૨૨ નવેમ્બરથી સરકારે જુની એસઓપી મુજબ ધોરણ ૧થી ૬ ની શાળાઓની શરૂઆત કરી છે. જોકે કેટલીક શાળાઓ પોતાની મનમાની ચલાવી માત્ર ઓફલાઈન શિક્ષણ આપી રહી છે અને ઓનલાઈન શિક્ષણ બંધ કરી ચુકી છે ત્યારે આજે અમદાવાદ ડિઈઓ દ્વારા આવી શાળાઓને ચેતવી છે અને જો કોઈ શાળા આ રીતે ઓનલાઈન શિક્ષણ નહિ આપતી હોય તો તેના પર દંડનાત્મક કાર્યવાહિ પણ કરશે. ગુજરાતમાં ધોરણ ૧ થી ૧૨ માટે ઓફલાઈન સ્કૂલો શરૂ કરી દેવામાં આવી છે. દરેક સ્કૂલમાં ઓનલાઈન ક્લાસ પણ ચાલુ રાખવામાં સરકારે સુચન કર્યુ છે, જોકે શહેરમાં મોટાભાગની શાળાઓ ઓનલાઈન શિક્ષણ બંધ કરીને માત્ર ઓફલાઈન શિક્ષણ આપી રહ્યા છે જેને લઈ વાલીઓ પ્રત્યક્ષ રીતે સામે આવીને ફરિયાદ નથી કરતા પરંતુ, શાળાએ પોતાના બાળકોને કોરોનાના નવા વેરીએંટ પછી મોકલતા ડરી રહ્યા છે.

પ્રત્યક્ષ રીતે સામે ના આવવાનુ કારણ એ છે કે, જે તે શાળા જે વાલીએ ડિઈઓ ઓફિસ ફરિયાદ કરે પછી શાળા સંચાલકો તે બાળકને ધ્યાનમાં રાખી અમને હેરાન કરે તેવો ભય પણ વાલીઓને સતાવી રહ્યો છે સાથે વાલીઓ અપિલ અને અપેક્ષા રાખી રહ્યા છે કે, શાળએ અભ્યાસની બંને પદ્ધતિ ઓફલાઈન અને ઓનલાઈન ચાલુ રાખવી જોઈએ, જેથી જે વાલીને પોતાના બાળકને શાળાએ ન મોકલુ હોય તે ન મોકલે અને ઘરે જ અભ્યાસ કરાવી શકે. હાલ શહેરમાં ૩૦ ટકા કરતા પણ વધારે શાળાઓએ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ બંધ કરી દીધી છે ત્યારે શહેર જીલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આવી તમામ શાળાઓને હાલ પત્ર લખીને ઓનલાઈન શિક્ષણ પદ્ધતિ ફરી શરૂ કરવા માટે તાકિદ કરી છે.

આ પછી પણ જો આ શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ શરૂ નહિ કરવામાં આવે તો નિયમ અનુસાર પહેલા ૧૦ હજાર નો દંડ ત્યારબાદ ૨૫ હજારનો દંડ પણ ડિઈઓ દ્વારા શાળા સંચાલકોને ફટકારવામાં આવશે. જો કે હાલ કોઈપણ વાલી દ્વારા ડિઈઓ કચેરી ખાતે કોઈ શાળાની ફરિયાદ મળી નથી અને આગામી સમયમાં ડિઈઓ દ્વારા શાળામાં સરપ્રાઈઝ ચેકિંગ કરીને કાર્યવાહિ કરવામાં આવશે.કોરોના કાળ બાદ શાળાઓ ઓફલાઈન શરૂ થઈ ગઈ છે. ત્યારે શાળા સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે કે શાળામાં વિદ્યાર્થીઓને ઑફલાઈન શિક્ષણ અપાય છે ત્યારે ઓનલાઇન શિક્ષણ માટે તેમણે અલગથી વ્યવસ્થા કરાવી પડે ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.
Read Also
- એશિયા કપ 2022/ભારત-પાકિસ્તાનની મેચ પહેલા દુબઇ સ્ટેડિયમમાં વધારવામાં આવી સુરક્ષા, જાણો કારણ
- રાજકારણ/ વિધાનસભાની ચૂંટણી લડવા અંગે પૂર્વ સીએમ વિજય રૂપાણીનું મોટુ નિવેદન, આપ્યા આ સંકેત
- Adani Powerની સૌથી મોટી ડીલ! ગૌતમ અદાણીએ આ કંપનીને 7017 કરોડ રૂપિયામાં ખરીદી, કારોબારમાં થયો વિસ્તાર
- સાવધાન/ ભૂલથી પણ Download ન કરતા આ ખતરનાક એપ્સ, થઇ જશો કંગાળ; હમણાં જ કરી દો ડીલીટ
- વિશેષ બેઠક / સમાન વીજ દર મામલે ખેડૂતો લડી લેવાના મૂડમાં, સરકાર મચક નહીં આપે તો ઉગામશે આ હથિયાર