GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

યુએન હોય કે યુરોપિયન યુનિયન આ છોકરીનો વિશ્વમા છે દબદબો, મેળવશે દુનિયાનો સૌથી મોટો પુરસ્કાર

ગ્રેટાની પર્યાવરણ અંગેની ઝુંબેશ એવી તો રંગ લાવી કે વિશ્વના ધુરંધર નેતાઓ જ્યાં એકઠા થાય છે તેવી બેઠકોમાં ગ્રેટાને તેમના વિચારો રજૂ કરવા આમંત્રણ આપવામાં આવ્યું. યુએન હોય કો યુરોપિયન યુનિયન. ગ્રેટા તમામ મંચ પરથી પર્યાવરણને બચાવવાની અપીલ કરતી રહે છે. ગ્રેટાને તાજેતરમાં જ દુનિયાભરમાં પ્રતિષ્ઠિત એવો એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. એટલું જ નહિં વર્ષ 2019ના નોબલ પ્રાઇઝ માટે પણ તેને નોમિનેટ કરવામાં આવી છે.

ગ્રેટા થનબર્ગની પર્યાવરણની ઝુંબેશે એવી જાગૃતિ ફેલાવી કે જે વર્ષોથી ચળવળ ચલાવી રહેલા આંદોલનકારીઓ કરોડોનો ખર્ચ કરવા છતાં પણ નથી ફેલાવી શક્યા. ગ્રેટાની ઝુંબેશનો પ્રભાવ વિશ્વના અનેક મોટા મંચ પર પણ જોવા મળ્યો.

ગ્રેટા નિડરતાપૂર્વક આ મંચ પરથી વિશ્વના ધુરંધર નેતાઓને પર્યાવરણને બચાવવા માટે નક્કર પગલાં લેવાની અપીલ કરતી રહે છે. ગત વર્ષે ડિસેમ્બરમાં પૉલૅન્ડમાં યોજાયેલી યુએન કલાઇમેટ ટૉક્સ તેમજ જાન્યુઆરીમાં દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઇકોનૉમિક ફૉરમની બેઠકમાં આપેલા વક્તવ્ય બાદ ગ્રેટાને આજે આખી દુનિયા ઓળખે છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં 16 વર્ષીય ગ્રેટાએ દુનિયાના દિગ્ગજોને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે પર્યાવરણની સુરક્ષા કરવામાં આપણે સૌ નિષ્ફળ રહ્યા છીએ.

ક્લાયમેટ ચેન્જની ઝુંબેશ બાદ ગ્રેટાને વિશ્વના અનેક પ્રતિષ્ઠિત પુરસ્કારથી નવાજવામાં આવી રહી છે. તાજેતરમાં જ વોશિંગ્ટન ખાતે ગ્લોબલ વોર્મિંગ પ્રત્યે જાગૃતિ ફેલાવવા બદલ ગ્રેટાને બહુ પ્રતિષ્ઠિત એમ્નેસ્ટી ઇન્ટરનેશનલનો સર્વોચ્ચ એમ્બેસેડર ઓફ કન્સાઇન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.

બીજી તરફ વિશ્વવિખ્યાત ટાઇમ મેગેઝીને પણ ગ્રેટાને કવર પેજ પર સ્થાન આપ્યું છે. ટાઇમ મેગેઝિને ગ્રેટાને ટોપ ટેન નેક્સ્ટ જનરેશન લીડર્સમાં સામેલ કરી છે. તો ઇન્ટરનેશનલ વુમન્સ ડે પર તેને સ્વીડનમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વુમન ઓફ ધ યરનું બિરુદ પણ આપવામાં આવ્યું. તો દુનિયાના અન્ય ટોચના મેગેઝીનોના કવરપેજ પર પણ ગ્રેટા ચમકી ચૂકી છે.

ગ્રેટાએ આંતરરાષ્ટ્રીય સ્તરે જે ઝુંબેશ ચલાવી છે તેને જોતાં નોર્વેના ત્રણ સાંસદોએ ગ્રેટાના નામની ભલામણ વર્ષ 2019ના નોબલ શાંતિ પુરસ્કાર માટે કરી છે. જો ગ્રેટાને નોબલ શાંતિ પુરસ્કાર મળશે તો તે આ પુરસ્કાર મેળવનારી સૌથી નાની વયની વ્યક્તિ બનશે. આ પહેલા પાકિસ્તાનની મલાલા યુસુફઝાઇને 17 વર્ષની ઉંમરે નોબલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો.

READ ALSO

Related posts

ચીનને રક્ષામંત્રીનો સણસણતો જવાબ, તો પીએમ મોદીએ કરી રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

pratik shah

ગુજરાતમાં વધતા Coronaના કેસથી ફફડ્યા આ ત્રણ રાજ્ય, ટ્રેનોને સીમામાં ઘુસવાની પાડી દીધી ના

Arohi

શાહપુરનાં યુવકે બુલેટ બાઇકમાંથી બનાવી અનોખી એમ્બ્યુલન્સ, પાડોશી રાજ્યની ખાનગી હોસ્પિટલે આપ્યો 50 બાઈકનો ઓર્ડર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!