GSTV
Gujarat Government Advertisement

મેન્ટેનન્સ / લોકડાઉનમાં ઉભી રહેલી બાઇકમાં આવી ગઇ છે કોઇ સમસ્યા! તો ટેન્શન લેવાની જરૂર નથી, અપનાવો આ 5 સરળ ટિપ્સ

Last Updated on June 9, 2021 by Zainul Ansari

લોકડાઉનમાં બાઇક લાંબા સમયથી બંધ રાખ્યા પછી ખરાબ થઈ ગઈ છે, તો તેના ઘણા કારણો હોઇ શકે છે. બાઇક પર સમયસર ધ્યાન ના આપવામાં આવે, તો તે બ્રેક ડાઉનની શિકાર થઇ જાય છે. એવામાં અમે તમને કેટલીક ખાસ અને સરળ ટિપ્સ જણાવી રહ્યા છે, જેની મદદથી તમે પોતે જ તમારી બાઇકને મેન્ટેન કરી શકો છો.

ઓઇલ ચેંજ કરો

સામાન્ય રીતે સર્વિસના સમયે એન્જીન ઓઇલ ચેન્જ કરી દેવામાં આપે છે, પરંતુ દર 2000થી 5000 કિલોમીટર પછી એન્જીન ઓઇલને ચેક કરતા રહો અને જો એન્જીન ઓઇલ ઓછું થઇ ગયુ છે અથવા કાળો થઇ ગયો છે, તેને બદલી શકો છો. તેના માટે પહેલા બાઇકને 5 માટે ચાલુ કરો અને પછી બંધ કરી દો. તેનાથી ઓઇલ ગરમ થઇ લાઇટ થઇ જશે. ઉપરાંત એન્જીનના નીચે લાગેલા કેપને હટાવી ઓઇલને કોઇ વસ્તુમાં ભેગી કરી લો. પછી નવા એન્જીન ઓઇલ બદલી શકો છો.

ટાયરમાં એર પ્રેશર ચેક કરો

બાઇકના ટાયર્સમાં હવાનું પ્રેશર જાળવવું જોઇએ, અઠવાડિયામાં એક વખત બાઇકના બંને ટાયરમાં એર પ્રેશર ચેક કરાવી લો. હંમેશા લોકો તેમની મરજી મુજબ ટાયર્સમાં એર પુરાવી લે છે, પરંતુ ટાયર્સમાં એટલી જ હવા પુરાવો જેટલી કંપની કહે છે. તમે ઇચ્છો તો ટાયર્સમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકો છો, જે ખૂબ જ સારી માનવામાં આવે છે.

એર ફિલ્ટર બદલી લો

સારી પરફોર્મન્સ માટે બાઇકના એર ફિલ્ટરને સ્વચ્છ રાખો અને દર 1500kmથી 2000km પર એર ફિલ્ટર બદલી લેવુ જોઇએ. એર ફિલ્ટર બાઇકની સીટની નીચે હોય છે, જેને સરળતાથી બદલી શકાય છે.

ચેનને સ્વચ્છ રાખો

બાઇકની ચેનને રેગ્યુલર સાફ કરતા રહો. ખરાબ ચેનથી બાઇકની પરફોર્મન્સ ખરાબ થાય છે. ચેન પર ગ્રીસનો ઉપયોગ જરાય ના કરો, કારણ કે તેનાથી રોટેશનમાં તકલીફ થાય છે અને પકડ નબળી પડે છે. સાથે જ ગ્રીસના કારણે ગંદકી પણ થાય છે.

બાઇક

કૂલેંટ બદલો

હાઈ પરફોર્મન્સ હેવી એન્જીન બાઇક્સમાં કૂલેન્ટનો ઉપયોગ થાય છે. કૂલેંટ એન્જીનને હીટથી રક્ષણ આપે છે. તેથી રેગ્યુલર કૂલેંટની તપાસ થતી રહેવી જોઇએ. જો તેની માત્રા ઓછી થઇ ગઈ હોય તો ટોપ-અપ કરી લેવુ જોઇએ. આમ કરવાથી એન્જીનની પરફોર્મન્સ સારી રહે છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

Google એ શરૂ કરી ફોટોઝ Hide કરવાની સુવિધા, બસ અપનાવો આ ટેક્નિક ને છુપાવો પર્સનલ વીડિયો

Dhruv Brahmbhatt

પ્લેટફોર્મ ટિકિટ દ્વારા પણ થઈ શકે છે ટ્રેન મુસાફરી , જાણો ભારતીય રેલ્વેના આ જરૂરી નિયમો

Vishvesh Dave

ઘરબેઠા થઈ શકશે ખરીદી/ બાઈક ખરીદવાના મૂડમાં છો તો તમારા માટે છે ઉત્તમ તક, 10 હજાર રૂપિયા સુધી મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!