GSTV
Home » News » જો તમારો ફોન આજકાલ ખૂબ જ હેંગ થઈ રહ્યો હોય તો ચેતજો, આ વાયરસ હોઈ શકે

જો તમારો ફોન આજકાલ ખૂબ જ હેંગ થઈ રહ્યો હોય તો ચેતજો, આ વાયરસ હોઈ શકે

જો આજકાલ ફોન ખૂબ જ હેંગ થઈ રહ્યો હોય તો ચેતજો. કદાચ બેટરી પણ ઉડી જઈ રહી છે. અન્ય એપ્લિકેશનો નથી કામ કરી રહી ? ફોન આવે છે પણ ડિસ્પ્લે પર નામ નંબર બતાવતા જ નથી ? જો ખરેખર આવું થાય છે તો ચેતી જજો હો…!!! કારણકે ગૂગલની પ્રોડક્ટ મેલેશિયસ અને બગ્સની ફેવરીટ જગ્યા છે. તેનું તાજુ ઉદાહરણ છે ગૂગલ આસિસ્ટન્ટમાં આવેલું એક બગ. દુનિયાભરના કેટલાય એન્ડ્રોઇડ યુઝર્સે ગૂગલ આસિસ્ટન્ટમાં આવેલા આ બગની ફરિયાદ કરી છે. યુઝર્સનું કહેવું છે કે ગૂગલ આસિસ્ટન્ટને જેવું ઓન કરી ‘Hey Google’ બોલી છીએ તરત જ ફોનની સ્ક્રીન ફ્રીઝ થઇ જાય છે.

બગ સ્ક્રીનને ફ્રીઝ કરી હંમેશા ઓન રાખે છે. બગ ફોનની બેટરીને ડ્રેન કરવાનું કામ કરે છે. કેટલાક એક્સપર્ટનું કહેવું છે કે તેનાથી ફોનની ડિસ્પ્લે ખરાબ થઇ શકે છે. રિપોર્ટ અનુસાર ગૂગલ બોલતા જ સ્માર્ટફોનની સ્ક્રીન ફ્રીઝ થઇ જાય છે. ત્યાર બાદ સ્ક્રીન ઓન રહે છે. તેના કારણે ફોનની બેટરી ઝડપથી ઉતરી જાય છે. આ બગને કારણે અન્ય એપ કામ નથી કરતી. બગથી ગૂગલ હોમ પણ પ્રભાવિત છે.

એક અન્ય રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બગ અંગે સપ્ટેમ્બરમાં જ ખબર પડી ગઇ હતી કેટલાક યુઝર્સે ગૂગલ ફોરમ પર તેની ફરીયાદ પણ કરી છે. જોકે, ગૂગલ તરફથી હજી સુધી આ અંગે કોઇ નિવેદન સામે આવ્યું નથી. બગને કેટલા સમયમાં ફિક્સ કરવામાં આવશે તેનો જવાબ પણ હજી સુધી આવ્યો નથી. એવામાં તમારા માટે યોગ્ય તે રહેશે કે તમે થોડા દિવસ સુધી ગૂગલ આસિસ્ટન્ટનો ઉપયોગ ન કરો

READ ALSO

Related posts

ફરી પ્રેગ્નેન્ટ છે બચ્ચન વહુ ઐશ્વર્યા રાય, ઈન્ટરનેટ પર વાયરલ થયા ફોટા

Dharika Jansari

દિલ્હી NCRમાં ઝેરી હવાનો પ્રકોપ, આગામી બે દિવસ સ્થિતિ વધુ બગડવાની સંભાવના

Arohi

VIDEO : હોસ્પિટલની બાજુમાં જ કપિરાજે લોકોને બચકા ભરતાં લોકોને કારણ વિનાનું દાખલ થવું પડ્યું

Mayur
Do NOT follow this link or you will be banned from the site!