આગામી ગુરૃવારથી શરૃ થતી લોકસભાની ચૂંટણી પહેંલા કેન્દ્રની મંત્રી નીતિન ગડકરીએ મતદારોને સાફ વાત કરીને તેમને કામ કરનાર પ્રતિનીધીને જ મત આપવા સલાહ આપી હતી.નાગપુરના લોકસભાના ભાજપના ઉમેદવાર ગડકરીએ કહ્યું હતું કે લોકોએ કોઇપણ સરકારે પાંચ વર્ષમાં કેવી કામગીરી કરી તેના આધારે સરકાર અંગે નિર્ણય કરવો જોઇએ.
‘આ વખતે અમારી કામગીરીની કસૌટી થશે. શાસક પક્ષની કસૌટી પાંચ વર્ષના તેના કાર્યના આધારે થવી જોઇએ. લોકોને લાગે કે અમે સારી કામગીરી કરી નથી તો લોકો અન્ય પક્ષોને તક આપશે. વડા પ્રધાન મોદી ઉદ્યોગોથી લઇ કૃષિ જેવા વિવિધ ક્ષેત્રો માટે બનાવેલા કાર્યક્રમો અને એનડીએની પોલીસીની તાકાત પર ફરીથી સરકાર બનાવવા પ્રયાસ કરે છે.
‘મેં ક્યારે પણ સગાવાદ કે જાતીવાદના આધારે રાજકારણ કર્યું નથી. હું ઘણી વખતે લોકોને મજાકમાં કહું છુ કે ‘યે તો ટ્રેલર છે, પિકચર અભી બાકી હૈ દોસ્ત’.એમ વિરોધ પક્ષ અને શાસક પક્ષમાં એક સરખું માન ધરાવતા નેતાએ કહ્યું હતું. તેમને કોંગ્રેસ સહિત કેટલાક બિન ભાજપ પક્ષોના ચૂંટણીમાં મારી સફળતાનાં ફોન આવતા હતા, કારણ કે ‘મેં કોઇપણ જાતના ભેદભાવ કે જાતીના આધાર વગર તમામના માટે કામ કર્યું હતું’એમ તેમણે કહ્યું હતું.
READ ALSO
- ખેડૂત આંદોલન/ મોદીનો છે કાર્યક્રમ એ લાલ કિલ્લા પર પહોંચી ખેડૂતોનો લલકાર, કૃષિ કાયદાઓને પાછા હટાવો
- Health Tips/ મેન્ટલ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે હ્યૂમન ટચ, જાણો હગ કરવાના શું છે ફાયદા
- ડેપ્યુટી સીએમ નીતિન પટેલે રાત્રી કર્ફ્યુમાં રાહતમાં આપ્યા સંકેત
- ખેડૂત આંદોલન અપડેટ/ દિલ્હી મેટ્રોના આ રૂટને કરી દેવાયા બંધ, ખેડૂતો અને પોલિસ વચ્ચે ઝપાઝપીના બન્યા બનાવો
- ખેડૂત આંદોલન/ લાલ કિલ્લા અને ઈન્ડિયા ગેટ પાસે ખેડૂતો અને પોલિસ વચ્ચે થયું ઘર્ષણ, ખેડૂતો પર લાઠીચાર્જ અને ટિયરેગસના છેલ છોડાયા