GSTV
Gujarat Government Advertisement

સોલ્યુશન/ Google Play Storeમાંથી એપ ડાઉનલોડ નથી થતી, તો અજમાવો આ 6 ટ્રિક્સ

Last Updated on June 9, 2021 by Bansari

મોબાઈલ એપ્લિકેશન માટે આપણે પ્લે સ્ટોર પર નિર્ભર છીએ. પણ ક્યારેક એ પ્લે સ્ટોર પોતે કામ કરતો બંધ થાય તો શું કરવું જોઈએ? પ્લે સ્ટોરમાં વારંવાર સર્જાતી સમસ્યા અને તેના સોલ્યુશન અહીં આપ્યા છે

ગૂગલ પ્લે સ્ટોરમાં કોઈ રસપ્રદ એપ જુઓ એટલે તેને ડાઉનલોડ કરવા માટે ઇન્સ્ટોલ બટન ક્લિક કરો, પણ સ્ક્રીન પર સતત ‘ડાઉનલોડ પેન્ડિંગ’નો મેસેજ આવ્યા કરે! આપણને એ ગેમ કે એપ ફટાફટ ઇન્સ્ટોલ કરીને તેના પર હાથ અજમાવવાની તાલાવેલી હોય પણ ડાઉનલોડ પૂરું થાય તો એપ ઇન્સ્ટોલ થાયને! આપણી ધીરજ ખૂટી જાય એટલે એ એપ પડતી મૂકીને બીજી કોઈ એપ ડાઉનલોડ કરવાની કોશિશ કરીએ, તો ત્યાં પણ એ જ પરિણામ આવે! પ્લે સ્ટોરમાં કોઈ એપ ડાઉનલોડ ન થવાનાં ઘણાં કારણો હોઈ શકે છે. આપણે સાવ પાયાથી શરૂ કરીને આ કારણોના વિવિધ ઉપાય જાણીએ.

નેટ કનેક્શનમાં પ્રોબ્લેમ છે?

સૌથી સાદો ઉપાય મોબાઇલમાં ઇન્ટરનેટ કનેકશન બરાબર ઓન છે કે તે તપાસવાનો છે. ખાતરી કરવા માટે એરપ્લેન મોડ ઇનેબલ કરી બધી કનેક્ટિવિટી ઓફ કરો અને પછી એરપ્લેન મોડ ડિસેબલ કરીને પ્રયાસ કરી જુઓ. છતાં સફળતા ન મળે તો આખરી ઉપાય તરીકે ફોન રીસ્ટાર્ટ કરી જુઓ. ફોનમાં કંઈક સાદી તકલીફ ઊભી થઈ હોય તો આટલું કરતાં ‘ડાઉનલોડ પેન્ડિંગ’નો મેસેજ ગાયબ થવો જોઈએ. છતાં આ કારણનું નિરાકરણ ન થાય, તો આપણે આગલાં પગલાં અજમાવવાં પડે.

લોન

બીજી એપ ડાઉનલોડ થઈ રહી છે?

પ્લે સ્ટોરમાં આપણા સેટિંગ અનુસાર આપણે ઇન્સ્ટોલ કરેલી એપના લેટેસ્ટ વર્ઝનને પ્લે સ્ટોર આપોઆપ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરી શકે છે. એવું બની શકે કે કોઈ એપ આ રીતે ઇન્સ્ટોલ થવા માટેની ક્યૂમાં હોય અને એ હજી પૂરેપૂરી ઇન્સ્ટોલ થઇ ન હોય, ત્યારે આપણે બીજી કોઈ એપ ઇન્સ્ટોલ કરવા પ્રયાસ કરીએ તો ‘ડાઉનલોડ પેન્ડિંગ’નો મેસેજ જોવા મળે.

આના નિવારણ માટે પ્લે સ્ટોરની મેનૂ પેનલ ઓપન કરો અને તેમાં સૌથી ઉપરના ‘માય એપ્સ એન્ડ ગેમ્સ’ વિકલ્પમાં જાઓ. તેમાં અપડેટ્સની પહેલી ટેબમાં કોઈ એપ્સ માટે ‘ડાઉનલોડ પેન્ડિંગ’નો મેસેજ જોવા મળે છે? તો તેની જમણી બાજુ આપેલી ચોકડીની નિશાની પર ક્લિક કરીને એ ડાઉનલોડિંગ કેન્સલ કરી શકો. આ રીતે અપડેટ્સની ક્યૂમાં કોઈ એપનું ઇન્સ્ટોલેશન પેન્ડિંગ ન રહે તો પછી આપણે ઇચ્છીએ તે એપ ડાઉનલોડ થઈ શકવી જોઈએ.

ટ્રાન્સફર

ડાઉનલોડ મેનેજરમાં તકલીફ છે?

પ્લે સ્ટોર ફોનમાં એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવા માટે ‘ડાઉનલોડ મેનેજર’ કે ‘ડાઉનલોડ્સ’ નામની એપનો ઉપયોગ કરે છે. કોઈ કારણસર આ એપ ડિસેબલ થઈ ગઈ હોય તો પણ ફોનમાં નવી એપ ઇન્સ્ટોલ ન થઇ શકે. એ તપાસવા માટે ફોનના સેટિંગ્સમાં, એપ્સમાં જાઓ અને ડાઉનલોડ મેનેજર કે ડાઉનલોડ્સ એપ્સ શોધીને તે ડિસેબલ હોય તો તેને ઇનેબલ કરો.

એપની મેમરીમાં એરર છે?

આ રીતે વાતનું સમાધાન ન આવે તો બીજું કારણ એવું હોઈ શકે કે પ્લે સ્ટોરની મેમરીમાં કોઈ એરરને કારણે તકલીફ થતી હોય. એના ઉપાય માટે ફોનના સેટિંગ્સમાં એપ્સ વિભાગમાં જાઓ અને તેમાં ગૂગલ પ્લે સ્ટોર શોધી કાઢો.

અહીં તમે એપને ‘ફોર્સ સ્ટોપ’ કરી શકો છો અને ત્યાર પછી આ એપમાં જમા થયેલો તમામ ડેટા સાફ કરવા માટે ‘ક્લિયર ડેટા’ પર ક્લિક કરો (આમ કરવાથી માત્ર આ એપમાં જમા થયેલ ડેટા ડિલીટ થશે. આપણે ઇન્સ્ટોલ કરેલી કોઈ એપ ડિલીટ થશે નહીં). એ પછી ફોન સ્વિચ-ઓફ કરીને ફરી ચાલુ કરો. એવું બની શકે કે હવે તમે બીજી વાર પ્લે સ્ટોર એપ ઓપન કરો ત્યારે તે તેમને તમારા ગૂગલ એકાઉન્ટથી લોગ-ઇન થવાનું કહે. હજી પણ તકલીફ રહે તો આ જ વિધિ તમે ગૂગલ પ્લે સર્વિસીઝ એપ માટે કરી શકો છો.

આમ કરવાથી ગૂગલ પ્લે સ્ટોર કે ગૂગલ પ્લે સર્વિસીઝમાં કોઈ ડેટાની ખામીને કારણે નવી એપ ઇન્સ્ટોલ ન થતી હોય તો તેનું નિવારણ થશે.

લોન

એપ પ્રેફરન્સીઝ રીસેટ કરી જુઓ

આટલે સુધીમાં આપણી તકલીફનો ઉપાય થઈ જવો જોઈએ. તેમ છતાં જો ન થાય તો હવે ફોનમાં તમામ એપ્સ માટે આપણે નક્કી કરેલ પ્રેફરન્સિસ રીસેટ કરવા પડશે.

ફોનમાંની દરેક એપ માટે અમુક ચોક્કસ પ્રેફરન્સ સેટ કરી શકાતા હોય છે. જેમ કે ફોનમાં એકથી વધુ બ્રાઉઝર હોય તો કોઈ લિંક ક્લિક કરવાથી તે વેબપેજ કયા બ્રાઉઝરમાં ઓપન થશે તેનો પ્રેફરન્સ સેટ કરી શકાય છે. જુદી જુદી એપ્સના આવા પ્રેફરન્સમાં કંઈક ગરબડ થઈ હોય તો પણ કોઈ નવી એપ ડાઉનલોડ ન થાય એવું બની શકે.

એક વાત યાદ રાખશો કે પ્રેફરન્સ રીસેટ કરવાનું આ પગલું ફોનમાં આપણે ઇન્સ્ટોલ કરેલી, તેમાં પહેલેથી સામેલ બધી એપ્સને લાગુ પડે છે. એમ કરવા માટે ફોનના સેટિંગ્સમાં, એપ્સમાં જઇને મેનૂ ઓપન કરો. તેમાં ‘રીસેટ એપ પ્રેફરન્સિસ’માં જવાનું રહેેશે. આમ કરવાથી જો પ્લે સ્ટોરના પ્રેફરન્સિસમાં કોઈ ખોટકો સર્જાયો હશે તો તે દૂર થશે અને હવે તમે નવી એપ ઇન્સ્ટોલ કરી શકશો.

હજી પ્રોબ્લેમ સોલ્વ ન થાય તો…

પ્લે સ્ટોરમાં એપ ઇન્સ્ટોલ ન થવાનું એક કારણ એ પણ હોઈ શકે કે તમારા ફોન અને પ્લે સ્ટોરના ટાઇમ સેટિંગ્સમાં કંઈક અંતર આવી ગયું હોય. સામાન્ય રીતે ફોનની સિસ્ટમ ફોનમાં મોબાઇલ સેવા આપતી કંપની અને લોકેશનના આધારે આપોઆપ સાચી તારીખ અને સમય નક્કી કરે છે, પરંતુ ક્યારેક તેમાં તફાવત સર્જાઈ શકે છે. તેના નિવારણ માટે ફોનના સેટિંગ્સમાં, એડિશનલ સેટિંગ્સમાં ‘ડેટ એન્ડ ટાઇમ’ પસંદ કરો. અહીં ‘ઓટોમેટિક ડેટ એન્ડ ટાઇમ’નો વિકલ્પ ઓફ કરો અને પછી બંને મેન્યુઅલી સેટ કરી જુઓ.

ઇન્ટરનેટ પર ઘણા યૂઝર્સે એવું પણ નોંધ્યું છે કે જાણી જોઈને કામચલાઉ જુદો સમય સેટ કરવાથી તેમની તકલીફ ઉકલી જાય છે, એ પછી ફરી ડેટ એન્ડ ટાઇમ ઓટોમેટિક સેટ કરવાનું સેટિંગ ઓન કરી શકાય.

એવું પણ બની શકે કે તમારા એસડી કાર્ડમાં વાઇરસ કે માલવેર આવી જવાને કારણે પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ ન થતી હોય. આ શક્યતા તપાસી જોવા માટે કામચલાઉ એસડી કાર્ડ કાઢીને કે તેમાંનો ડેટા સંપૂર્ણ ભૂંસીને પ્રયત્ન કરી જોઈ શકાય. ઉપર જણાવેલી કોઈ પદ્ધતિ કામ ન લાગે તો છેલ્લા ઉપાય તરીકે તમારા ફોનમાં કોઈ નવું ગૂગલ એકાઉન્ટ ઉમેરીને તેનાથી પ્લે સ્ટોરમાં લોગ-ઇન થઇને એપ ઇન્સ્ટોલ કરવાનો પ્રયાસ કરી શકાય!

Read Also

Gujarat Government Advertisement

Related posts

એડવાઈઝ/5G ફોન લેવો કે 4G? નિર્ણય કરતાં પહેલા વાંચી લો આ ટિપ્સ..

Bansari

વોરફેર/ આગામી સમયના યુદ્ધો મેદાન પર લડાશે કે સ્ક્રીન પર?

Zainul Ansari

વારસો / ગુજરાતનું 5 હજાર વર્ષ જૂનું નગર ધોળાવીરા સમગ્ર વિશ્વમાં અજોડ, જળ સંરક્ષણ બાબતે સૌ કોઈએ પ્રેરણા લેવા જેવી રચના

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!