GSTV
Life Trending

પ્રથમ ડેટમાં જ બોયફ્રેન્ડ તમારી સાથે કરવા માગતો હોય આ કામ તો ચેતી જજો

આજના યુગમાં યુવક-યુવતી સાથે ફરે એ સામાન્ય છે. પ્રિયજન સાથે પ્રથમવાર બહાર જવાનો રોમાંચ શબ્દોમાં વર્ણવવો શક્ય નથી. ‘માંહે પડયા તે મહાસુખ માણે દેખણહારા દાઝે’ જેવો આ અનુભવ છે પણ આ મહાસુખ જેવા અનુભવમાંથી ભાગ્યે જ કોઈ બાકાત રહી શકે છે. અને પ્રથમવાર આ અનુભવમાંથી પસાર થનાર સામે જાત જાતની  મૂંઝવણ હાઉ બનીને ઊભી રહે છે. શું થશે? એની સાથે શું વાત કરીશ? તે મારી સાથે કેવી રીતે વર્તશે? મારો ડ્રેસ ગમશે કે નહીં? મારી કોઈ વર્તણૂંકથી તે મારે વિશે ગલત અભિપ્રાય તો નહીં બાંધી લે? આ બધા પ્રશ્નો એરકંડીશન્ડ ઓરડામાં પણ શરીરે પરસેવો વાળી દે એવા છે એ વાત સાથે આ અનુભવમાંથી પસાર થનાર યુવતીઓ સંમત થશે. અહીં આ મૂંઝવણ  દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એના પર એક નજર ફેરવી જાઓ. કદાચ તમારી મૂંઝવણ થોડી ઘણી ઓછી થઈ જાય.

પ્રથમ ડેટમાં જ તમારો મિત્ર તમને પબમાં લઈ જવા માગે છે. તમને ડાન્સ કરતા આવડતું નથી. તમે કોઈવાર આ રીતે પબમાં  ગયા નથી પરંતુ તેના મિત્રની વર્ષગાંઠ નિમિત્તે આપવામાં આવેલી પાર્ટીમાં તે તમને તેની સાથે લઈ જવા માગે છે.
આ  સમયે તમે સ્પષ્ટ શબ્દોમાં તેને જણાવી દો કે આ પૂર્વે તમે ક્યારે પણ પબમાં ગયા નથી અને તમને અંગ્રેજી ડાન્સ આવડતો નથી. આ પરિસ્થિતિમાં તે પોતાની જાતને કાબેલ માની તમને થોડું ઘણું નૃત્ય શીખવશે અને પોતાની જાતને હીરો માનશે અને તમે ત્યાં હાજર રહેલા લોકોને ઉપહાસનું કારણ ન બનો એ વાતનું તે ધ્યાન રાખશે. આ જ વાત બોલિંગ એલીની મુલાકાતને લાગુ પડે છે. તમે ક્યારે પણ આ ગેમ ન રમ્યાં હો  તો તેને સાફ સાફ કહી દો. આ સમયે રમતના નિયમ અને આ રમત શીખવા માટે કોશિશ કરવાના બહાને તમે તમારા આ નવા દોસ્ત સાથે વધુ સમય પસાર કરી શકશો. અને તમારો મિત્ર તમને શીખવશે અને લોકોની નજરમાં તમારું માન રહે એનો પણ ખ્યાલ રાખશે.

તમે તમારા નવા મિત્ર સાથે પ્રથમવાર ફિલ્મ જોવા ગયા છો. થિયેટરમાં તેને તેની કોઈ જૂની ગર્લફ્રેન્ડ ભટકાઈ જાય છે. આ ગર્લફ્રેન્ડનો વ્યવહાર જોઈ તમને ધરતી મારગ આપે તો સમાઈ જવાનું મન થાય છે. આ પરિસ્થિતિમાં શું કરવું તે તમને સમજાતું નથી. આ પરિસ્થિતિમાં સૌથી ઉત્તમ માર્ગ શાંત રહેવાનો છે. અને સામે ઊભેલી છોકરી તમારા મિત્રનો ભૂતકાળ છે અને તમે તેનો વર્તમાન છો. ઉત્તેજીત થાવ નહીં. તમને આ મિલન પસંદ નથી એવા ભાવ તમારા ચહેરા પર ન આવવા દો.

પ્રથમવાર જ એક શાનદાર રેસ્ટોરાંમાં બેસીને કેન્ડલ લાઈટ ડિનર લેવા જાઓ છો. રોમાન્ટિક ડિનર પત્યા પછી વેઈટર બિલ લાવે છે અને તમારો મિત્ર તમને અડધું બિલ ચૂકવવાનો આગ્રહ કરે છે.  ત્યારે બે ઘડી તમે ચોંકી જાઓ છો. અને મનમાં ને મનમાં તમારા આ મિત્રને ગાળ આપો છો. પરંતુ હકીકત તો એ છે કે જે આ જમાનામાં આ વાત સામાન્ય છે. આજનો યુવક સમાન હક્કમાં માને છે. તેની આ ઈચ્છા હોય તો મોં વકાસ્યા વિના તેને માન આપો. આનો અર્થ એવો નથી કે તે તમને પસંદ કરતો નથી કે તમારામાં તેને કોઈ રસ નથી. તે તમારી સાથે માત્ર સમય પસાર કરે છે. બીજી વાર તમે પણ અડધુ બિલ આપવાનો આગ્રહ રાખો.

તમે બંને સાથે ફિલ્મ જોઈ રહ્યા છો.  આ સમયે તેની નજર પડદા પર છે. પરંતુ તેના હાથ તમારા શરીર પર ફરી રહ્યા છે. આ સમયે તમને વિશ્વાસ થશે કે તે તમારા સંયમનો ભંગ કરી શકે તેમ નથી. જો કે પ્રથમ ડેટ પર આવી હરકત યોગ્ય નથી. આ દરમિયાન તમારે તેનું ધ્યાન બીજે હટાવવાનું છે. બાથરૂમ  જઈ આવું કે પછી ચાલ, બહાર જઈને પોેપકોર્ન અને આઈસ્ક્રીમ ખાઈ આવી એ એમ કહી તેને થિયેટરમાંથી બહાર લઈ જાવ. તે શાણો હશે તો તમારો આ ઈશારો જરૂર સમજી જશે. તેને સામે કહેવાની હિંમત હોય તો તેને મૃદુતાથી સમજાવી દો, કે તે તમને ગમે છે પરંતુ પ્રથમ મુલાકાતમાં આવી હરકતો  તમને પસંદ નથી અને હજુ તમારે એકબીજાને ઓળખવાના અને સમજવાના બાકી છે.

મનોચિકિત્સકોની સલાહ મુજબ દોસ્તીની શરૂઆતમાં આવી લાગણીઓમાં  તણાઈ જનાર છોકરીઓની ખરાબ ઈમેજ બંધાઈ જવાની શક્યતા છે આથી સામેની વ્યક્તિના આગળ વધતા હાથ પર લગામ મૂકવાની જરૂર છે.આમ પણ છોકરી થોડી રહસ્યમય બની રહે એ જ છોકરાઓને પસંદ છે. પ્રથમ મુલાકાતમાં જ મર્યાદાનો ભંગ કરનાર સંબંધો લાંબા સમય સુધી ટકતા નથી. ધીરે ધીરે પ્રગાઢ બને એવા જ સંબંધો લાંબા સમય સુધી ચાલે છે.

પ્રથમ મુલાકાત દરમિયાન તમે બંને એ ઘણી મઝા કરી. ઘણો આનંદ  માણ્યો. પરંતુ છૂટા પડતી વખતે એકબીજાને શું કહેવું એ તમને સમજાતું નથી. આ સમયે તમે થોડા બોલ્ડ બનશો તો વાંધો આવશે નહીં. આંખોની ભાષા દ્વારા તમે તેની સમક્ષ તમારા દિલની વાત રજૂ કરી શકો છો. તમે પહેલ કરશો તો તે પણ પહેલ કરશે. કેટલાક મનોચિકિત્સકો તો એટલે સુધી કહે છે કે આજના છોકરાઓને છોકરી પહેલ કરે એ ગમે છે. અને એક પણ શબ્દ બોલ્યા વિના દિલની વાત સ્પષ્ટ કરનાર યુવતીઓ  બાજી મારી  જાય છે એ વાતમાં શંકાને કોઈ સ્થાન નથી. યુવતીના આ માદક અને ખૂબસુરત અંદાજ પર ઘાયલ ન થાય એવું કોઈ દિલ મળવું મુશ્કેલ છે એ વાત જણાવવાની કોઈ જરૂર લાગે છે ખરી? 

READ ALSO


Related posts

બિહારના CM નીતિશ કુમારને જાનથી મારવાની ધમકી આપનાર શખ્સ સુરતમાંથી પકડાયો, ક્રાઈમ બ્રાન્ચે આ રીતે દબોચ્યો

Kaushal Pancholi

વડોદરા/ચાંપાનેર દરગાહ તોડવા સમયે કોમી રમખાણ કેસનો મોટો ચુકાજો, 18 આરોપી નિર્દોષ જાહેર

pratikshah

તમારું ફ્રિજ દિવાલથી કેટલું દૂર હોવું જોઈએ? વર્ષોથી વારાપવા છતાં 99% લોકો જાણતા નથી

Padma Patel
GSTV