GSTV
Home » News » જો મિલકત વેરો બાકી હોઈ તો આજે જ પહોંચો કોર્પોરેશન, બાકી રસ્તા પર રહેવું પડી શકે છે

જો મિલકત વેરો બાકી હોઈ તો આજે જ પહોંચો કોર્પોરેશન, બાકી રસ્તા પર રહેવું પડી શકે છે

જો તમારો મિલકતવેરો બાકી હોય તો ભરી દેજો. મિલકત વેરો નહીં ભરનાર વ્યતિઓ સામે અમદાવાદ કોર્પોરેશને લાલ આખ કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદ કોર્પોરેશન ઇતિહાસમાં પહેલીવાર મિલકતોની હરાજી કરવા જઈ રહી છે. આગામી જાન્યુઆરી મહિનામાં આ હરાજી કરાશે. આમ તો અનેક મિલકત એવી છે જેનો વર્ષોથી ટેક્સ બાકી છે. અનેક રજૂઆત છતાં ટેક્સ ભરવામાં આવતો નથી ત્યારે આવા એકમો સામે પગલાં લેવાનો નિર્ણય કર્યો છે. જેમાં નવ મિલકતોની હરાજી કરવામાં આવશે. જે મિકતોની હરાજી થવાની છે તેમ મેમનગર સહેલીમાં આવેલો સહેલી પાર્ટીપ્લોટ જેનો. 67.68 લાખનો ટેક્સ બાકી છે.

આ સાથે મધ્ય ઝોનમાં ખાડીયાની હરણવાળી પોળ અને લાલ દરવાજા પાસેના 10 કે બી કોમર્શીયલ સેન્ટરમાં ક્રમસ 7.06 લાખ અને 22.23 લાખનો ટેક્સ બાકી હોવાથી હરાજી કરાશે. આ હરાજી આગામી જાન્યુઆરી માસમ થશે. બીડ જમા કરવાની અને ઓપન કરવાની તારીખ 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. આ મિકલતની હરાજીથી તંત્રને અંદાજે 25 કરોડની આવક થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષોથી કેટલાક લોલો મિલકતવેરો ભરતા નથી જેથી કોર્પોરેશનની આવક પર અસર થાય છે જેને જોતા કમિશનરે આવા લોકો સામે કડક પગલાં ભરવા સૂચના આપી હતી જેના કારણે કોર્પોરેશન પ્રથમવાર હરાજી કરવા જઈ રહ્યું છે.

Related posts

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશ બુધવારે અંતરિક્ષના ક્ષેત્રમાં રચશે નવો ઈતિહાસ

pratik shah

સુરતના મહિલા કોર્પોરેટર કપિલા પટેલ આવ્યા એસીબીના સકંજામા, પતિ-પત્ની ફરાર

Nilesh Jethva

ગોધરા કાંડ : બુધવારના રોજ પ્રદીપસિંહ જાડેજા તપાસ કમિટીનો અહેવાલ ભાગ-2 ગૃહમાં રજૂ કરશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!