GSTV
Life Relationship Trending

જો તમારા બંનેની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવી જતાં છેતરપીંડીની શંકા હોય તો આ સંકેતોને ઓળખી લો, થઈ જશે તમારા પ્રેમીની સાચી ઓળખ

છેતરપિંડી

જો તમે રિલેશનશિપમાં હોવ અને તમને એમ લાગતું હોય કે તમારો પાર્ટનર તમારાથી બેવફાઈ કરી રહ્યો છે. તમારી સાથે છૂપી રીતે છેતરપિંડી કરી રહ્યો છે. ઘણી વખત પાર્ટનરની એવી હરકતો હોય કે તેનાથી અનાયાસે તેના ઉપર શંકા થવા લાગતી હોય છે. ઘણી વખત કોઈ કારણોસર એવું વર્તન થયું હોય પરંતુ કોઈ મિસ અન્ડરસ્ટેન્ડિંગથી શંકાનું બીજ રોપાઈ જાય છે. જો પાર્ટનરના વર્તનથી તમને લાગે છે કે તેમનું વલણ તમારા માટે સારું નથી. આવી શંકાના કારણે યુગલો વચ્ચે અણબનાવ પણ થાય છે. ફક્ત પાર્ટનર પર શંકા હોવાને કારણે તમે તેમની સાથે સંબંધ ખતમ કરી શકતા નથી અને એ ડરમાં પણ જીવો છો કે ક્યારે પાર્ટનર છેતરશે અથવા સાથે છોડી દેશે. જો તમે પણ તમારા પાર્ટનર પર શંકા કરો છો, તો તમે તેના કેટલાક વર્તન પરથી જાણી શકો છો કે તે તમારી સાથે છેતરપિંડી કરી રહ્યો છે કે નહીં. જો તમારા બંનેની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવી રહી છે, તો તમે કેટલાક સંકેતો દ્વારા ઓળખી શકો છો. આ સંકેતો પરથી પાર્ટનર પ્રેમમાં છેતરપિંડી કરી રહ્યો હોય તો ઓળખી શકાય છે.

જીવનસાથી સમય આપવાનું ઓછું કરી દે કે આપતા નથી

જ્યારે તમે કોઈ વ્યક્તિ સાથે રિલેશનશીપમાં હોવ છો જેને તમે પ્રેમ કરો છો ત્યારે તમે એની સાથે વધુને વધુ સમય પસાર કરવા માંગો છો. વધુને વધુ સમય તેની સાથે રહેવાય, તેની સાથે હળવા મળવા તેમજ વાતો કરવા ઉત્સૂકતા રહે છે. ચા કોફી પીવાના બહાને તમે વધુને વધુ એકબીજાના સાનિધ્યમાં રહેવાના પ્રયાસો કરાતા હોય છે પરંતં જો તમારા પાર્ટનરને આ બધી વસ્તઓ માટે, વાતો કરવા માટે સમય નથી તો સમજી લેવું કે તે તમારી સાથે છેતરપિંડી કરી શકે છે. ક્યારેક એવું બને કે નોકરી – જોબના કામના ભારણતળે માનસિક તણાવ હોય કે કામનું ભારણ વધુ હોય ત્યારે સમય ના આપી શકે તે માની શકાય પરંતુ જો સામાન્ય બાબતે બહાના કાઢવા લાગે કે તમારાથી દૂર રહેવાના પ્રયાસો કરે તો સમજી લેવું કે તેનો સમય બીજાનો થઈ ગયો છે.

ખોટું બોલવાનું ચાલુ કરે કે વાત છૂપાવે તો સંબંધમાં પાછા વળી જજો

કોઈ પણ વ્યક્તિ સંબંધોમાં બંધાય ત્યારે અચૂક એકબીજા સાથે વાતો કરતા હોય છે. એમાંય જ્યારે તમે એક કપલ તરીકે તૈયારી બતાવી છે ત્યારે એ સંબંધના શેતુને મજબૂતીથી સિંચન કરવા માટે વાતો શેર કરવી જરૂરી છે. ઘણી વખત એવી સ્થિતિ હોય કે દરરોજ એકબીજાને મળી શકાતું ન હોય અથવા તો વાતો કરવાનો સમય ના હોય, પરંતુ જ્યારે પણ તેઓ મળેત્યારે બધી વાતો શેર કરતા હોય છે. તેમના જીવન સાથે જોડાયેલી દરેક મહત્વપૂર્ણ વાત પાર્ટનરને કહે છે. પરંતુ જ્યારે તમારો પાર્ટનર તમારાથી વસ્તુઓ છુપાવવા લાગે છે અથવા જૂઠું બોલવાનું શરૂ કરે છે, તો તે આ વાતનો સંકેત હોઈ શકે છે કે તે આ સંબંધથી ખુશ નથી અથવા તમારી સાથે છેતરપિંડી કરી રહ્યો છે.

જીવનસાથીની બદલાતી વર્તણૂક

જીવનમાં દરેક તબક્કે કોઈના કોઈ પરિવર્તન આવતા હોય છે. પરિવર્તન પણ જરૂરી છે. ઘણી વખત રિલેશનશિપની શરૂઆતમાં પાર્ટનર તમારી સાથે જે રીતે વર્તે છે, ઘણા વર્ષો સુધી રિલેશનશિપમાં એ જ વ્યવહારમાં થોડો ફેરફાર જોવા મળે છે, પરંતુ જો આ ફેરફારો ખૂબ જ નેગેટિવ થવા લાગે તો પાર્ટનર તરફથી સાવધાન રહેવું જરૂરી બની જાય છે. જે વસ્તુઓ પર પાર્ટનર પહેલા ખુશ હતો, બાદમાં હેરાન થવા લાગે તો સમજી જવું કે કંઈક અજૂગતું થઈ રહ્યું છે. જો તમારો પાર્ટનર તમારી પંસંદ ના પસંદને અવગણે તો પછી ધીમે રહીને તેનાથી એક અંતર બનાવીને દૂર થઈ જવું તમારી જીંદગી માટે યોગ્ય ગણાશે.

એકલતાનો અહેસાસ થાય તો રિલેશનમાંથી દૂર થઈ જવું

રિલેશનશિપમાં હોવા છતાં પણ જો તમને જીવનમાં એકલતા જેવું સાલતું હોય તો પછી સમજી લેવું કે આ પાર્ટનર સાથે રિલેશનમાં રહેવું કોઈ ફાયદાકારક નથી કારણ કે તમારા પાર્ટનરને તમારામાંથી રસ ઊડી ગયો છે. પ્રેમનું ઝાડ સૂકાવા લાગ્યું છે. તેનું જતન નહીં થઈ શકે. કપલ વચ્ચે ભાવનાઓનો સંબંધ હોય છે. એ સંબંધમાં જ્યારે ફિકાશ આવે ત્યારે એક હૈયાનું જોડાણ હોય છે તે તૂટી જાય છે. તમે તમારા પાર્ટનરની પ્રાથમિકતા તરીકે હટી જાઓ છો. તે તમારી સાથે રહેવા નથી માગતો. આવું થાય ત્યારે પ્રેમથી દૂર જતા રહેવું જોઈએ. તમારા પ્રેમી સાથે આ બાબતની વાત પણ કરીને સ્પષ્ટતા કરી દેવી કે મને તમારા પ્રત્યે આ આશંકા જન્મી છે. જેનાથી લાગે છે કે હવે આપણે આગળ નહીં વધી શકીએ.

Related posts

બે લોકોએ મળીને ક્રાઉડ ફંડિંગની મદદથી ખરીદ્યો એક દેશ, આ રીતે તમે પણ મેળવી શકો છો નાગરિકતા

Hemal Vegda

યુ.પી: સંભલમાં રામલીલાના મંચ પર અશ્લીલતા, બોલિવૂડ ગીતો પર ડાન્સ કરતી જોવા મળી બાર ડાન્સર, વીડિયો વાયરલ થતા કેસ દાખલ

HARSHAD PATEL

શું એલન Alon Musk-Twitterની ડીલ થઈ શકે છે પાક્કી? મસ્કના લેટર અંગે ટ્વિટરે આપ્યું આ રિએક્શન

Hemal Vegda
GSTV