GSTV
Cricket Sports

વરસાદના પગલે મેચ રદ્દ થશે તો ગુજરાત-મુંબઈ કંઈ ટીમ પહોંચશે ફાઈનલમાં, જાણો એક ક્લિકમાં

ઈન્ડિયન પ્રીમિયર લીગ(2023)માં આજે શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે બીજો ક્વોલિફાયર મુકાબલો ખેલાવાનો છે ત્યારે આ મહત્વપૂર્ણ મેચ પહેલા અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે મેચ રદ્દ થશે તો ગુજરાત ટાઈટન્સની ટીમ ફાઈનલમાં પ્રવેશ મેળવી લેશે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના સફરની વિદાય થશે. કારણ કે, ક્વોલિફાયર મેચમાં વરસાદ થાય તો કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. પરિણામે આઈપીએલના પોઈન્ટ ટેબલમાં જે ટીમ ટોપ પર હોય તે ટીમ ફાઈનલમાં પ્રવેશ મેળવશે.

મુંબઈ ચોથી વખત રમી રહી છે ક્વોલિફાયર-2

મુંબઈ ઈન્ડિયન્સ લીગ સ્ટેજ બાદ પોઈન્ટ ટેબલ નંબર-4 પર રહી હતી. મુંબઈના 14 મેચમાં 8 જીત અને 6 હાર સાથે 16 પોઈન્ટ હતા. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે એલિમિનેટરમાં લખનઉ સુપરજાયન્ટ્સને 81 રનથી હરાવીને ક્વોલિફાયર-2માં જગ્યા બનાવી હતી. મુંબઈની ટીમ 10મી વખત પ્લેઓફમાં પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તેની 10મી પ્લેઓફમાં ચોથી વખત ક્વોલિફાયર-2 રમી રહી છે.

તમને જણાવી દઈએ કે, ચેન્નઈ સુપર કિંગ્સ પ્રથમ ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઈટન્સને હરાવીને ફાઈનલમાં પહોંચી ગયું છે જ્યારે આજે રમાનારી મેચ ગુજરાત અને મુંબઈમાંથી જે ટીમ જીતશે તે ચેન્નઈ સામે ટકરાશે. આઈપીએલની ફાઈનલ મેચ 28મી મેના રોજ રવિવારે રમાશે.

READ ALSO

Related posts

ઓવલ ખાતે AUSનો શરમજનક રેકોર્ડ, કેપ્ટન રોહિતના ચહેરા પર જોવા મળી ખુશી, WTC ફાઈનલ જીતવાનો છે વિશ્વાસ

Padma Patel

‘અમે ભારતને WTC ફાઇનલમાં લઈ ગયા…’, ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સનું મોટું નિવેદન

Padma Patel

ચેન્નઈ સુપર કિંગ્સના ઓપનર ઋતુરાજ ગાયકવાડે લગ્ન કર્યા, પત્ની ઉત્કર્ષ પવાર સાથે શેર કરી સુંદર તસવીરો

Hina Vaja
GSTV