તો રાજ્યની રૂપાણી સરકાર ફસાશે કૌભાંડમાં, આ બે ડૂબતી કંપનીને બચાવી રહી હોવાનો આક્ષેપ

રાજ્ય સરકાર પ્રજાના પ્રશ્ને એક માંદી ખાનગી કંપનીને બચાવવાનું પ્રયોજન કરી રહી હોવાનો પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતાએ આરોપ લગાવ્યો છે. સુરેશ મહેતાએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. જેમાં IL એન્ડ FS કંપનીના શેર્સમાં રોકાણ કરીને દેવામાં ડુબતી કંપની બચાવવાનો રાજ્ય સરકાર પ્રયાસ કરે છે. જે એક કૌભાંડ ગણાશે તેવો આક્ષેપ લગાવ્યો છે.

સરકાર આઈએલ એન્ડ એફએસ ઈક્વિટી શેર્સમાં રોકાણ કરવા માંગે છે તેવા અખબારોના અહેવાલ પછી સુરેશ મહેતાએ વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. સુરેશ મહેતાએ પત્રમાં લક્યુ છે કે, સરકાર ગિફ્ટ સીટીના નામે IL એન્ડ FSને નાણાં આપવા માંગે છે.

જે બાબત વધુ ગંભીર છે. કારણે કે ગિફ્ટસીટીનું પ્રકરણ અગાઉ ખાસ્સુ ચગેલુ છે. સરકારની ભૂમિકા શંકાસ્પદ રહી છે. આ સંજોગોમાં ખાનગી કંપનીને વધારાની આર્થિક સહાય આપવી એ કૌભાંડ જ ગણાય.

READ ALSO 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter