GSTV
Home » News » ”ઓપરેશન જસદણ” : કોંગ્રેસનો આ પ્લાન સફળ રહ્યો તો ભાજપના મંત્રી બાવળિયા ઘરભેગા થશે

”ઓપરેશન જસદણ” : કોંગ્રેસનો આ પ્લાન સફળ રહ્યો તો ભાજપના મંત્રી બાવળિયા ઘરભેગા થશે

જસદણ પેટા ચૂંટણીને ઉમેદવારનું નામ જાહેર કરવાને લઈને કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ સામે આવી છે. જોકે કોંગ્રેસે કોળી સમાજમાંથી જ ઉમેદવાર પસંદગી કરવાનું મન બનાવ્યુ છે. પક્ષ છોડી ભાજપમાં પ્રવેશી કેબિનેટ મંત્રી બનેલા કુંવરજીભાઇ બાવળિયાને કોઇપણ ભોગે હરાવવા કોંગ્રેસ કટીબદ્ધ બની છે. રાજય પ્રભારી રાજીવ સાતવે પક્ષ પ્રમુખ તથા વિપક્ષી નેતા સાથે મળીને ”ઓપરેશન જસદણ” માટે માઇક્રોપ્લાનીંગ કર્યું છે અને તેની અમલવારી આરંભી દેવાઇ છે. જસદણ શહેરના નવ વોર્ડમાં કોંગ્રેસના ચુનંદા નવ ધારાસભ્યોને જવાબદારી સુપ્રત કરીને પ્રદેશ હોદેદારોને મદદમાં મુકાયા છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને પ્રદેશ હોદેદારોને જવાબદારી સુપ્રત કરાઇ છે અને સીધા દિલ્હીથી આ બધા આગેવાનોની કામગીરીનું કોસ ચેકીંગ પણ હાથ ધરાયું છે.

 જસદણ બેઠક માટે કોંગ્રેસમાંથી અવસર નાકિયા ઉપરાંત ડૉકટર મનસુખ ઝાપડિયાનું નામ સામે આવ્યુ છે. અવસર નાકિયા કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રબળ દાવેદાર મનાય છે.

સ્થાનિક નેતાઓ તેમને પસંદ કરી રહ્યા છે. પરંતુ પ્રદેશ નેતાગીરી મનસુખ ઝાપડિયા પર પસંદગી ઉતારી રહી છે. જોકે ત્રણ દિવસ ગુજરાત મુલાકાત રાજીવ સાતવ પાંચ નામ સાથે દિલ્હી ગયા છે અને બે દિવસમાં પાર્ટી હાઈકમાન્ડ નામ જાહેર કરશે તેમ કહ્યુ છે ત્યારે હવે વધુ બે દિવસ રાહ જોવી પડશે. ભાજપ-કોંગ્રેસ માટે બેઠક જીતવા માટે તમામ પ્રયાસ કરી રહ્યુ છે. ભાજપે જસદણના કોળી આગેવાન કુંવરજી બાવળિયાને જ મેદાને ઉતાર્યા છે..આ બેઠક પર કોળી પટેલનું સૌથી વધુ પ્રભુત્વ છે ત્યારે કોંગ્રેસે પણ ભાજપ સામે કોળી આગેવાન ઉતારવાની તૈયારી કરી છે..કુંવરજી બાવળિયા પણ આવતીકાલે શક્તિ પ્રદર્શન સાથે 12.39 કલાકે ફોર્મ ભરવાના છે. જોકે તે પહેલા સવારે નવ વાગ્યે તેઓ સભા સંબોધશે.

કોંગ્રેસ કોઇપણ ભોગે બાવળિયાને હરાવવા કટીબદ્ધ બન્યાનો માહોલ સર્જાયો છે. ઉમેદવાર તરીકે અવસર નાકીયા અથવા મનસુખ ઝાપડીયાના નામ મોખરે છે. કમલનાથ જયારે ગુજરાતના પ્રભારી હતા ત્યારે જે રીતે કોઇપણ સ્થાનિક નેતાના દબાણમાં આવ્યા વિના જે રીતે વટભેર કામગીરી પ્રદેશ કોંગ્રેસમાં થતી હતી તેવી જ રીતે હાલમાં નિર્ણયો લેવાઇ રહયાની છાપ કોંગ્રેસમાં ઉપસી રહી છે.  રાજય પ્રભારી રાજીવ સાતવ દ્વારા અત્યંત ઝીણવટભર્યુ આયોજન કરાયાનું અને જસદણ બેઠક પર કુંવરજી બાવળિયાને હરાવી ૨૦૧૯ માટે જબરદસ્ત માહોલ ઉભું કરવાનું આયોજન કર્યું છે.

  • પ્રદેશના મહામંત્રી દરજ્જાના આગેવાનો તથા ધારાસભ્યોને પણ ૩ થી ૬ હજાર મતદાનવાળા વિસ્તારમાં કડક સુચના સાથે જવાબદારીઓ સુપ્રત કરાઇ છે. આ આગેવાનો જે તે વિસ્તારના કોંગ્રેસી આગેવાન, જનમિત્ર તથા કોંગી સભ્યોની યાદી સહિતની ફાઇલો સુપ્રત કરીને મજબૂત કામગીરી કરવા માટેનું માર્ગદર્શન આપી દેવાયું છે.
  • મોટા શહેર કે ધારાસભા વિસ્તારની જવાબદારી સુપેરે નિભાવી શકે તેવા આગેવાનોને ત્રણ-ત્રણ ગામડાઓ કે સુધરાઇનાં એક-એક વોર્ડ સોંપાયા છે અને છેક દિલ્હીથી નિયમિત રીતે કરેલ કામગીરીની ઉઘરાણીઓ શરૂ કરી દેવાઇ છે.
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષી નેતા પરેશ ધાનાણી સાથે સંકલન કરીને રાજીવ સાતવે હાલ માત્રને માત્ર જસદણ ઉપર જ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
  • રાજય પ્રભારી રાજીવ સાતવ આગામી તા. ૮ ડિસેમ્બરથી સંભવત ૧૮મી ડીસેમ્બર સુધી રાજકોટ ખાતે કંટ્રોલરૂમ ખોલીને અડીંગો જમાવશે અને જસદણની પેટાચૂંટણી ઉપર સતત નજર રાખશે.
  • જસદણ નગરપાલિકાના નવ વોર્ડમાં દરેક વર્ગની જવાબદારી એક ધારાસભ્યને સોંપાઇ છે તેમની નીચે પ્રદેશ હોદેદારો સહિતના નેતાઓની ફોજ ગોઠવાઇ છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. હેમાંગ વસાવડાને જસદણ પેટાચૂંટણીને અનુલક્ષીને ચૂંટણી પૂરતા પ્રવકતા, પ્રદેશ અને સોશ્યલ મીડિયાની જવાબદારી સુપ્રત કરાઇ છે.
  • ધારાસભ્યો પુંજાભાઇ વંશ, વીરજીભાઇ ઠુમ્મર તથા સોમાભાઇ કોળીને જસદણના પ્રભારી બનાવાયા છે. જસદણના તમામ વોર્ડ એક-એક ધારાસભ્યને સોંપાયો છે. સહ પ્રદેશ મહામંત્રી અશોક ડાંગરને તાલુકા પંચાયત છાસીયા બેઠકની જવાબદારી સોંપાઇ છે.
  • રાજકોટ શહેર પ્રમુખ મહેશ રાજપૂતને પણ એક તાલુકા પંચાયત બેઠકમાં કામગીરી સોંપાઇ છે.
  • જસવંતસિંહ ભટ્ટીને જસદણ શહેરમાં જવાબદારી સુપ્રત થઇ છે.
  • મુકેશ ચાવડા જસદણના પ્રભારી મંત્રી નિમાયા છે. ટૂંકમાં કોંગ્રેસે જસદણની ચૂંટણીને પ્રતિષ્ઠાનો જંગ બનાવી કુંવરજીભાઇ બાવળિયાને પરાસ્ત કરવા કટીબદ્ધતા વ્યકત કરી છે

Related posts

રાજ્યની આ જેલમાંથી બે કેદી થયા ફરાર, પોલીસ થઈ દોડતી

Nilesh Jethva

મોદી સરકારનાં આ મંત્રીઓએ નથી ચૂકવ્યુ બંગલાનું ભાડુ, થયો મોટો ખુલાસો

Mansi Patel

નવી સરકાર રચાય તે પહેલા માલદીવ તરફથી PM મોદી અને ભાજપને શુભેચ્છાઓ મળી!

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!