જૂનાગઢમાં રોપ-વે શરૂ થશે તો તમામ ડોળી ધારકો બેરોજગાર બનશે

ગીરનારમાં ડોળી એસોસિએશનને ધરણા કર્યા છે. રોપ-વેના વિરોધમાં ડોળી ધારકોએ ધરણા કર્યા. રોપ-વે શરૂ થશે તો બેરોજગાર થવાની ડોળી ધારકો ભીતિ સેવી છે. અને આ સાથે તેમણે સરકાર પાસે ધંધા રોજગાર માટે માંગણી કરી છે. મહત્વનું છે કે ગીરનારની ચોટી પર જવા હાલ રોપ-વેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

ગીરનારમાં દરરોજ હજારો ભક્તો અને પ્રવાસીઓ આવતા હોય છે. ત્યારે ચોટીએ જવા અનેક લોકો ડોળી મારફતે જતાં હોય છે. અને તેને કારણે આ ડોળી ધારકોને રોજગારી મળતી હોય છે. ત્યારે હવે રોપ-વે શરૂ થશે તો આ ડોળી ધારકોનો ધંધો પડી ભાંગશે તેવી સ્થિતીના એંધાણ વર્તાયા છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter