GSTV
Gujarat Government Advertisement

શું તમને પણ WhatsApp પર કોઈએ કર્યા છે બ્લોક? તો આ સ્માર્ટ ટ્રિકથી જાણી શકાશે

Whatsapp

Last Updated on December 29, 2020 by Ankita Trada

વર્તમાન સમયમાં WhatsApp વાતચીત કરવાનું એક સરળ માધ્યમ બની ગયુ છે, પરંતુ ઘણી વખત થોડી પણ તકરાર પર લોકો એક બીજાને બ્લોક કરી દેતા હોય છે. જેનું નોટિફિકેશન પણ મળતુ નથી. એવામાં ઘણી વખત લોકોને જાણ થતી નથી કે, તેમને કોણે બ્લોક કર્યા છે અને તેઓ રાહ જોવે છે પોતાના મેસેજના જવાબનો. આજે અમે તમને અહીંયા જણાવવા જઈ રહ્યા છીએ, તે ટ્રિક્સ જેની મદદથી તમે સરળતાથી જાણી શકો છો કે, કોઈએ તમને બ્લોક તો નથી કર્યાને.

બ્લોક કરવા પર નહી દેખાઈ પ્રોફાઈલ પિક્ચર

જો તમને કોઈ WhatsApp પર બ્લોક કરી દે છે અને તમે તે મેસેજ કરવા માટે ચેટિંગ બોક્સ ખુલે છે તો, તમારે તેની પ્રોફાઈલ પિક્ચર દેખાશે નહી. એવુ પણ ઘણી વખત થાય છે કે, તમે ચેટિંગ બોક્સ ખોલી રહ્યા છો અને તેમાં સામેવાળાની જૂની ફોટો દેખાઈ રહી છે. તો સમજી લો કે, તમને બ્લોક કરી દેવામાં આવ્યા છે.

બ્લોક કરનારનું નહી દેખાય ઓનલાઈન સ્ટેટસ

કોન્ટેક્ટ લિસ્ટમાં સામાન્ય રીતે બધા લોકોનું ઓનલાઈન સ્ટેટસ દેખાય છે. જો તમને શક છે કે, તમને કોઈએ બ્લોક કર્યા છે, તો કેટલાક દિવસ તમે તેમના સ્ટેટસને ધ્યાનથી જોવો. જો તમને બ્લોક કરવામાં આવ્યા છે તો, તમારે તે વ્યક્તિનું ઓનલાઈન સ્ટેસર દેખાશે નહી.

બ્લોક થવા પર વોટ્સએપ કોલનો નહી મળે જવાબ

આ સરળ રીતથી તમે બ્લોક થવાની જાણ મેળવી શકો છો. જો તમને કોઈએ વોટ્સએપ પર બ્લોક કરવામાં આવ્યા છે તો, તમે તે વ્યક્તિને વોટ્સએપ કોલ લગાવો છો અને તેનો જવાબ નથી મળી રહ્યો તો શક્ય છે કે, તમને બ્લોક કરવામાં આવ્યા હોય. જોકે, તમને કોલિંગ દરમિયાન રિંગગગ ટોન જરૂર સાંભળવા મળશે, પરંતુ કોલ પિક હોવાની શક્યતા બિલકુલ પણ નથી.

મેસેજ મોકલવા પર ડબલ માર્ક દેખાશે નહી

સામાન્ય રીતે જો તમે કોઈને વોટ્સએપ મેસેજ મોકલે છે તો ડબલ ટિક અથવા બ્લૂ ટિક નજર આવે છે, પરંતુ તમને બ્લોક કરવામાં આવ્યા છે તો તમારે હંમેશા જ મેસેજ મોકલવા પર સિંગલ માર્ક જ નજર આવશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ખાસ વાંચો/ જો ફ્રીમાં ન મળી કોરોનાની રસી, તો જાણો પ્રાઇવેટમાં કેટલી હશે 1 ડોઝની કિંમત

Bansari

આ 5 વસ્તુઓ ઘરમાં રાખવાથી ક્યારેય પૈસા ની કમી થતી નથી

Pravin Makwana

હેલ્થ /ઉનાળામાં ગરમીથી બચવા પીવો આ ખાસ ચા, મહિલાઓ માટે છે વધુ ફાયદાકારક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!