GSTV

ટ્રેન 15 મીનિટ મોડી પડી કે 10 મીનિટ વહેલી પહોંચશે તો થશે દંડ, રેલવેએ આ ટ્રેનો માટે તૈયાર કર્યો ડ્રાફ્ટ

રેલવેખાનગી સંચાલકો માટે પ્રદર્શનના મુખ્ય સુચકઆંકોને લઈને એક ડ્રાફ્ટ જાહેર કર્યો છે જે અનુસાર જો તેમના દ્વારા સંચાલિત રેલગાડીઓ મોડી ચાલશે અથવા ગંતવ્ય સ્થળે સમય પહેલાં પહોંચશે તો તેમને મોટો દંડ ભરવો પડશે. બુધવારે જાહેર થયેલા ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છે કે, ખાનગી ટ્રેન સંચાલકોને વર્ષમાં 95% સુધીના સમયનું પાલન કરવું પડશે. ડ્રાફ્ટ અનુસાર સંચાલકોને મળતી રેવન્યૂ વિશે ખોટી જાણકારી આપવા પર કે ટ્રેન રદ્દ કરવા વિશે સાચી જાણકારી નહી દેવા પર દંડ ભરવો પડશે. જો રેલગાડી ગંતવ્ય સ્થળે પહોંચવામાં 15 મિનીટથી વધારે મોડી પડશે તો તેને સમય પાલન કરાવવામાં નિષ્ફળતા માનવામાં આવશે.

ખાનગી ટ્રેને આટલો ચુકવવો પડશે દંડ

આવા કિસ્સાઓમાં ખાનગી સંચાલકોને સમયની પાબંદીના મુકાબલે સમયબદ્ધતામાં પ્રતિ એક ટક ઘટાડા માટે 200 કિમીનો એડિશનલ ચાર્જ રેલવેને આપવો પડશે. રેલવે જણાવ્યું આ ચાર્જ 512 રૂપિયા પ્રતિ કિલોમીટર હશે. આ તે શુલ્ક છે જે ખાનગી સંચાલક રેલવેની આધારભૂત સંરચનાના ઉપયોગ કરવાના બદલામાં તેને આપશે. જો કોઈ ખાનગી રેલગાડી ઓછામાં ઓછા 10 મિનીટ પહેલા ગંતવ્ય સ્થળે પહોંચે છે તો સંચાલકને રેલવેને દંડ તરીકે 10 કિમીનો પરિવહન શુલ્ક આપવો પડશે. અધિકારીઓએ જણાવ્યું કે, આ નિર્ણય તે માટે કરવામાં આવ્યો છે જેથી ખાનગી રેલગાડીઓ સમયનું પાલન કરે.

આ કારણોમાં નહીં ચુકવવો પડે ચાર્જ

તેમાં તે પણ કહેવામાં આવ્યું છે કે, સંચાલક તરફથી રેલ સેવા રદ્દ કરવાની સ્થિતિમાં તેઓ દંડ તરીકે તે રેલગાડી માટે રેલવેને ચોથા ભાગનો ચાર્જ આપવો પડશે અને જો રેલવે તરફથી રેલસેવા રદ્દ કરવામાં આવશે તો રેલવે સંચાલકને તેટલો જ ચાર્જ આપશે. જો ખરાબ વાતાવરણ, પાલતુ પશુ રેલગાડી નીચે આવી જાય, કોઈ માણસ રેલગાડી નીચે આવી જાય, કાયદો વ્યવસ્થા, જાહેર પ્રદર્શન, ગુનાહિત ગતિવિધિ, દુર્ઘટના જેવા કારણોથી રેલગાડીના સમયમાં અસર પડશે તો કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવો પડશે નહી.

Related posts

RSSના આર્થિક સંગઠનની મોદી સરકારને સલાહ, MSPની નવી ગેરેન્ટી વાળું બિલ લાવો

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!