GSTV
ANDAR NI VAT

સમિતિની ભલામણો માનવામાં આવશે તો કોંગ્રેસનું ભાગ્ય બદલાઈ જશે

કોંગ્રેસમાં સંગઠનમાં ફેરફાર માટે રચવામાં આવેલી સમિતિએ ખૂબ સારી ભલામણો કરી છે. જો એ ભલામણો માની લઈ તેના પર અમલીકરણ કરવામાં આવશે તો કોંગ્રેસનું ભાગ્ય બદલાઈ જશે એ નિશ્ચિત છે. શું-શું ભલામણો છે તે જોઈએ.

(1) એક પરિવારમાંથી કેવળ એક જ સદસ્યને ટિકિટ અપાશે. જેને ટિકિટ અપાય એ વ્યક્તિ કમસેકમ પાંચ વર્ષથી કોંગ્રેસમાં સક્રિય હોવી જોઈએ. પક્ષમાં નવા-સવા આવેલાઓને ટિકિટ નહીં અપાય.

(2) જો કોઈ નેતાના પુત્રને કે અન્ય નેતાને કોંગ્રેસમાં ટિકિટ જોઈતી હશે તો લગાતાર પાંચ વર્ષ સુધી પાર્ટીના સંગઠનમાં કામ કરવું પડશે.

કોંગ્રેસ

(3) જે પરિવારો વર્ષોથી કોંગ્રેસ જોડે સંકળાયેલા છે તેમને એક ટિકિટનો નિયમ લાગુ પડતો નથી.

(4) સંગઠનના 50% પદ યુવાનો માટે અનામત રાખવા. યુવાન એટલે જેની ઉંમર 50 વર્ષથી ઓછી હોય એવો નેતા.

(5) જે નેતાઓ પદ પર રહીને સારી કામગીરી કરશે તેમને પારિતોષિક આપવામાં આવશે. કોઈપણ નેતા પાંચ વર્ષ સુધી પદ પર રહે પછી તે એકધારુ વધુ વર્ષો સુધી તે પદ ભોગવી શકશે નહીં. તે નેતાને ત્રણ વર્ષનો કુલીંગ પીરિયડ આપવામાં આવશે. આ નિયમ સંગઠનના નેતાને જ લાગુ પડશે. ચૂંટણી જીતનારા નેતાને લાગુ પડશે નહીં.

બુથ અને બ્લોક લેવલ પર 3થી 5 મંડળ બનાવવામાં આવશે જેથી બુથ સ્તરની સમિતિ અને બ્લોક સ્તરની સમિતિમાં વધુને વધુ કાર્યકર્તાઓને સમાવી શકાય.

Read Also

Related posts

અચાનક હાઈવે પર થવા લાગ્યો નોટોનો વરસાદ, ચાલુ કારમાંથી વ્યક્તિએ દોઢ કરોડથી વધુ નોટો ઉડાવી દીધી

HARSHAD PATEL

લ્યો બોલો / આંધ્રપ્રદેશના સીએમ રેડ્ડીનું પોસ્ટર કૂતરાએ ફાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ

Hardik Hingu

બોલિવૂડમાં જ નહીં સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ નેપોટિઝમ?, ટોચના સ્ટાર આ પરિવારોનો જ દબદબો

Hardik Hingu
GSTV