GSTV
Ajab Gajab Photos Trending

શોકિંગ / દુનિયાના કેટલાક દેશોમાં આજે પણ અનુસરાય છે વિચિત્ર પરંપરા ,આ સાંભળીને કંપકપી ઉઠશે તમારું હૃદય

પરંપરા

આ દુનિયા ભિન્ન ભિન્ન લોકોથી ભરેલી છે, અલગ અલગ દેશોની પરંપરાઓ આપણા દેશ પરંપરાઓ કરતા ઘણી અલગ છે. એવા ઘણા બધા રિવાજો છે જેની કોઈને ખબર નથી. કેટલીક માન્યતાઓ એવી પણ હોય છે કે જેના વિશે સાંભળીને પણ અચરજ થાય છે. ભારતની બહાર કેટલીક આદિવાસી પ્રજાતિઓ છે જેઓ આજના યુગમાં પણ વર્ષો જૂના રિવાજોનું પાલન કરે છે. આપણી જેવા સામાન્ય જીવન જીવતા લોકોને આ માન્યતાઓ, રિવાજો ઘણા વિચિત્ર લાગે છે, પરંતુ આ આદિવાસીઓ માટે આ માન્યતાઓ ખૂબ જ વિશેષ છે. આવો જાણીએ ઈન્ડોનેશિયાની આ જનજાતિ વિશે.

પરંપરા

એક રૂઢિવાદી માન્યતા ઈન્ડોનેશિયાની એક જનજાતિમાં ઘણી પ્રચલિત

આવી જ એક રૂઢિવાદી માન્યતા ઈન્ડોનેશિયાની એક જનજાતિમાં ઘણી પ્રચલિત છે, જેને જાણીને તમને થોડું અજુગતું લાગશે. ઇન્ડોનેશિયામાં, એક આદિજાતિની સ્ત્રીઓ તેમના પ્રિયજનોના મૃત્યુ બાદ તેમની આંગળીઓ (ઇન્ડોનેશિયન આદિવાસી) કાપી નાખે છે.

પરંપરા

જો કે, સમગ્ર વિશ્વમાં એવી ઘણી પરંપરાઓ છે જે મહિલાઓને ઘણા અજીબોગરીબ કામ કરવા માટે મજબૂર કરે છે અને આ માત્ર મહિલાઓના કિસ્સામાં જ નથી પરંતુ પુરૂષોને પણ આવી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઇન્ડોનેશિયાની દાની જનજાતિમાં, પ્રિયજનોના મૃત્યુ પછી મહિલાઓની આંગળીઓ કાપવાનો જે રિવાજ છે. આ રિવાજને ઇકિપાલિન કહેવામાં આવે છે.

પરંપરા

એક અહેવાલ પ્રમાણે આ પરંપરા લગાવવામાં આવ્યો છે પ્રતિબંધ

એક અહેવાલ મુજબ, ઇન્ડોનેશિયાના જયવિજયા પ્રાંતના વામિન શહેરમાં દાની જાતિના લોકો ખૂબ રહે છે. અત્રે નોંધનીય છે કે આ આદિવાસી જનજાતિમાં ઇકિપાલીન પ્રથા પર ઇન્ડોનેશિયાની સરકાર દ્વારા ઘણા વર્ષો પહેલા પ્રતિબંધ પણ મુકવામાં આવ્યો હતો. પરંતુ વયોવૃદ્ધ મહિલાઓની આંગળીઓ જોઈને કહી શકાય કે તેઓ તેનું પાલન કરે છે અને આજે પણ આ વિસ્તારમાં આ માન્યતા ચાલુ હોવાનું જ માનવામાં આવે છે.

પરંપરા

તમને જણાવી દઈએ કે 2 આંગળીઓ કાં તો પથ્થરની બ્લેડથી અથવા તો દોરડા બાંધીને કાપવામાં આવે છે. આદિજાતિના લોકો એવું માને છે કે જ્યારે કોઈનું મૃત્યુ થાય છે, ત્યારે પરિવારની સ્ત્રી તેની આત્માને શાંતિ મળે તે માટે તેની આંગળીઓ કાપી નાખે છે. આ સાથે આંગળી કાપવાથી એ પણ જોવા મળે છે કે વ્યક્તિના મૃત્યુનું દુઃખ આંગળીના દુખાવાની સરખામણીમાં તો કંઈ જ નથી અને તે જીવનભર તેમની સાથેજ રહેશે.

પરંપરા

જણાવી દઈએ કે પથ્થરની બ્લેડનો ઉપયોગ સામાન્ય રીતે આંગળીના ઉપરના ભાગને કાપવા માટે થાય છે. કેટલાક એવા કિસ્સાઓમાં, આંગળીને બ્લેડ વિના પણ કાપી નાખવામાં આવે છે. લોકો આંગળીને ચાવે છે અને પછી તેને વચ્ચેથી દોરડા વડે કસીને બાંધે છે, જેનાથી લોહીનું પરિભ્રમણ બંધ થઈ જાય છે. દોરડું બાંધ્યા પછી જ્યારે લોહી અને ઓક્સિજનની ઉણપ સર્જાય ત્યારે આંગળી આપોઆપ જ ખરી જાય છે. કાપેલી આંગળી કાં તો દાટી દેવામાં આવે છે અથવા તો બાળી નાખવામાં આવે છે.

Read Also

Related posts

વિવાદ વધુ વકર્યો / ઓમ રાઉતની અપકમિંગ ફિલ્મ આદિપુરુષના ડાયરેક્ટરને ફટકારાઈ નોટિસ, ફિલ્મમાં રામાયણનું ઈસ્લામીકરણ

Hardik Hingu

મતભેદ જાહેરમાં/ શિંદે ઠાકરે પરિવારમાં ફાટફૂટ પડાવવામાં સફળ, બે ભાઈઓ જુદા થયા

Hardik Hingu

KBCના સેટ પર જયાએ એવું કહ્યું કે રડવા લાગ્યા બિગ બી, સામે આવ્યો VIDEO

Hemal Vegda
GSTV