GSTV
Home » News » મહિલા : પાણીની તંગી છે, બાવળિયા : મને વોટ કેમ ન આપ્યો ?

મહિલા : પાણીની તંગી છે, બાવળિયા : મને વોટ કેમ ન આપ્યો ?

Rajkot Lok Sabha

ગુજરાતના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા પાસે પાણીની તંગીની ફરિયાદ કરવા કેટલીક મહિલાઓ પહોંચી. તો તે અંગે કુંવરજીએ કહ્યું કે, આ લોકોએ તેમને વોટ કેમ ન આપ્યો ? કોઈએ મોબાઈલ પર આ અંગેનો વીડિયો રેકોર્ડ કરી લીધો અને આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે.

કુંવરજી પહેલા કોંગ્રેસમાં હતા અને તેઓ ગત વર્ષે જ ભાજપમાં સામેલ થયા છે. તેમણે રાજકોટ લોકસભા હેઠળ જસદણ વિધાનસભા બેઠક જીતી હતી. કુંવરજી ભાજપના ઉમેદવાર માટે રાજકોટ જિલ્લાના કનેસારા ગામમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા, તે દરમિયાન ગુસ્સામા ગ્રામવાસીઓનું એક જૂથ તેમની પાસે આવ્યું, તેમાં મહિલાઓનું એક જૂથ પણ હતું.

Kunvarjibhai Bavaliya statement

મહિલાઓએ ફરિયાદ કરી કે, માત્ર અડધા ગામને જ પાણી મળે છે, તો તે અંગે કુંવરજી બાવળીયાએ કહ્યું કે, ગામના માત્ર 55% લોકોએ તેમને વોટ આપ્યો હતો. કુંવરજી બાવળીયાએ કહ્યું કે, કેમ તમામ લોકોએ તેમને વોટ ન આપ્યા? વીડિયો વાયરલ થયા બાદ બાવળીયાએ તેમના નિવેદન બાદ બચવાની કોશીશ કરી હતી. તેમણે કહ્યું કે, વિરોધ કરનારી મહિલાઓ અશિક્ષિત હતી. તેમને સવાલ પૂછવા માટે ઉપસાવવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, આ પાણી સમસ્યાની ફરિયાદ તેઓએ મંત્રાલયમાં નહીં સ્થાનિક પંચાયતમાં કરી છે.

READ ALSO

Related posts

વડોદરામાં લાખો લોકોએ ગંદુ પાણી પીધું, અઢી મહિના પછી ખબર પડી કે…

Riyaz Parmar

5 વર્ષમાં PM મોદીએ વારાણસીની કાયાપલટ કરી નાંખી, આ છે વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ

Riyaz Parmar

ક્રિકેટના મેદાનમાં મોટી દુર્ઘટના, ખેલાડીની તુટીને અલગ થઈ ગઈ…

Nilesh Jethva