અમદાવાદ પૂર્વ બેઠક પરથી પરેશ રાવલ નહીં લડે લોકસભા ચૂંટણી! કોણ બનશે આ બેઠક પર ભાજપનો નવો ચહેરો?

paresh rawal election news

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે અમદાવાદ પૂર્વથી પરેશ રાવલે ચૂંટણી લડવાની ના પાડી છે. એટલે આ બેઠક પરથી કલાકાર મનોજ જોશી, વાજપેયી સરકારમાં પ્રધાન રહી ચૂકેલા હરીન પાઠક, પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટ ઉપરાંત પૂર્વ સાંસદ ભાવનાબેન દવે અને જાગૃતિ પંડ્યાના નામો ચર્ચામાં છે. ભૂષણ ભટ્ટ પૂર્વ ધારાસભ્ય છે અને બોર્ડ નિગમમાં ચેરમેન પણ રહી ચૂક્યા છે. જ્યારે કે ભાવના દવે પૂર્વ સાંસદ છે અને અત્યારે ગ્રંથ બોર્ડમાં ચેરમેન છે. તો જાગૃતિ પંડયા અત્યારે મહિલા અને બાળ વિકાસમાં ચેરમેન છે. તેઓ ભૂતપૂર્વ ગૃહપ્રધાન હરેન પંડયાના પત્ની છે.

મહત્વનું છે કે અમદાવાદ પૂર્વની બેઠક પરથી હરેન પંડ્યાના પત્ની જાગૃતિ પંડ્યાના પત્નીને લોકસભા 2014માં ટિકિટ મળે તેવી ચર્ચાઓ શરૂ થઈ હતી. પરંતુ જે તે સમયે તે વસ્તુ શક્ય બની નહોતી. હરેન પંડ્યાની મોત બાદ તેમનો પરિવાર સરકારની કામગીરીથી નારાજ હતો. હરેન પંડ્યાની મોતની તપાસ યોગ્ય રીતે કરવામાં આવી નથી તેવુ તેમના પિતાએ વાત કહી હતી. જોવામાં આવે તો આ બેઠક પરથી બ્રાહ્મણ ચહેરો ઉતારવામાં આવે છે. જેને લઈને હવે મનોજ જોષી, હરીન પાઠક, ભૂષણ ભટ્ટ પણ પરેશ રાવના અવેજી તરેકે ઉભા રહી શકે છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter