ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2023નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે આ સ્થિતિ વચ્ચે આઈપીએલની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સ માટે ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે.મુંબઈ ટીમના કેપ્ટન રોહિત શર્મા આઈપીએલનું અમુક મેચોમાં રમશે નહીં જેના પગલે ટીમની કમાન સૂર્યકુમાર યાદવ સંભાળશે. જોકે, કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી પરંતુ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી પ્રમાણે વર્કલોડ મેનેજ કરવા મેનેજમેન્ટ આ નિર્ણય લીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

એક અહેવાલ પ્રમાણે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહિત શર્મા અમુક મેચો રમશે નહીં પરિણામે રોહિતની ગેરહાજરીમાં સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળશે. મેનેજમેન્ટે વર્કલોડને મેનેજ કરવા માટે આ નિર્ણય લીધો હોવાનું મનાઈ છે. મુંબઈ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અગાઉ જ સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે ત્યારે હવે રોહિત શર્મા પણ અમુક મેચો રમશે નહીં આવી સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે મુશ્કેલી વધી રહી છે.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 5 વખત ટાઈટલ જીત્યું
ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માની કેપ્ટન્સીમાં રોહિત શર્માએ વર્ષ 2013માં પહેલીવાર IPLનો ખિતાબ જીત્યો હતો જે બાદ 2015, આઈપીએલ 2017, આઈપીએલ 2019 અને આઈપીએલ 2020માં ટ્રોફી જીતી હતી આમ અત્યાર સુધીમાં રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 5 વખત ટાઈટલ જીતી ચુકી છે.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો