GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

લોકસભા સાથે આવનારી વિધાનસભા ચૂંટણીમાં જો આ નેતા ફરી મુખ્યમંત્રી બન્યા તો સત્તત 30 વર્ષ શાસનનો રેકોર્ડ બનાવશે

લોકસભાની ચૂંટણી આવી ગઈ છે ત્યારે કેટલાક એવા નેતાઓ પણ છે જેમને સત્તા ત્યાગ કરવાની જરા પણ ઈચ્છા નથી. વર્ષોથી કોઈને કોઈ રાજ્ય પર અથવા તો કોઈને કોઈ બેઠક પર તેઓ એકહથ્થુ શાસન કરી બેઠા છે. આ સમયે સિક્કિમના મુખ્યમંત્રી પવન ચામલિંગની યાદ આવે.

છેલ્લા 24 વર્ષથી પવન ચામલિંગ સીએમ છે. ભારતના કોઈ પણ રાજ્યમાં સૌથી વધારે વખત સત્તા પર રહેવાનો કિર્તીમાન તેઓ ધરાવે છે. ગત્ત વર્ષે જ તેમણે પશ્ચિમ બંગાળના સીએમ જ્યોતિ બસુનો રેકોર્ડ તોડ્યો હતો. એ પછી ચામલિંગ ભારતના એવા કદાવર નેતા બની ગયા હતા, જેમણે વર્ષો સુધી એક જ ગાદી પર શાસન કર્યું હોય. પણ ચામલિંગની એક ખાસિયત એવી છે જે તેમને બાકી નેતાઓથી અલગ બનાવે છે.

એ વાત એવી છે કે ચામલિંગ નિષ્પક્ષ અને સમયે ચૂંટણી કરાવીને સત્તા પર રહે છે. 2019ની લોકસભા ચૂંટણી સાથે સિક્કિમની રાજ્યની પણ ચૂંટણી થવાની છે. જો આ વખતે પણ ચામલિંગ સત્તા મેળવવામાં કામિયાબ થયા, તો સાફ છે કે 30 વર્ષ તેઓ સત્તામાં રહેવાના પૂર્ણ કરી લેશે. પણ આ સિવાય વિશ્વમાં પણ કેટલાક એવા નેતાઓ છે જેઓ સત્તા ત્યાગ કરવામાં માનતા નથી. યા તો તેઓ સત્તા પર જનતાના કારણે લોકપ્રિય હોવાથી ટકી રહે છે અથવા તો તેઓ સત્તામાં ગમે તેમ રહે છે.

વાત કરીએ અલ્ઝીરિયાના રાષ્ટ્રપતિ અબ્દેલઅઝીઝ બોટફ્લિકોએ સૈન્યના દબાણને વશ થઈ 20 વર્ષ બાદ રાજીનામુ આપી દીધું છે. તેમણે પહેલા જ સૂચિત કરી દીધું હતું કે તેઓ 28 એપ્રિલે પદ પરથી રાજીનામુ આપવાના છે. પણ લોકોએ તેમને તાત્કાલિક રાજીનામુ અપાવીને ખુરશી ખાલી કરાવી દીધી હતી. જણાવી દઈએ કે અબ્દેલઅઝીઝ દુનિયાના એ નેતાઓમાં સામિલ છે કે જેણે પોતાના ક્ષેત્રમાં લાંબા સમય સુધી એકહથ્થુ શાસન ભોગવ્યું હોય.

READ ALSO

Related posts

હવે બસ, ચીનને ભારતનું આ મંત્રાલય પણ આપશે ઝાટકો : કડક નિયમો સાથે કસ્ટમડ્યૂટી વધારશે

Dilip Patel

33 લડાકુ વિમાનોને ખરીદવાની સરકારે આપી લીલીઝંડી, સુખોઈ અને મીગ-29 ચીનના છક્કા છોડાવશે

Mansi Patel

ભારત અને જાપાનની સાથે સાથે આ દેશ પણ ચીનની નફ્ફટાઈથી થઈ રહ્યો છે પરેશાન, દુનિયા પાસે માગી મદદ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!