GSTV
Home » News » જો કોઇ તમારો નંબર ટ્રેક કરી રહ્યુ છે? તો આ ચાર કોડની મદદથી કરો આ કામ

જો કોઇ તમારો નંબર ટ્રેક કરી રહ્યુ છે? તો આ ચાર કોડની મદદથી કરો આ કામ

તમારામાંથી ઘણા લોકો એવા હશે જેમના ફ્રેન્ડ્સ ફરિયાદ કરતા હશે કે તમારો નંબર હંમેશા બિઝી આવે છે, ઘણીવખત ફોન પણ થી લાગતો. આવું ઘણીવખત થાય છે કે તમારા નંબર પર કોઇ કૉલ કરતું હોય અને ફોનને પહોંચની બહાર બતાવે છે, એવામાં ઘણી વખત તમારા મોબાઇલ નંબરને બીજા નંબર પર રિડાયરેક્ટ કરી દેવામાં આવે છે. તો આજે અમે તમને આ ચાર કોડ જણાવી રહ્યા છે, જેની મદદથી તમે જાણી શકો છો કે તમારો ફોન ટ્રેક થયો છે કે નહી…

1.કોડ *#62#:
ઘણી વખત તમારા નંબર no-service અથવા તો no-answer આવે તો એવામાં આ કોડ તમે તમારા ફોનમાં ડાયલ કરી શકો છો. આ કોડની મદદથી તમને જાણી શકો છો કે તમારો ફોન કોઇ બીજા નંબર પર રિડાયરેક્ટ કરવામાં આવ્યો છે.

2.કોડ *#21#:
તમારા ફોનમાં આ કોડ ડાયલ કરી તમે જાણી શકો છો કે તમારા મેસેજ, કૉલ અથવા તો ડેટા કોઇ બીજા જગ્યા પર ડાયવર્ટ તો નથી કરવામાં આવી રહ્યોને? જો તમારા કૉલ ડાયવર્ટ કરવામાં આવે તો આ કોડની મદદથી નંબર સહિત તમામ ડિટેલ તમને મળી જશે, આ સાથે જ તે નંબર પણ મળી જશે કે ક્યાં તમારો કૉલ ડાયવર્ટ કરવામાં આવી રહ્યો છે.

3.કોડ ##002#:
તમારા એન્ડ્રોઇડ ફોન માટે એક એવો કોડ છે જેની મદદથી તમે કોઇ પણ ફોનની તમામ ફોરવર્ડિંગની ડિએક્ટિવ કરી શકો છો. જો તમને લાગે કે તમારો કૉલ ડાયવર્ટ થઇ રહ્યો છો તો તમે આ કોડ ડાયલ કરી શકો છો.

4.કોડ *#*#4636#*#*:
આ કોડની મદદથી તમે તમારા ફોનની તમામ જાણકારી પ્રાપ્ત કરી શકો છો. જેમ કે ફોનની કઇ બેટરી, Wifi કનેક્ટશન ટેક્સ, ફોનનું મૉડલ, રેમ વગેરે તમને જણાવી દઇએ કે, આ કોડને ડાયલ કરવા પર કોઇ રૂપિયા કપાશે નહી.

Related posts

Huawei Kirin A1 વિયરેબલ ચિપસેટનું જલ્દી થશે ભારતમાં લોન્ચિંગ, આ છે ફિચર્સ

pratik shah

આ છે પંજાબની સૌથી સુંદર અભિનેત્રી, જુઓ તેનાં સ્ટાઈલિશ PHOTOS

pratik shah

સોનાનો ઢોળ ચડાવીને બનાવાયા છે Appleના આ ઇયરપૉડ, કિંમત એટલી છે કે આટલામાં તો એક ફ્લેટ આવી જાય

Bansari
Do NOT follow this link or you will be banned from the site!