GSTV

સેલરીમાં નથી થઇ રહ્યો વધારો? આ જ્યોતિષ ઉપાયો અપનાવી પરેશાનીઓને કરો છૂમંતર, નોકરીની સમસ્યા પણ થશે દૂર

Last Updated on August 11, 2021 by Zainul Ansari

કોણ નથી ઇચ્છતું કે તેને નોકરીમાં પ્રમોશન મળે અને તેની સેલરી વધે. તેના માટે વ્યક્તિ તમામ પ્રયાસ પણ કરે છે. પરંતુ ઘણી વખત લાખ પ્રયાસ પછી પણ ધાર્યા પરિણામ નથી મળતા. જ્યોતિષ મુજબ તેના માટે આપણા ગ્રહ નક્ષત્ર જવાબદાર હોય છે. જો આ ગ્રહ નક્ષત્રોમાં સુધાર કરી લેવામાં આવે, તો વ્યક્તિની સમસ્યાઓ ઉકેલી શકાય છે. જાણો નોકરીમાં પ્રમોશન મેળવવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ક્યા ઉપાય જણાવાયા.

સેલરી

કુંડળીમાં દશમ ભાવ નોકરી અને વેપારનું માનવામાં આવે છે. આ ભાવના પીડિત થવાથી આપણી પ્રોફેશનલ લાઇફમાં પરેશાની આવે છે. તેથી કુંડળીમાં દશમ ભાવના સ્વામીથી સંબંધિત મંત્રોનો જાપ કરવો જોઇએ.

નોકરીમાં પ્રમોશન નથી મળતુ, તો હનુમાનજીની વિશેષ પૂજા કરવી જોઇએ. જે દિશામાં તમે દિશામાં માથું રાખીને સૂતા હોવ તેની સામે જ દિવાલ પર હનુમાનજીનો ફોટો લગાવો. દરરોજ સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા હનુમાનજીના દર્શન કરો. હનુમાન ચાલીસા અને બજરંગ બાણ વાંચો.

જ્યોતિષ મુજબ કોઇ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવા માટે શિવજીની પૂજા કરવી જોઇએ. નોકરીમાં પદોન્નતીની કામના કરતા લોકોને દરરોજ શિવલિંગ પર જળ ચઢાવવું જોઇએ અને અક્ષત અર્પિત કરવું જોઇએ.સાથે જ બેલપત્ર પણ અર્પણ કરવા જોઇએ.

ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પણ નોકરીમાં પ્રમોશન મળવાની માન્યતા છે. ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાન પૂજા કરવી જોઇએ અને કેળાના ઝાડ પર જળ ચઢાવવું જોઇએ. ગુરુવારના દિવસે પીળી વસ્તુઓનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.

જો કુંડળીમાં એક સાથે ઘણા બધા ગ્રહ પીડિત હોય, ત્યારે પણ નોકરીમાં પરેશાની થાય છે. તેના માટે નવગ્રહ શાંતિ પૂજા કરાવવી જોઇએ. નવગ્રહ હવન અથવા અભિષેક દ્વારા રાહુ-કેતુના દોષોથી પણ મુક્તિ મળી જાય છે.

માન્યતા મુજબ સુર્યને રોજ જળ અર્પણ કરવાથી પણ વ્યક્તિને નોકરીમાં તરક્કી મળે છે. દરરોજ ગાયત્રી મંત્રનો જાપ પણ કરવો જોઇએ. શનિવારના દિવસે શનિ દેવની મૂર્તિ સમક્ષ સરસવના તેલનો દિવો પ્રગટાવવાથી પણ નોકરીમાં આવતી પરેશાની દૂર થવાની માન્યતા છે. શનિ દેવને પ્રસન્ન કરવા માટે શનિ દેવથી સંબંધિત મંત્રોનો જાપ કરવો જોઇએ.

Read Also

Related posts

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana

લેભાગુઓના કરતૂત યથાવત: છેલ્લા આઠ વર્ષમાં શહેરની વિવિધ બેન્કોમાં 6 કરોડથી વધુ નકલી નોટો થઈ જમા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!