GSTV

રાજકારણ/ રાહુલ ગાંધી કોંગ્રેસ પ્રમુખ ના બને તો આ મુખ્યમંત્રીને લાગશે લોટરી : ગાંધી પરિવાર સાથે છે અંગત સંબંધો

કોંગ્રેસ પક્ષમાં કાયમી પ્રમુખપદના મુદ્દે નવી વાત બહાર આવી હતી. હાલ સોનિયા ગાંધી કાર્યકારી અધ્યક્ષ તરીકે કામ સંભાળે છે. તેમની ઇચ્છા રાહુલને ફરી અધ્યક્ષ બનાવવાની છે. પરંતુ રાહુલ નામુકરર જાય તો રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતને પક્ષ પ્રમુખ બનાવાય એવી શક્યતા હોવાની જાણકારી મળી હતી.

રાહુલ ગાંધી

ગેહલોત ગાંધી પરિવારના વફાદાર

રાહુલે હજુ સુધી પોતે પક્ષ પ્રમુખ બનવા તૈયાર છે એવો પરોક્ષ અણસાર પણ આપ્યો નથી. અશોક ગેહલોત ગાંધી પરિવારના સૌથી વફાદાર ગણાતા કોંગ્રેસીઓમાં એક છે અને ગાંધી પરિવારના વિશ્વાસપાત્ર માણસ છે.  એક જૂથ માને છે કે ગાંધી પરિવાર પક્ષનું સુકાન પોતાના હાથમાંથી સરકવા દેવા તૈયાર નથી એટલે રાહુલ કે પ્રિયંકા પક્ષ પ્રમુખ ન બની શકે તો એવા કોઇ માણસને જવાબદારી સોંપશે જે ગાંધી પરિવાર કહે એટલું જ પાણી પીએ. સ્વતંત્ર નિર્ણય લે નહીં. આમ પરોક્ષ રીતે ગાંધી પરિવારજ કોંગ્રેસ પર પોતાનો કાબુ જાળવી રાખે.

રાહુલ ગાંધીને સમજાવી રહ્યા છે સિનિયર નેતાઓ

સોનિયા ગાંધીના ઇશારે કેટલાક લોકો સતત રાહુલને સમજાવી રહ્યા છે કે તેણે પક્ષપ્રમુખની જવાબદારી સ્વીકારી લેવી જોઇએ. આવા સભ્યો દ્રઢપણે માને છે કે કોંગ્રેસનું રાજકીય અસ્ત્તિત્વ ટકાવી રાખવા ગાંધી પરિવારનો સાથ જરૂરી છે. એ સિવાય પક્ષમાં એવો બીજો કોઇ નેતા નથી જે પક્ષના અસ્તિત્વને ટકાવી રાખી શકે કે એકલે હાથે ચૂંટણી જીતાડી શકે.

કેન્દ્રીય રાજકારણમાં આવવું કે નહિ તે ગેહલોતના હાથમાં

એક અહેવાલ મુજબ અશોક ગેહલોતને આ પ્રસ્તાવની જાણ પણ કરી દેવામાં આવી હતી અને એ લગભગ તૈયાર હતા પરંતુ  દિલ્હીના કેટલાક નેતાઓએ રાજસ્થાનના રાજકારણમાં વધુ પડતો રસ લેતાં ગેહલોત ચેતી ગયા હતા અને રાજસ્થાન છોડીને દિલ્હી જવું કે નહીં તેનો નિર્ણય કરી શક્યા નહોતા. જો કે પક્ષના મહામંત્રી તરીકે ગેહલોત દિલ્હી અવરજવર કરતા હતા પરંતુ રાજસ્થાનમાં ચૂંટણીઓ આવતાં ગેહલોત ફરી રાજસ્થાનના રાજકારણમાં સક્રિય થઇ ગયા હતા. તેમણે ફરી એકવાર મુખ્ય પ્રધાનપદનો દાવો કર્યો હતો. હવે ગેહલોતે નક્કી કરવાનું છે કે એમણે રાજસ્થાનના મુખ્ય પ્રધાનપદે ચાલુ રહેવું કે કોંગ્રેસ પ્રમુખ બનીને ફરી દિલ્હીના રાજકારણમાં આવવું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

દુનિયાનો અસલી બાહુબલી: આ શખ્સ ઘોડા પર નથી બેસતો, ઘોડાને જ પોતાના ખભે બેસાડી લે છે !

Pravin Makwana

UGCનો માસ્ટરપ્લાન/ દેશમાં વિદ્યાર્થીઓ એક સાથે મેળવી શકશે 2 ડિગ્રીઓ, નવી શિક્ષણનીતિના થશે મોટા ફાયદાઓ

Pravin Makwana

Boycott China દંભ : આત્મનિર્ભર અને દેશદ્રોહની વાતો વચ્ચે ચીન ફરી ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર, આટલો થયો વેપાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!