GSTV

ગુજરાતના 10 સેક્ટરમાં ડબલ નાણાં ફાળવાય એનાથી વધારે રૂપિયા તો સરકાર વ્યાજમાં ભરે છે, આંકડો જાણશો તો ચોંકશો

ગુજરાત સરકારનું જાહેર દેવું હંમેશા ચર્ચામાં હોય છે. ત્યારે આજે પરિસ્થિતિ એવી આવીને ઉભી છે કે રાજ્યના કુલ બજેટ કરતાં જાહેર દેવાની રકમ સતત પણે વધતી જાય છે. ત્યારે રાજ્યનાં નાણાં વિભાગે વિધાનસભામાં એવી કબુલાત કરી હતી કે માર્ચ 2019ના અંતે ગુજરાત સરકારનું જાહેર દેવું 240652 કરોડ રૂપિયા છે. જ્યારે આ દેવું માર્ચ 2020ના અંતે વધીને 2.70 લાખ કરોડ થાય તેવી શક્યતા છે. એટલે કે ગુજરાત સરકારના બજેટ કરતાં જાહેર દેવાના આંકડા વધુ જોવા મળ્યા છે, આ આંકડા ખરેખર ચોંકાવનારા છે.

સરકારનાં દેવામાં સતત વધારો

જ્યારે ગુજરાત સરકારનું સામાન્ય બજેટ 2.17 લાખ કરોડ થયું છે જ્યારે દેવાનો આંકડો 2.40 લાખ કરોડને વટાવી ગયો છે. જો કે જાહેર દેવામાં સરકારને ભરવું પડતું વ્યાજનું ભારણ સતત રીતે અસહ્ય બનતું જાય છે, કારણ કે દેવા કરવામાં સરકાર પાછું વાળીને જોતી નથી. વિવિધ સંસ્થાઓ પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા મેળવે છે. ત્યારે સરકાર સૌથી વધુ બજાર લોન પર ધ્યાન કેન્દ્રીત કરે છે, કારણ કે બજાર લોન 6.68 થી 9.75 ટકાએ મળે છે. રાજ્ય સરકારે 1.79 લાખ કરોડની તો બજાર લોન લીધી છે. કોંગ્રેસનાં ધારાસભ્ય શૈલેષ પરમારના એક પ્રશ્નનાં લેખિત જવાબમાં નાણાં વિભાગે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં લોનની રકમમાં વધારો થયો છે.

આંકડા ખરેખર ચોંકાવનારા છે

વર્ષ 2017-18માં 13253 કરોડ અને 2018-19માં 28061 કરોડ રૂપિયાનો વધારો થયો છે. લોનના વ્યાજ અંગેના પૂરક પ્રશ્નના જવાબમાં વિભાગે કહ્યું હતું કે અગાઉના વર્ષમાં સરકારે લોનના વ્યાજ પેટે 30846 કરોડ રૂપિયા અને ગયા વર્ષે 33564 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. મહત્વની બાબત એવી છે કે લોનનું વ્યાજ માત્ર 4.75 ટકાથી 8.75 ટકા છે તેવી નાણાંકીય સંસ્થાઓની લોન સરકાર ઓછી લેતી હોય છે. બે વર્ષમાં સરકારે આવી સંસ્થાઓ પાસેથી માત્ર 14691 કરોડની લોન લીધી છે. એનએસએસએફ લોન પણ 39385 કરોડ થવા જાય છે પરતુ તેના વ્યાજના દર 10.50 ટકા છે તેથી સરકાર તે લોન ઓછી લેતી હોય છે. સરકાર પર કેદ્રીય દેવાની રકમ 7223 કરોડ થાય છે પરંતુ તે શૂન્ય ટકા થી 13 ટકા સુધીના વ્યાજે મળતી હોય છે તેથી સરકારનો મોટો આધાર બજાર લોન પર હોય છે.

READ ALSO

Related posts

આજ રાત્રે 12 વાગ્યાથી ખાનગી વાહનો પર પ્રતિબંધ, અમદાવાદમાં કોરોના થર્ડ સ્ટેજમાં પહોચ્યો

Nilesh Jethva

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!