GSTV
Home » News » જો સુધરી જાય તો પાકને નાપાક ન કહેવાય, છેલ્લાં ત્રણ દિવસમાં ત્રણ નિર્દોષની હત્યા કરી નાખી

જો સુધરી જાય તો પાકને નાપાક ન કહેવાય, છેલ્લાં ત્રણ દિવસમાં ત્રણ નિર્દોષની હત્યા કરી નાખી

કાશ્મીરમાં પરિસ્થિતિ વધુને વધુ કથળી રહી છે, પુલવામા હુમલા બાદ ભારતીય એરફોર્સે પાકિસ્તાનમાં એરસ્ટ્રાઇક કરી હતી. જોકે તેની કોઇ જ અસર પાકિસ્તાની આતંકીઓ પર નથી જોવા મળી રહી, જેને પગલે ફરી અતી ક્રુર હુમલા કાશ્મીરમાં શરૃ થઇ ગયા છે. ઘણા સમય બાદ પહેલી વખત કાશ્મીરમાં એક સ્થાનિક મહિલા પોલીસ અધિકારીની આતંકીઓએ હત્યા કરી નાખી હતી. આ જઘન્ય કૃત્યની બહુ જ આકરા શબ્દોમાં સૌ મળીને ટીકા કરી રહ્યા છે.

કાશ્મીરના શોપિયાંમાં આ શરમજનક ઘટના બની હતી, અહીં આતંકીઓએ મહિલા વિશેષ પોલીસ અધિકારી (એસપીઓ)ની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ખુશબુ જાન નામના આ મહિલા અધિકારીને બપોરે ધોળા દિવસે જાહેરમાં ગોળી મારી હત્યા કરી હતી. ખુશબુ જ્યારે પોતાના ઘર પર હતા ત્યારે જ આ હુમલો કર્યો હતો બાદમાં આતંકીઓ ફરાર થઇ ગયા હતા. ઘટના બાદ સીઆરપીએફએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકીઓની શોધખોળ જારી છે.

જ્યારે આ પહેલા પણ અનેક કાશ્મીરીઓની આ રીતે આતંકીઓ હત્યા કરી ચુક્યા છે, ગત ગુરુવારે જ પુલવામા જિલ્લાના અવંતીપોરા વિસ્તારમાં ગુલજારપોરામાં રહેતા મંજૂર અહમદનંુ રાત્રે અપહરણ કરીને હત્યા કરી દેવામાં આવી હતી, એવી જ રીતે બુધવારે પણ સૈન્યના એક પૂર્વ સ્થાનિક કાશ્મીરી જવાનની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી, એટલે કે માત્ર ત્રણ જ દિવસમા ત્રણ હત્યાઓ કરી આતંકીઓ ફરાર થઇ ગયા છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન મેહબુબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાએ આ ઘટનાની ટીકા કરી હતી અને આતંકીઓ સામે આકરી કાર્યવાહીની માગ કરી હતી.

મેહબુબા મુફ્તિએ ટ્વિટ કરીને કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ઘાટીમાં વધી રહેલા આ મોતના તાંડવની હું આકરા શબ્દોમાં ટીકા કરુ છું, સાથે જે લોકો માર્યા ગયા તેમના પરિવારને દિલાસો આપું છું, પૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ પણ આ જ પ્રકારનું ટ્વિટ કર્યું હતું અને કહ્યું હતું કે આ ઘટનામાં મૃત્યુ પામેલ ખુશ્બુના પરિવારજનો અને તેમના જમ્મુ કાશ્મીરના સહકર્મી પોલીસને પણ સહાનુભુતી અને સાથસહકાર આપુ છું.

એક તરફ નિર્દોશ કાશ્મીરીઓની હત્યા થઇ રહી છે જ્યારે બીજી તરફ સરહદે ગોળીબાર જારી છે. પૂંચના મેંધાર સેક્ટરમાં આતંકીઓએ છુપાવેલ લેન્ડમાઇન વિસ્ફોટ થતા જવાન ગંભીર રીતે ઘવાયો હતો. જ્યારે આ જ પૂંચ સેક્ટરમાં પાકિસ્તાને શસ્ત્ર વિરામનો ભંગ કરી અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. બપોરે દોઢ વાગ્યે પાક. સૈન્યએ તોપમારો કર્યો હતો.

પાકિસ્તાન નહીં સુધરે તો ભારત ફરી મોટી કાર્યવાહી કરશે : સૈન્ય વડા બિપિન રાવત

પાકિસ્તાને ફરી કાશ્મીરમાં માથુ ઉચક્યું છે, અને પોતાના આતંકીઓ દ્વારા નિર્દોશ કાશ્મીરીઓની હત્યા કરાવી રહ્યું છે. જેને પગલે સૈન્ય વડા બિપિન રાવતે ચીમકી આપી છે કે ગમે ત્યારે પાકિસ્તાન પર ફરી ભારત એક્શન લઇ શકે છે. રાવતે જણાવ્યુ છે કે જો પાકિસ્તાન પોતાની હરકતોમાંથી બહાર નહીં આવે અને આતંકવાદ તેમજ સરહદે શસ્ત્ર વિરામનો ભંગ જારી રાખશે તો તેના માઠા પરીણામો પણ તેણે ભોગવવા પડશે.

આવી સ્થિતિમાં ભારત ફરી એરસ્ટ્રાઇક જેવો હુમલો પાકિસ્તાન પર કરી શકે છે તેવા સંકેતો પણ સૈન્ય વડાએ આપ્યા હતા. અને હાલ દેશમાં જે ચૂંટણીનો માહોલ છે તેના પર પણ સૈન્યની કોઇ કાર્યવાહીની અસર નહીં થવા દઇ તેવો દાવો પણ સૈન્ય વડા રાવતે કર્યો હતો.

READ ALSO

Related posts

જામિયા યૂનિવર્સિટીમાં મારપીટ-તોડફોડ, આરોપ-પ્રત્યારોપ વચ્ચે સુલેહનો નિષ્ફળ પ્રયાસ

Bansari

નવાઝ શરીફની હાલત ગંભીર, જેલમાં ઝેર આપવામાં આવી રહ્યું હોવાનો પુત્ર હુસૈનનો દાવો

Bansari

સરહદે તોપમારા કરતાં પાકિસ્તાનની અવળચંડાઈ, સેનાએ દિવાળી મીઠાઈ ન સ્વીકારી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!