એકાંતની  પળો મળી હોય ત્યારે તમારા સાથી તમારી સાથે વાત કરવાની  જગ્યાએ  સોશિયલ  મિડિયા  પર વ્યસ્ત છે અને તમારાથી  દૂર થવાના બહાના  શોધી રહ્યા  છો તે સમયે તમારે સાવધ થઈ  જવાની આવશ્યક્તા  છે. 

કારણ આજ  સમય  છે જ્યારે  તમે તમારા  સાથી સાથે  વાતચીત કરી સમસ્યાનું  સમાધાન  લાવી  શકો  કારણ તમારા સાથી  સાથે રાત્રે સૂતી પહેલાના સમયે  યોગ્ય વાતચીત  દ્વારા  તમે  આખા  દિવસનો  થાક ઉતારી  શકો છો પરંતુ જો તમે બંને રાત્રે માત્ર સોશિયલ  મિડિયાને મહત્ત્વ આપી એકબીજા સાથે  વાતચીત કરવાનું ટાળો તો સંબંધ પણ વણસી જશે તેવી પરિસ્થિતિ ગંભીરતા  પારખી  તે જ સમયે વાતચીત  કરવી સંબંધને જાળવા માટે  વધુ હિતાવહ  રહેશે.

૨.  તમારો  દિવસ કેવો ગયો તે   વિષયમાં  સાથી રસ નથી દાખવતા ?

પતિ-પત્ની એકસાથે હોય ત્યારે એકબીજાને આખા દિવસમાં શું થયું તે ખૂબ જ ઉત્સાહથી  કહેતા હોય છે અને સાથીનો દિવસ  કેવો ગયો અને તેણે આખા  દિવસમાં  શું કર્યું તે જાણવા પર ઉત્સુક  હોય છે પરંતુ જો તમે  જે કહો છો તે જાણવામાં તમારા સાથી રસ ન દાખવતા હોય કે પછી તમને  કહેવામાં રસ ન લેતા હોય તો તમને તમારા વણસેલા સંબંધનો ચિતાર મળ્યો છે તેમ સમજી લેવું આવશ્યક  છે. હા કોઈક વાર થાકને કારણે  કે પછી વધુ  પડતા માનસિક  કે શારીરિક  રીતે  અસ્વસ્થ હોય ત્યારે  આમ થવું સામાન્ય છે  પરંતુ જો રોજ આ બાબત બને તોે  તમે સંબંધને લઈ  સાવધ  થઈ જાવ તે આવશ્યક છે.

૩.  શારીરિક સંબંધથી  દૂર થઈ રહ્યા છો?

સારા શારીરિક  સંબંધો દરેક ખુશહાલ લગ્નજીવનનું  એક અવિભાજ્ય  અંગ હોય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે રોજ તે સંબંધો  બાંધવા  આવશ્યક  છે. પરંતુ જો દિવસોને બદલે  તેમાં મહિનાઓનો  સમયગાળો  વધી રહ્યો હોય તો તમારે તે જ  સમયે  ચેતી  જવાની  આવશ્યક્તા  છે  જેને કારણે  સંબંધ સમયસર  બચી જશે.

૪.  શું તમે દરેક બાબતે  ઝઘડી  રહ્યા  છો….?

રાતનો સમય તમારા  માટે નજીક આવવાનો સમય  હોવો જોઈએ.  નહીં કે તમે બંને એકબીજાથી  ગુસ્સે થઈને  પીઠ દેખાડીને  સૂતા હોવ.  તમે જો નાની નાની  બાબતે ઝઘડતા હોવ તો તે સમયે તમારી બાલિશતા  અને પરસ્પર સમજણોના અભાવ સૂચવે  છે તેથી તમારા સંબંધને  ટકાવવા  તે સમયે તમારી  એ દિશામાં  કામ કરવું  આવશ્યક  છે.

૫. એકબીજાથી  તમે દૂર રહેવાના પ્રયત્નો કરો છો?

એકબીજાનો શારીરિક સ્પર્શ અમુકને  ગમતો હોય છે અને અમુકને  બિલકુલ પણ નથી ગમતો  પરંતુ જો તમારા  સાથી તમારાથી  દૂર રહેવાનો  પ્રયત્ન કરતા હોય….  તમારા  સ્પર્શ વિના  સૂવાનુ ંપસંદ કરતા હોય તો તમારે તમારા સંબંધને ટકાવવાની દિશામાં  આવશ્યક  પગલા લેવાની આવશ્યક્તા  છે.  

જો તમે પણ  તમારા  આપસી  સંબંધમાં  આવી સમસ્યાનો  સામનો કરી  રહ્યા  છો. તો આવશ્યક્તા છે સમયને પારખી  યોગ્ય આવશ્યક   વાતચીત કરી આપસી મતભેદ  નિવારવાની અને સંબંધના આ નાજુક  સમયને  સાચવી  લેવાની  આ જો  આ સમયે  તમે સંબંધની ડોર  સાચવી શક્યા તો તમારા સાથીનો  અને તમારો  સંબંધ  અકબંધ  રહેશે પણ જો આ સમયે  તમે  ચૂક્યા તમારી ગેરસમજણને  ટાળવાની  કોઈ  કારી નહીં ફાવે તે વાત પણ નક્કી જ છે. 

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter