GSTV

ફફડાટ/ કોરોનાના આ સ્ટ્રેન દેશમાં ઘૂસ્યા તો રસીકરણ અભિયાન જશે ફેલ, સાજા થનારને બિમાર કરે એટલો ભયંકર

કોરોના

દક્ષિણ આફ્રિકામાંથી પહેલી વાર મળેલા નવા કોરોના વાઇરસમાં એટલી શક્તિ છે કે કોરોના વાઇરસ સંક્રમણથી સાજા થયેલા દર્દીમાં એન્ટીબોડી દ્વારા ન્યુટ્રલ કરાયા છતાં પણ આ વાયરસ શરીરમાં ઘુસીને વ્યક્તિને સંક્રમિત કરી શકે છે.આમ આ વાઇરસ પર નવા નવા ઇલાજો પણ કારગત નીવડતા હોય તેવું દેખાતું નથી. હજુ સુધી પ્રકાશિત નહીં કરેલા એક સંશોધનની સમીક્ષા અનુસાર, કોરોનાવાઇરસ 501 વાય. વીટુના સ્પાઇક પ્રોટિનમાં નવ ભાગમાં મ્યુટેશન હોય છે, પરિણામે આ વાઇરસ સરળતાથી માનવીના શરીરમાં ઘુસી જાય છે.

કોરોના

પ્લાઝમામાં ન્યુટ્રલ કરાયેલા એન્ટીબોડીમાંથી સંપૂર્ણ અથવા ઠીક ઠાક માત્રામાં એસ્કેપ મળ્યા

દક્ષિણ આફ્રિકામાં વિટવોટરસેન્ડ યુનિ. સહિતના વૈજ્ઞાનિકોના સંશોધનમાં 501 વાય.વીટુ વેરિએન્ટ વિરૂદ્ધ અન્ય પ્રકારના સ્ટ્રેનમાંથી સાજા થયેલા દર્દીઓમાંથી કાઢવામાં આવેલા પ્લાઝમાને (ન્યુટ્રલ) તટસ્થ બનાવવાની પ્રવૃત્તિનું ટેસ્ટ કરાયું હતું. તેમને જાણવા મળ્યું હતું કે 44 સેમ્પલ પૈકી 22માં એટલે કે અર્ઘા ભાગમાં આ વેરિએન્ટ વિરૂદ્ધ ડીટેક્ટ કરાય એવું ન્યુટ્રલ બનાવવાની કોઇ જ એકટિવીટી જોવા મળી નહતી. વૈજ્ઞાનિકો અનુસાર, 501 વાય.વીટુની કડીમાં કોવિડ-19 કોન્વાલસેન્ટ પ્લાઝમામાં ન્યુટ્રલ કરાયેલા એન્ટીબોડીમાંથી સંપૂર્ણ અથવા ઠીક ઠાક માત્રામાં એસ્કેપ મળ્યા હતા.

કોરોના

મ્યુટેશન સહિતના વાઇરસની વિવિધ માત્રા હોવાથી દર્દી ફરીથી સંક્રમિત થઇ શકે છે

‘અહીં અમે એ બતાવીએ છીએ કે 501 વાય.વીટુ લિનેજ જેમાં નવ સ્પાઇક મ્યુટેશન હોય છે અને વર્ષ 2020ના બીજા ભાગમાં ખુબ ઝડપથી દક્ષિણ આફ્રિકામાં ફેલાયો હતો તે મોટા ભાગે અગાઉના સરક્યુલેશન લિનેજમાંથી જ સંક્રમિત દ્વારા એન્ટીબોડીને પ્રતિરોધક બનાવે છે’ એમ સંશોધકોએ લખ્યું હતું. તેઓ માને છે કે તેમના દ્વારા કરાયેલી શોધમાં મ્યુટેશન સહિતના વાઇરસની વિવિધ માત્રા હોવાથી દર્દી ફરીથી સંક્રમિત થઇ શકે છે.

Read Also

Related posts

સારા સમાચાર/ સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેંશનર્સને આપશે મોટી ભેટ, વધી શકે છે પગાર!

Sejal Vibhani

ઓસ્કાર નોમિનેટ ફિલ્મ ‘સ્લમડોગ કરોડપતિ’નો આ કલાકાર વિવાદમાં, લાગ્યો જાતીય સતામણીનો કેસ

Pritesh Mehta

ખાસ વાંચો/ વરિષ્ઠ નાગરિકોને કાનૂની સુરક્ષા આપશે મોદી સરકાર, જમાઇ અને વહુઓએ પણ વૃદ્ધોને આપવુ પડશે ભરણપોષણ ભથ્થુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!