GSTV
Home » News » MP અને છત્તીસગઢની જેમ ગુજરાત સરકાર ખેડૂતોનું દેવું માફ કરે તો જુઓ શું થાય સ્થિતિ

MP અને છત્તીસગઢની જેમ ગુજરાત સરકાર ખેડૂતોનું દેવું માફ કરે તો જુઓ શું થાય સ્થિતિ

દેશમાં સૌથી સમૃદ્ધ રાજ્ય ગુજરાતના ખેડૂતો માસિક ૭૯૨૬ રૂપિયા અને વાર્ષિક ૯૫,૧૧૨ રૂપિયાની આવક મેળવે છે. જ્યારે આ કુલ ખેડૂતોમાંથી ૪૨.૬ ટકા ખેડૂતો દેવાગ્રસ્ત છે. આ તમામ ખેડૂતોનું સરેરાશ દેવું ૩૮,૧૦૦ રૂપિયા છે. દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના ખેડૂતોની આવક ૧૨મા ક્રમે છે અને દેવામાં ગુજરાતનો નંબર ૧૪મો છે. ખેડૂતો માટે લાખ સુવિધાઓ અને સહાયની સરકારની જાહેરાતો વચ્ચે પણ દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના ખેડૂતોની સ્થિતિ સારી તો નથી જ. નીતિનભાઈના જવાબ અનુસાર ગુજરાતમાં 20 હજાર કરોડનું ધિરાણ અપાય છે. જેને ખેડૂતો સમયસર ભરી દેતા હોવાથી દેવાં માફીનો સવાલ જ ન હોવાનો ભૂતકાળમાં જવાબ અપાયો છે.

ખેતીની લોનનો આંકડો તોતીંગ

રાજયના નાણા મંત્રાલયના ટોચના અધિકારીના જણાવ્યા મુજબ રાજયની હાલની આર્થિક સ્થિતિને ધ્યાને રાખીએ તો દેવા માફીનો બોજ અત્યારે ઉઠાવી શકાય તેવી સ્થિતિ નથી. આજની પરિસ્થિતિએ તો ખેતીની લોનનો આંકડો તોતીંગ છે. જેના ૧૦ ટકા (૮૦૦૦ કરોડ) માફ કરવામાં આવે તો પણ સરકારી તિજોરીને માઠી અસર પહોંચી શકે. સરકાર ખેડૂતોની દેવા માફીના સ્થાને ખેડૂતોની આવકમાં વધારો કરવાના પ્રોત્સાહક પગલા લઈ રહી છે. ખેડૂતોની આવક વધશે તો આપો આપ જ દેવા ભરાઈ જશે. સરકાર કે અન્ય કોઈની સહાયની જરૂર ખેડૂતોને રહેશે નહીં. દેવા માફી આપવાથી લોકો પર કર બોજ નાખવો પડે જે અત્યારના જીએસટીમાં શકય નથી. ઉપરાંત દેવામાં ડુબેલા ખેડૂતને ઉગારવા વધુ ધીરાણ આપવું પડે જે ફિસકલ રિસ્પોન્સીબીલીટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એકટ હેઠળ સરકાર આપી શકે નહીં. જેથી દેવા માફી સરકાર માટે અશકય બાબત સમાન ગણી શકાય.

ગ્રોસ એનપીએ રકમ ૧૪૭૮ કરોડ

ખેતી માટેની લોનનું આઉટ સ્ટેન્ડિંગ ૪૫,૬૦૭ કરોડનું છે. જયારે ગ્રોસ એનપીએ રકમ ૧૪૭૮ કરોડની છે. એનપીએ આઉટ સ્ટેન્ડિંગની ટકાવારી ૩.૨૪ પહોંચી ગઈ છે. આવી જ રીતે એગ્રીટર્મ લોનનું આઉટ સ્ટેન્ડીંગ ૩૬૪૬૮ કરોડ જેટલું થાય છે. ગ્રોસ એનપીએની રકમ ૨૭૯૨ કરોડ જેટલી છે. એનપીએ આઉટ સ્ટેન્ડિંગ ૭૬૬ ટકાએ પહોંચી ચૂકયું છે. આ તમામનો સરવાળો કરતા કૃષિ ક્ષેત્રે લીધેલા ધીરાણનું ટોટલ આઉટ સ્ટેન્ડિંગ ૮૨૦૭૫ કરોડ જેટલો તોતીંગ છે. જયારે એનપીએ રકમ પણ ૪૨૭૦ કરોડે પહોંચી ગઈ છે. એનપીએ આઉટ સ્ટેન્ડિંગની ટકાવારી ૫.૨૦ સુધીની છે. સરકાર માટે આ આંકડા માફ કરવા મુશ્કેલ છે.

ગુજરાતના ખેડૂતોની માસિક આવક ૭૯૨૬ રૂપિયા

મધ્યપ્રદેશ અને પંજાબ સહિતના કેટલાક રાજયોની સરકારે ખેડૂતોની દેવા માફીનું એલાન કર્યું હતું. જેના પરિણામે ગુજરાતમાં પણ દેવા માફી માટે પ્રયાસો થયા છે પરંતુ મધ્યપ્રદેશ અને પંજાબ સહિતના રાજયોની સરખામણીએ ગુજરાતની વાત અલગ છે. ગુજરાતના ખેડૂતોના ધિરાણ મોટી સંખ્યામાં છે. જયારે અન્ય રાજયોમાં લોનની રકમ નાની છે. પરિણામે ખેડૂતોનું દેવુ માફ કરવુ રાજય સરકાર માટે આર્થિક આફત સમાન ગણી શકાય ગુજરાતમાં છેલ્લા ૧૯૯૫થી ભાજપ સરકાર શાસનમાં છે ત્યારે તેમના ૨૨ વર્ષથી રાજ્યમાં અપાતા સુશાસનના દાવા છતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ૭૯૨૬ રૂપિયા અને વાર્ષિક આવક ૯૫,૧૧૨ રૂપિયા છે. હવે, ખેડૂતો જે માસિક રૂપિયા ૭૯૨૬ની આવક મેળવે છે. એમાં પણ તેઓ મહિને ૨૯૩૩ રૂપિયા ખેતીમાં મેળવે છે. જ્યારે બાકીના ૨૬૮૩ રૂપિયા તેઓ મજૂરીમાંથી મેળવે છે. તેઓ ૧૯૩૦ રૂપિયા પશુપાલનમાંથી ૩૮૦ રૂપિયા બિનખેતીની પ્રવૃત્તિમાંથી મેળવે છે. આમ, ગુજરાતનો ખેડૂત, માસિક જે સરેરાશ રૂપિયા ૭૯૨૬ની આવક મેળવે છે. એમાંથી તે માસિક ૭૬૭૨ રૂપિયાનો જ ખર્ચ કરી શકે છે.

૧૬.૭૪ લાખ ખેડૂતોએ લીધી છે લોન

ગુજરાતના ખેડૂતોની વાસ્તવિકતા જોઈએ તો, દરેક ખેડૂતને ખેતીનું પાક લેવા માટે માસિક રૂપિયા ૨૨૫૦નો ખર્ચ કરવો પડે છે. એમાંથી તેમને માસિક રૂપિયા ૫૭૭૩ની ઉપજ થાય છે. એવી જ રીતે તેમને પશુપાલન માટે માસિક રૂપિયા ૨૩૯૯નો ખર્ચ કરવો પડે છે. તેની સામે તેમને પશુપાલનમાંથી માસિક રૂપિયા ૪૮૭૪ની આવક મળે છે. ગુજરાતમાં ખેતી ક્ષેત્રે સંકળાયેલા કુલ ખેડૂતો પૈકી ૪૨.૬ ટકા એટલે કે, ૧૬.૭૪ લાખ ખેડૂતોએ તેમના વિવિધ ખેતીના પાકો માટે જે તે સહકારી બેંકો કે મંડળીઓમાં કૃષિ વિષયક લોનો લીધેલી છે. આવા ખેડૂતોને માથે સરેરાશ ૩૮,૧૦૦નું દેવું છે. એક જાણકારી મુજબ ૧ હેકટરથી વધુ ખેતીની જમીન હોય તેવા ખેડૂતોને માથે સરેરાશ ૨૪,૭૦૦ રૂપિયાનું દેવું છે. એવી જ રીતે ૧થી ૨ હેકટર જમીન હોય તેવા ખેડૂતોના માથે ૩૧,૧૦૦ રૂપિયા, ૨થી ૪ હેકટર સુધી જમીન ધરાવનાર ખેડૂતને માથે ૮૨,૬૦૦ રૂપિયા, ૪થી ૧૦ હેકટર સુધી જમીન હોય તેવા ખેડૂતને માથે ૧.૧૪ લાખ રૂપિયાનું દેવું છે.

Related posts

શું ભારત કરી રહ્યું છે પાકિસ્તાન સામે યુદ્ધની તૈયારી, પાક સરહદે શરૂ થયો સૌથી મોટો યુદ્ધઅભ્યાસ

pratik shah

પેટાચૂંટણીમાં આ બેઠક પર ઓછું મતદાન થવા અંગે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આપી આ પ્રતિક્રિયા

Nilesh Jethva

દિવાળી સમયે નવી ચલણી નોટો ની માંગ વધતા કાળા બજારનો ગોરખધંધો, દલાલોનો ખાસ વ્યવસાય

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!