કેટલાક હાઇ ફ્રીકવન્સી ઇન્ડિકેટર મહામારી અગાઉના સ્તરે પહોંચ્યા હોઇ જો ભારતીય અર્થતંત્ર ૮ થી ૧૦ ટકાની રેન્જમાં વધે તો એ રોગચાળા પહેલાના સ્તરે પહોંચી જઇ શકે, એમ તજજ્ઞાોએ જણાવ્યું. રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાને વર્તમાન નાણાકીય વર્ષમાં અર્થતંત્ર ૯.૫ ટકાના દરે વધે એમ અપેક્ષિત છે.

જીડીપી વૃધ્ધિ દર અંદાજિત 10.5 ટકાના દરથી વધુ પડતો ઓછો નહિ હોય: કૃષ્ણમૂર્થિ
આઇએમએફ (આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ) એ બુધવારે નાણાકીય વર્ષ ૨૦૨૨ માટેનો ભારતના જીડીપી (ગ્રોથ ડોમેસ્ટિક પ્રોડક્ટ)ના વૃધ્ધિ-દરનો અંદાજ અગાઉના ૧૨.૫ ટકાથી ઘટાડીને ૯.૫ ટકા કર્યો છે. આ દરે, ભારતીય અર્થતંત્ર મહામારી પહેલાના સ્તરે પહોંચી શકશે.

મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્થિ સુબ્રમણ્યમે જણાવ્યું કે વર્તમાન નાણાકીય વર્ષમાં જીડીપીનો વૃધ્ધિ-દર ૧૦.૫ ટકા વૃધ્ધિના અંદાજિત દરથી નોંધપાત્રપણે ઘટશે નહિ.”આ દરે ભારત, નાણાકીય વર્ષ ૨૦૨૧ દરમિયાન જીડીપીમાં થયેલી ખોટને ભરપાઇ કરી શકશે. ઉત્પાદનમાં કાયમી નુકસાન કેટલું રહેશે એ ચર્ચાસ્પદ મુદ્દો છે”, એમ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના જૂથ મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્યા કાંતિ ઘોષે જણાવ્યું.
Read Also
- નીતિશ ફરી બનશે સીએમ / આરજેડી અને કોંગ્રેસને મળશે ડેપ્યુટી સીએમનું પદ, આ છે સત્તાની નવી ફોર્મ્યુંલા
- કિયારા અડવાણીએ શાહિદ કપૂરના થપ્પડ મારવાના સીન પર કર્યો ખુલાસો, રિલેશનશીપ પર કહી દીધી આ મોટી વાત
- સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે
- મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપ્યો મોટો ઝટકો, નહીં મળે આઠમું પગાર પંચ
- નીતિશ ના માન્યા / નીતિશને મનાવવા ભાજપે શાહને શરણે જવું પડ્યું, ડેમેજ કંટ્રોલ ન ફળ્યું