અંતરીક્ષમાં બ્લેક હોલની શોધ કરતા વૈજ્ઞાનિકો અમદાવાદ આવશે તો તેમને મળી જશે

મેગાસિટી અમદાવાદમાં શિયાળામાં પણ ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. થલતેજના સારથી રો-હાઊસ પાસે આજે ભુવો પડ્યો હતો. ચોમાસામાં વરસાદને કારણે ભૂવા પડે એતો સમજી શકાય છે. પણ કકડતી ઠંડીમાં ભૂવો પડવોએ વિચાર કરી દેતો પ્રશ્ન છે. ઘણીવીર વાહન ચાલકો તેમજ રાહદારીઓ અજાણ હોવાથી ભુવામાં ખાબકતા ઇજાગ્રસ્ત તેમજ મોતને ભેટતા હોય છે. દર વર્ષે રોડ રસ્તા માટેના સમારકામ સહિતના કામો માટે એએમસીના બજેટમાં નાણાંકીય ફાળવણી કરવામાં આવે છે.

તેમ છતાં રોડનો વિકાસ રથ આગળ ધપતો નથી. આ સવાલ તંત્રની કામગીરી માટે સવાલો ઉભા કરે છે. રોડ રસ્તાના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે કે ફાળવણી કરેલા નાણાંમાંથી કટકી કરવામાં આવે છે. તે અમદાવાદીઓ માટે યક્ષ પ્રશ્ન છે. પ્રજા પોતાની સુખાકારી માટે વિવિધ ટેક્ષ ભરે છે. પણ તેમની મળતી સુવિધાના નામે તંત્ર તરફથી દર્ષ વર્ષે ઠિંગો જ મળે છે. હંમેશાની માફક તંત્ર આવશે અને ભુવાને થીગડુ મારીને જતા રહેશે. જેથી ઘણીવાર આ ભૂવા પરથી પસાર થતા વાહન ચાલકો જાણે કોઇ રાઇડમાં બેઠા હોય એવો અહેસાસ થાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter