GSTV

કામનું / ચાલતી ટ્રેનમાંથી મોબાઇલ ફોન બહાર પડી જાય તો આવી રીતે મેળવી શકો છો પરત, ભૂલથી પણ ચેઇન પુલિંગ ન કરતા

Last Updated on October 21, 2021 by Zainul Ansari

ભારતીય રેલવે નેટવર્ક વિશ્વમાં ચોથા નંબરે છે. લોકો લાંબા અંતર માટે ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં લોકો ટ્રેનમાં સમય પસાર કરવા માટે ઘણીવાર તેમના મોબાઇલનો ઉપયોગ કરે છે. જો તમારો ફોન ચાલતી ટ્રેનમાંથી પડી જાય તો તમે શું કરશો? સામાન્ય રીતે લોકો આવી સ્થિતિમાં કાં તો શાંતિથી બેસી જશે અથવા ટ્રેનની ઇમરજન્સી બ્રેક (એલાર્મ ચેઇન) ખેંચવાનો વિચાર કરશે. તમને જણાવી દઈએ કે આમાંથી કોઈ પણ પદ્ધતિ યોગ્ય નથી. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે ટ્રેનમાંથી પડેલા ફોનને પાછો કેવી રીતે મેળવવો.

આવી રીતે પાછા મેળવો મોબાઇલ

ટ્રેનમાં મુસાફરી કરતી વખતે જો તમારો મોબાઈલ અચાનક નીચે પડી જાય, તો સૌ પ્રથમ તમારે રેલવે ટ્રેકની બાજુમાં પોલ પર લખેલ નંબર અથવા સાઈડ ટ્રેકનો નંબર નોંધી લેવો જોઈએ. પછી તરત જ બીજા મુસાફરના ફોનની મદદથી RPF અને 182 નંબર પર માહિતી આપવી જોઈએ. આ દરમિયાન તમારે તેમને જણાવવું જોઈએ કે તમારો ફોન કયા પોલ અથવા ટ્રેક નંબર પર પડ્યો છે. આ માહિતી આપ્યા બાદ રેલવે પોલીસ માટે તમારો ફોન શોધવો સરળ બનશે અને તમારો ફોન મળવાની શક્યતા અનેકગણી વધી જશે કારણ કે પોલીસ તરત જ તે જ જગ્યાએ પહોંચી જશે. તેના પછી તમે રેલવે પોલીસનો સંપર્ક કરીને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તમારો મોબાઇલ મેળવી શકો છો.

આ નંબરો દ્વારા પણ માંગી શકો છો હેલ્પ

રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે R.P.Fનો ની ઓલ ઇન્ડિયા સિક્યુરિટી હેલ્પલાઇન નંબર 182 છે તેને તમે કોઈ પણ સમયે ડાયલ કરીને મદદ માગી શકો છો. એ જ રીતે G.R.Pનો હેલ્પલાઇન નંબર 1512 છે અને તેને ડાયલ કરીને સિક્યોરિટીની માંગણી કરી શકાય છે. રેલ પેસેન્જર હેલ્પ લાઈન નંબર 138 છે, રેલ મુસાફરી દરમિયાન કોઈ સમસ્યા હોય તો આ નંબર ડાયલ કરીને પણ મદદ માંગી શકાય છે.

Chain Pulling કરવાની જરૂર નહીં

ચાલતી ટ્રેનમાંથી મોબાઇલ પડે ત્યારે લોકો ઉતાવળમાં ચેઇન પુલિંગ કરે છે. જો તમે આમ કરશો તો તમને સજા થઈ શકે છે. ભારતીય રેલવે અધિનિયમ 1989ની કલમ 141 હેઠળ જો કોઈ મુસાફર કોઈ જરૂરી કારણ વગર ચેઇનનો ઉપયોગ કરે છે, તો રેલવે એડમિનિસ્ટ્રેશન મુસાફરો અને રેલવે સ્ટાફના કામમાં અવરોધ પેદા કરવાના કારણે 1 વર્ષની સજા અથવા 1000 રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.

ક્યારે કરી શકો છો Chain Pulling

જો તમે જાણ્યા વગર ચેન પુલિંગ કરો છો, તો તમારે જેલમાં જવું પડી શકે છે. ટ્રેનની સાંકળ અમુક પરિસ્થિતિઓમાં જ ખેંચી શકાય છે.

  1. જો કોઈ સહ-પ્રવાસી અથવા બાળક ચૂકી જાય અને ટ્રેન દોડવા લાગે.
  2. ટ્રેનમાં આગી લાગી જાય
  3. વૃદ્ધ કે અપંગ વ્યક્તિને ટ્રેનમાં ચઢવા સમય લાગતો હોય અને ટ્રેન ચાલે.
  4. 4 અચાનક બોગીમાં કોઈની તબિયત ખરાબ થઈ જાય (સ્ટ્રોક કે હાર્ટ અટેક આવે)
  5. ટ્રેનમાં મારામારી, ચોરી અથવા લૂંટની ઘટના થાય

Read Also

Related posts

4 વર્ષની ‘રિયલ લાઇફ મોગલી ગર્લ’: ખૂંખાર પ્રાણીઓ વચ્ચે ગુજાર્યા દિવસો, જાણો હવે ફરી કેમ આવી ચર્ચામાં?

Zainul Ansari

ખુશખબર / બેંક જવાની જફા માંથી મુક્તિ, પાંચ મિનિટ કાઢીને કરો SBI Yono Businessમાં રજીસ્ટ્રેશન, ચપટી વગાડતા થઇ જશે તમામ કામ

Pritesh Mehta

દર્દનાક ઘટના / એક કુટેવે બનાવી દીધો પીશાચી, અવાવરુ નાળામાં લઈ જઈ ત્રણ વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!